________________
યતુર્થકર્મગ્રન્થપરિશીલન
(2) બીજી શંકા એ પણ થાય છે કે ઉપર જણાવેલી રીતે તો શ્વાસોચ્છ્વાસમાં સહાયક બનનારા કાયયોગને ‘શ્વાસોચ્છ્વાસયોગ’ કહેવો જોઈએ અને આમ ત્રણના બદલે ચાર યોગ માનવા જોઈએ.
આનું સમાધાન એ આપવામાં આવ્યું છે કે વ્યવહારમાં જેમ ભાષાનું અને મનનું વિશિષ્ટ પ્રયોજન જણાય છે તેમ શ્વાસોચ્છ્વાસનું જણાતું નથી. અર્થાત્ શ્વાસોચ્છ્વાસ અને શરીરના પ્રયોજનો એવાં ભિન્ન નથી જેવાં રારીર અને મન-વચનનાં છે. આ કારણે ત્રણ જ યોગ માનવામાં આવ્યા છે. આ વિષયના વિરોષ વિચાર માટે વિશેષાવશ્યકભાષ્ય ગાથા 356-364 તથા લોકપ્રકાશ સર્ગ 3 શ્લોક 1354-1355ની વચ્ચેનો ગદ્યભાગ જોવો જોઈએ.
દ્રવ્યમન, દ્રવ્યવયન અને શરીરનું સ્વરૂપ - (1) જે પુદ્ગલો મન બનવાને યોગ્ય હોય છે, જેમને શાસ્ત્રમાં મનોવર્ગણા કહે છે, તેઓ જ્યારે મનરૂપે પરિણત થાય છે વિચાર કરવામાં સહાયક બની રાકે એવી સ્થિતિને પામે છે ત્યારે તેમને મન કહે છે. શરીરમાં દ્રવ્યમનને રહેવાનું કોઈ ખાસ સ્થાન તથા તેનો નિયત આકાર શ્વેતામ્બર ગ્રન્થોમાં નથી. શ્વેતામ્બર સંપ્રદાય અનુસાર દ્રવ્યમનને શરીરવ્યાપી અને શરીરાકાર સમજવું જોઈએ. દિગમ્બર સંપ્રદાયમાં તેનું સ્થાન હૃદય મનાયું છે તથા તેનો આકાર કમલના જેવો મનાયો છે.
૨૧
(2) વચનરૂપમાં પરિણત એક પ્રકારના પુગલો જેમને ભાષાવર્ગણા કહે છે તેઓ જ વચન કહેવાય છે.
-
(3) જેના દ્વારા હરવુંકરવું, ખાવુંપીવું આદિ થઈ શકે છે, જે સુખદુઃખ ભોગવવાનું સ્થાન છે અને જે ઔદારિક, વૈક્રિય, આદિ વર્ગણાઓથી બને છે તે શરીર કહેવાય છે. (8) સમ્યક્ત્વ
(1) સમ્યક્ત્વ સહેતુક છે યા નિર્હેતુક ?
(2) ક્ષાયોપશમિક આદિ ભેદોનો આધાર શું છે ?
તેનું સ્વરૂપ વિશેષ પ્રકારથી જાણવા માટે નિમ્નલિખિત કેટલીક વાતોનો વિચાર કરવો ઉપયોગી છે :
(3) ઔપામિક સમ્યક્ત્વ અને ક્ષાયોપરામિક સમ્યક્ત્વ વચ્ચેનું અન્તર તથા ક્ષાયિક સમ્યક્ત્વની વિશેષતા.
Jain Education International
(4) શંકા-સમાધાન, વિપાકોદય અને પ્રદેશોયનું સ્વરૂપ.
(5) ક્ષયોપરામ અને ઉપરામની વ્યાખ્યા તથા તેનો ખુલાસાવાર વિચાર.
(1) સમ્યક્ત્વપરિણામ સહેતુક છે કે નિર્હેતુક છે ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે તેને નિર્દેતુક ન માની શકાય કેમ કે જે વસ્તુ નિર્હેતુક હોય તે સર્વ કાલમાં સર્વ સ્થળે એક્સરખી જ હોવી જોઈએ અથવા તો તેનો અભાવ હોવો જોઈએ. સમ્યક્ત્વપરિણામ ન તો બધામાં સમાન છે અને ન તો તેનો અભાવ છે. તેથી તેને સહેતુક જ માનવો જોઈએ. સહેતુક માની
For Private & Personal Use Only
www.jainelibrary.org