Book Title: Panchkarmagranthparishilan
Author(s): Nagin J Shah
Publisher: Jagruti Dilip Sheth Dr

View full book text
Previous | Next

Page 88
________________ ચતુર્થકર્મગ્રન્યપરિશીલન (6) એકેન્દ્રિયમાં ગુતાન એકેન્દ્રિયમાં ત્રણ ઉપયોગો માનવામાં આવ્યા છે. તેથી શંકા થાય છે કે સ્પર્શનેન્દ્રિયમતિ જ્ઞાનાવરણકર્મનો ક્ષયોપશમ થવાથી એકેન્દ્રિય જીવોમાં માતિઉપયોગ માનવો ઠીક છે પરંતુ ભાષાલબ્ધિ (બોલવાની શક્તિ) તથા શ્રવણલમ્પિ (સાંભળવાની શક્તિ) ન હોવાના કારણે તે જીવોમાં શ્રતઉપયોગ કેવી રીતે માની શકાય કેમ કે શાસ્ત્રમાં ભાષાલબ્ધિ અને શ્રવણલબ્ધિ ધરાવનારાઓને જ શ્રુતજ્ઞાન હોય છે એમ મનાયું છે, જેમકે भावसुयं भासासायलद्धिणा जुज्जए न इयरस्स । માસમપુદક્સ કર્યું તો ય = વિનારિ 102 વિરોષાવશ્યક. બોલવાની અને સાંભળવાની શક્તિવાળાઓને જ ભાવમૃત હોઈ શકે છે, બીજાઓને નહિ કેમ કે “શ્રુતજ્ઞાન” તે જ્ઞાનને કહેવામાં આવે છે જે બોલવાની ઇચ્છાવાળાને યા વચન સાંભળનારને થાય છે. આનું સમાધાન એ છે કે સ્પર્શનેન્દ્રિય સિવાય અન્ય દ્રવ્ય(બાહ્ય) ઇન્દ્રિયો ન હોવા છતાં પણ વૃક્ષાદિ જીવોમાં પાંચ ભાવેદ્રિયજન્ય જ્ઞાનોનું હોવું જેમ શાસ્ત્રસમ્મત છે તેમ બોલવા અને સાંભળવાની શક્તિ ન હોવા છતાં પણ એકેન્દ્રિય જીવોમાં ભાવમૃત જ્ઞાનનું હોવું શાસ્ત્રસમ્મત છે. जह सुहुमं भाविंदियनाणं दबिंदियावरोहे वि । તદ ત્રસુતામાવે માવસુયં સ્થિવાળું 104 વિરોષાવાયક. જેવી રીતે દ્રવ્યેન્દ્રિયોના અભાવમાં ભાવેન્દ્રિયજન્ય સૂક્ષ્મ જ્ઞાન થાય છે તેવી રીતે દ્રવ્યકૃતનાં ભાષા આદિ બાહ્ય નિમિત્તોના અભાવમાં પણ પૃથ્વીકાયિક આદિ જીવોને અલ્પ ભાવકૃત થાય છે. એ સાચું કે બીજા જીવોને જેવું સ્પષ્ટ જ્ઞાન થાય છે તેવું સ્પષ્ટ જ્ઞાન એકેન્દ્રિય જીવોને થતું નથી. શાસ્ત્રમાં એકેન્દ્રિય જીવોને આહારનો અભિલાષ માન્યો છે એ જ તેમનામાં અસ્પષ્ટ જ્ઞાન માનવામાં હેતુ છે. આહારનો અભિલાષ ક્ષુધાવેદનીયકર્મના ઉદયથી થનારો આત્માનો પરિણામવિશેષ (અધ્યવસાય) છે, જેમ કે “મારા સંજ્ઞા આદમત્તા યુક્રેનીયમવ: વાત્માણ તિ આવશ્યકહારિભદ્રીવૃત્તિ પૃ. 580. આ અભિલાષરૂપ અધ્યવસાયમાં ‘મને અમુક વસ્તુ મળે તો સારું એ જાતનો શબ્દ અને અર્થનો વિકલ્પ થાય છે. જે અધ્યવસાય વિકલ્પ સહિત થાય છે તે જ શ્રુતજ્ઞાન કહેવાય છે, જુઓ નીચેની ગાથા - इंदियमणोनिमित्तं जं विण्णाणं सुयाणुसारेणं । નિત્યુત્તિસમર્થં તે પાવકુયં મરું છેf 100 વિરોષાયક. અર્થાત્ ઇન્દ્રિય અને મનના નિમિત્તથી ઉત્પન્ન થનારું જ્ઞાન, જે નિયત અર્થનું કથન કરવામાં સમર્થ શ્રુતાનુસારી (શબ્દ તથા અર્થના વિકલ્પથી યુક્ત) છે તેને ભાવપ્રુત તથા તેનાથી ભિન્ન જ્ઞાનને મતિજ્ઞાન સમજવું જોઈએ. હવે જો એકેન્દ્રિય જીવોમાં મૃતોપયોગ ન માનવામાં આવે તો તેમનામાં આહારનો અભિલાષ, જે શાસ્ત્રસમ્મત છે તે, કેવી રીતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130