Book Title: Panchkarmagranthparishilan
Author(s): Nagin J Shah
Publisher: Jagruti Dilip Sheth Dr

View full book text
Previous | Next

Page 87
________________ પંચકર્મગ્રન્યપરિશીલન કેવલદન અંગે સિદ્ધાન્તમાં જ્યાં ક્યાંય પણ જે કંઈ કહેવામાં આવ્યું છે તે બધું બન્નેના વ્યક્તિભેદનું સાધન છે, ક્રમભાવિત્વનું સાધક નથી તેથી બન્ને ઉપયોગોને સહભાવી માનવા જોઈએ. (3) (ક) જેમ સામગ્રી મળતાં એક જ્ઞાનપર્યાયમાં અનેક ઘટપટાદિ વિષયો ભાસિત થાય છે તેમ આવરણક્ષય, વિષય આદિ સામગ્રી મળતાં એક જ કેવલઉપયોગ પદાર્થોના સામાન્યવિશેષ ઉભય સ્વરૂપને જાણી શકે છે. (ખ) જેમ કેવલજ્ઞાન વખતે મતિજ્ઞાનાવરણાદિનો અભાવ હોવા છતાં પણ મતિ આદિ જ્ઞાનોને કેવલજ્ઞાનથી અલગ નથી માનવામાં આવતાં તેમ કેવલદર્શનાવરણનો ક્ષય થવા છતાં પણ કેવલદર્શનને કેવલજ્ઞાનથી અલગ માનવું ઉચિત નથી. (ગ) વિષય અને ક્ષયોપશમની વિભિન્નતાના કારણે છાઘસ્થિક જ્ઞાન અને દર્શનમાં પરસ્પર ભેદ માની શકાય પરંતુ અનન્તવિષયક્તા અને ક્ષાયિકભાવ સમાન હોવાથી કેવલજ્ઞાન અને ક્વલદર્શનમાં કોઈ પણ જાતનો ભેદ માની શકાતો નથી. (ઘ) જો કેવલદર્શનને કેવલજ્ઞાનથી અલગ માનવામાં આવે તો તે સામાન્યમાત્રને વિષય કરનારું હોવાથીં અલ્પવિષયક સિદ્ધ થશે જેથી તેનું શાસ્ત્રકથિત અનન્તવિષયત્વ ઘટી શકશે નહિ. (૩) કેવલીનું ભાષણ કેવલજ્ઞાન-કેવલદર્શનપૂર્વક હોય છે એ શાસ્ત્રકથન અભેદપક્ષમાં જ પૂરેપૂરું ઘટી શકે છે. (૨) આવરણભેદ કથંચિત્ છે. અર્થાત્ વસ્તુતઃ આવરણ એક હોવા છતાં પણ કાર્યભેદ અને ઉપાધિભેદની અપેક્ષાએ તેનો ભેદ સમજવો જોઈએ, તેથી એક જ ઉપયોગવ્યક્તિમાં જ્ઞાનત્વ-દર્શન– બે ધર્મો અલગઅલગ માનવા જોઈએ. જ્ઞાન અને કરન બે ઉપયોગો અલગ અલગ માનવા ઉચિત નથી. તેથી જ જ્ઞાન અને દર્શન બે શબ્દો પર્યાયમાત્ર (એકાર્યવાચી) છે. ઉપાધ્યાય શ્રીયશોવિરાયજીએ પોતાના જ્ઞાનબિન્દુમાં (પૃ. 164/1) નયદષ્ટિએ ત્રણે પક્ષોનો સમન્વય ર્યો છે - સિદ્ધાન્તપક્ષ શુદ્ધ ઋજુસૂત્રનયની અપેક્ષાએ, શ્રી મદ્ભવાદીજીનો પક્ષ વ્યવહારનયની અપેક્ષાએ અને શ્રી સિદ્ધસેન દિવાકરનો પક્ષ સંગ્રહનયની અપેક્ષાએ જાણવો જોઈએ. આ વિષયનું સવિસ્તર વર્ણન સન્મતિતર્ક, ગોમ્મસારજીવકાર્ડ ગાથા 3થી આગળ, વિશેષાવશ્યકભાષ્ય ગાથા 3088-3135, શ્રી હરિભદ્રસૂરિકૃત ધર્મસંગ્રહણી ગાથા 1336-1359, શ્રી સિદ્ધસેનગણિત તત્ત્વાર્થટીકા 1.31, શ્રીમલયગિરિનન્દવૃત્તિ પૃ. 134-138 અને જ્ઞાનબિન્દુ પૃ. 154-164માંથી જાણી લેવું જોઈએ. દિગમ્બર સંપ્રદાયમાં ઉપર જણાવેલા ત્રણ પક્ષોમાંથી બીજો પક્ષ અર્થાત્ યુગપતુ ઉપયોગદ્રયનો પક્ષ જ પ્રસિદ્ધ છે - जुगवं वट्टइ णाणं केवलणाणिस्स दंसणं च तहा । ખિયાપચાપતાગં ગદ વર તદ મુળવં 160 નિયમસાર. सिद्धाणं सिद्धगई केवलणाणं च दंसणं खयियं । સમસ્ત VIEા ૩વનોTITલમપ3 730. જીવકાષ્ઠ. दंसणपुव्वं गाणं छदमत्थाणं ण दोण्णि उवउग्गा । નુવં નE નારે નુાવ તુ તે રો વિ II441 દ્રવ્યસંગ્રહ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130