________________
પંચકર્મગ્રન્યપરિશીલન
કેટલાક પારિભાષિક શબ્દો
(1) “લેશ્યા
લયાના દ્રવ્યલેયા અને ભાવલેયા એમ બે ભેદ કરવામાં આવ્યા છે.
દ્રવ્યલેયા પુગલવિશેષાત્મક છે. તેના સ્વરૂપ અંગે મુખ્યપણે ત્રણ મત છે - (1) કર્મવર્ગણાનિષ્પન્ન, (2) કર્મનિષ્પદ અને (3) યોગપરિણામ..
પહેલો મત એ માને છે કે લેરયાદ્રવ્યો કર્મવર્ગણાથી બને છે તેમ છતાં પણ તે આઠ કર્મોથી ભિન્ન જ છે, કાર્મણારીરની જેમ. આ મત ઉત્તરાધ્યયન અધ્યયન 34ની ટીકા પૂ. 650 પર ઉલિખિત છે.
બીજા મતનો આરાય એ છે કે લેયાદ્રવ્ય કર્મનિષ્પન્દરૂપ (બધ્યમાન કર્મના પ્રવાહરૂ૫) છે. ચૌદમા ગુણસ્થાનમાં કર્મ હોવા છતાં પણ તેનો નિષ્કન્દ ન હોવાથી લેયાના અભાવની ઉપપત્તિ થઈ જાય છે. આ મત ઉક્ત પૃષ્ઠ પર જ નિર્દિષ્ટ છે જેને ટીકાકાર વાદિવેતાલ શ્રી શાન્તિસૂરિએ વસ્તુ વ્યાવ’ કહીને લખ્યો છે.
ત્રીજો મત શ્રી હરિભદ્રસૂરિ આદિનો છે. આ મતનો આશય મલયગિરિજીએ પન્નવણાના 17મા પદની ટીકામાં પૂ. 330 ઉપર સ્પષ્ટપણે દર્શાવ્યો છે. તેઓ લેયાદ્રવ્યને યોગવર્ગણા અન્તર્ગત સ્વતન્ન દ્રવ્ય માને છે. ઉપાધ્યાય વિનયવિજયજીએ પોતાના આગમદોહનરૂપ લોકપ્રકાશમાં (સર્ગ 3, શ્લોક 285) આ મતને જ ગ્રાહ્ય ઠરાવ્યો છે.
ભાવલેણ્યા આત્માનો પરિણામ વિરોષ છે જે સંક્લેશ અને યોગથી અનુગત છે. સંક્લેરાના તીવ્ર, તીવ્રત, તીવ્રતમ, મન્ડ, મન્દતર, મન્દતમ આદિ અનેક ભેદ હોવાથી વસ્તુતઃ ભાવલેશ્યા અસંખ્ય પ્રકારની છે. તેમ છતાં સંક્ષેપમાં છ વિભાગ કરીને શાસ્ત્રમાં તેનું સ્વરૂપ દર્શાવ્યું છે. જુઓ ચોથા કર્મગ્રન્થની 13મી ગાથા. છ ભેદોનું સ્વરૂપ સમજવા માટે શાસ્ત્રમાં નીચે લખેલાં બે દાન્તો આપ્યાં છે.
પ્રથમ દષ્ટાન્ત: છ પુરૂષો ચાલતા ચાલતા જતા હતા. તેમને જાંબુ ખાવાનું મન થયું. એટલામાં તેમણે જાંબુડાનું વૃક્ષ જોયું. તેમનામાંથી એક પુરુષ બોલ્યો, “લો, જાંબુડાનું વૃક્ષ તો આવી ગયું. હવે ફળો માટે ઉપર ચડવાના બદલે ફળોથી લચી પડેલી રાખાઓવાળા આ વૃક્ષને કાપીને નીચે પાડવું જ સારું.’
* પરિવું જ સારુ. આ સાંભળી બીજાએ કહ્યું, “વૃક્ષ કાપવાથી શો લાભ. કેવળ શાખાઓને કાપી નાખો.'
ત્રીજા પુરુષે કહ્યું, ‘તે પણ ઠીક નથી, નાની નાની ડાળીઓને કાપી લેવાથી તો આપણું કામ થઈ શકે છે.'
ચોથાએ કહ્યું, “નાની ડાળીઓ પણ શા માટે કાપવી ? ફળોના ગુચ્છાઓને તોડી લો.’
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org