________________
૭૨
जोगपऊत्ती लेस्सा कसायउदयानुरंजिया होई ।
તત્તો ટોળ ખં વંઘવાળં સમુદ્દિ 1489|| જીવકાંડ.
દ્રવ્યલેયાનાં વર્ણ, ગન્ધ આદિનો વિચાર તથા ભાવલેયાનાં લક્ષણ આદિનો વિચાર ઉત્તરાધ્યયનના ચોત્રીસમા અધ્યયનમાં છે. તેના માટે પ્રજ્ઞાપનાનું લેયાપદ, આવશ્યક, લોકપ્રકારા આદિ આરગ્રન્થો શ્વેતામ્બર સાહિત્યમાં છે. ઉક્ત બે દૃષ્ટાન્તોમાંથી પહેલું દૃષ્ટાન્ત જીવકાણ્ડ ગાથા 506-507 માં છે. લેયાની કેટલીક વિશેષ વાતો જાણવા માટે જીવકાણ્ડનો લેયા માર્ગણાધિકાર (ગાથા 488-555) જોવા જેવો છે.
જીવોના આન્તરિક ભાવોની મલિનતા તથા પવિત્રતાના તરતમભાવની સૂચક લેરયાનો વિચાર જેવો જૈન શાસ્ત્રમાં છે કંઈક તેના સમાન છ જાતિઓનો વિભાગ મંખલિપુત્ર ગોસાલના મતમાં છે જે કર્મની શુદ્ધિ-અશુદ્ધિને લઈને કૃષ્ણ, નીલ, વગેરે છ વર્ષોના આધારે કરવામાં આવ્યો છે. તેનું વર્ણન દીઘનિકાયના સામગ્ગલસુત્તમાં છે.
પંચકર્મગ્રન્થપરિશીલન
મહાભારતના 12, 286માં પણ છ જીવવર્ણો આપવામાં આવ્યા છે જે ઉક્ત વિચારને મળતા આવે છે. પાતંજલ યોગદર્શન 4.7માં પણ આવી કલ્પના છે કેમ કે તેમાં કર્મના ચાર વિભાગ કરીને જીવોના ભાવોની શુદ્ધિ-અશુદ્ધિનું પૃથક્કરણ કરવામાં આવ્યું છે. તેના માટે જુઓ દીઘનિકાયનું મરાઠી ભાષાન્તર, પૃ. 59.
(2) ‘પંચેન્દ્રિય’
જીવના એકેન્દ્રિય આદિ જે પાંચ ભેદ કરવામાં આવ્યા છે, તે દ્રવ્યેન્દ્રિયના આધારે કરવામાં આવ્યા છે કેમ કે ભાવેન્દ્રિયો તો બધા જ સંસારી જીવોને પાંચે પાંચ હોય છે, જેમ કે
·
અન્નવા પુષ્પ તદ્ધિયિં પિ નેાિ સને 12999} વિરોષાવશ્યક
અર્થાત્ લીન્દ્રિયની અપેક્ષાએ બધા સંસારી જીવો પંચેન્દ્રિય છે.
જેંવિત વ વડતો નો વ્વ સવિસઓવતમાઓ । વિરોષાવશ્યક, 3001.
અર્થાત્ બધા વિષયોનું જ્ઞાન કરવાની યોગ્યતાના કારણે બકુલવૃક્ષ મનુષ્યની જેમ પાંચ ઇન્દ્રિયોવાળું છે.
એ સાચું કે દ્વીન્દ્રિય આદિની ભાવેન્દ્રિય એકેન્દ્રિય આદિની ભાવેન્દ્રિય કરતાં ઉત્તરોત્તર વ્યક્ત-વ્યક્તતર જ હોય છે. પરંતુ એમાં તો કોઈ સંદેહ જ નથી કે જેમને પૂરી પાંચ દ્રવ્યેન્દ્રિયો નથી તેમને પણ ભાવેન્દ્રિયો તો બધી જ હોય છે. આ વાત આધુનિક વિજ્ઞાનથી પણ પ્રમાણિત છે. ડો.જગદીરાયન્દ્ર બસુની શોધે વનસ્પતિમાં સ્મરણશક્તિનું અસ્તિત્વ સિદ્ધ કર્યું છે. સ્મરણ, જે માનસરાક્તિનું કાર્ય છે તે, જો એકેન્દ્રિયમાં પ્રાપ્ત થતું હોય તો પછી એકેન્દ્રિયમાં અન્ય ઇન્દ્રિયોનું, જે મનથી નીચેની શ્રેણિની મનાય છે તેમનું, અસ્તિત્વ હોવામાં કોઈ બાધા નથી. ઇન્દ્રિયના અંગે પ્રાચીન કાળમાં વિરોષદર્શી મહાત્માઓએ બહુ - વિચાર ક્યો છે જે અનેક જૈન ગ્રન્થોમાં મળે છે. તેનો કંઈક અંશ આ પ્રમાણે છે ઇન્દ્રિયો બે પ્રકારની છે - દ્રવ્યરૂપ અને ભાવરૂપ. દ્રવ્યેન્દ્રિય પુદ્ગલજન્ય હોવાથી જડ છે પરંતુ ભાવેન્દ્રિય જ્ઞાનરૂપ છે કેમ કે તે ચેતનારાક્તિનો પર્યાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org