________________
પંચકર્મગ્રન્યપરિશીલન ઘટી શકો? તેથી બોલવાની અને સાંભળવાની શક્તિ ન હોવા છતાં પણ તેમનામાં અત્યન્ત સૂક્ષ્મ મૃતોપયોગ અવર માનવો જ જોઈએ.
ભાષાલબ્ધિ તથા શ્રવણલબ્ધિ ધરાવનારા જીવોને જ ભાવકૃત હોય છે, બીજાઓને નહિ, આ શાસ્ત્રક્શનનું તાત્પર્ય એટલું જ છે કે ઉક્ત પ્રકારની શક્તિવાળા જીવોને સ્પષ્ટ ભાવશ્રુત થાય છે અને બીજાઓને અસ્પષ્ટ, (7) યોગમાર્ગણા
ત્રણ યોગોનાં બાહ્ય અને આભ્યન્તર કારણો દેખાડીને તેમની વ્યાખ્યા રાજવાર્તિકમાં બહુ જ સ્પષ્ટ કરવામાં આવી છે. તેનો સારાંશ નીચે આપીએ છીએ ?
(1) બાહ્ય અને આભ્યન્તર કારણોથી થતો જે મનનાભિમુખ આત્માનો પ્રદેશપરિસ્પન્દ તે મનોયોગ છે. તેનું બાહ્ય કારણ મનોવર્ગણાનું આલંબન છે અને આભ્યન્તર કારણ વીર્યાન્તરાયકર્મનો ક્ષય ક્ષયોપશમ તથા નોઈન્દ્રિયાવરણકર્મનો ક્ષય ક્ષયોપશમ (મનોલબ્ધિ ) છે.
(2) બાહ્ય અને આભ્યન્તર કારણોથી જન્ય, આત્માનો ભાષાભિમુખ ઠેશપરિસ્પદ જ વચનયોગ છે. તેનું બાહ્ય કારણ પુગલવિપાકી શારીરનામકર્મના ઉદયથી થનાર વચનવર્ગણાનું આલંબન છે અને આભ્યન્તર કારણ વિર્યા રાયર્મનો ક્ષયક્ષયોપશમ તથા મતિજ્ઞાનાવરણ અને અક્ષરશ્રુતજ્ઞાનાવરણ આદિ કર્મનો ક્ષયયોપશમ (વચનલબ્ધિ) છે.
(3) બાહ્ય અને આભ્યન્તર કારણોથી જન્ય, ગમનાદિવિષયક આત્માનો પ્રદેશપરિસ્પન્ક કાયયોગ છે. તેનું બાહ્ય કારણ કોઈ ને કોઈ પ્રકારની શરીરવર્ગણાનું આલંબન છે અને આભ્યન્તર કારણ વીર્યાન્તરાયકર્મનો ક્ષયક્ષયોપશમ છે.
જો કે તેરમા અને ચૌદમા એ બન્ને ગુણસ્થાનોના સમયમાં વીર્યાન્તરાયકર્મના ક્ષયરૂપ આભ્યન્તર કારણ સમાન જ છે પરંતુ વર્ગણાલમ્બનરૂપ બાહ્ય કારણ સમાન નથી અર્થાત્ તે તેરમાં ગુણસ્થાનના સમયમાં હોય છે પણ ચૌદમાં ગુણસ્થાનના સમયમાં હોતું નથી. તેથી તેરમા ગુણસ્થાનમાં યોગવિધિ હોય છે, ચૌદમામાં હોતી નથી. આના માટે જુઓ તત્ત્વાર્થરાજવાર્તિક 6.1.10.
યોગના વિષયમાં રાંક-સમાધાન - (1) એક શંકા એ થાય છે કે મનોયોગ અને વચનયોગ બન્ને કાયયોગ જ છે, કેમ કે આ બન્નેના યોગો વખતે શરીરનો વ્યાપાર અવશ્ય થતો જ હોય છે અને આ બે યોગોના આલંબનભૂત મનોદ્રવ્ય અને ભાષાદ્રવ્યનું ગ્રહણ પણ કોઈ ને કોઈ જાતના શારીરિક યોગથી જ થાય છે.
આનું સમાધાન એ જ છે કે મનોયોગ તથા વચનયોગ એ બન્ને કાયયોગથી જુદા નથી પણ કાયયોગવિરોષ જ છે. જે કાયયોગ મનન કરવામાં સહાયક બને છે તે જ તે વખતે મનોયોગ મનાયો છે. અને જે કાયયોગ ભાષા બોલવામાં સહકારી બને છે તે જ તે વખતે વચનયોગ મનાયો છે. સારાંશ એ કે વ્યવહાર માટે જ કાયયોગના ત્રણ ભેદો કરવામાં આવ્યા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org