________________
ચતુર્થકર્મગ્રન્થપરિશીલન (4) અપર્યાસ
૭૫
(ક) અપર્યાપ્તના બે પ્રકાર છે - (1) લબ્ધિઅપર્યાપ્ત અને (2) કરણઅપર્યાસ. તેવી જ રીતે (ખ) પર્યાસના પણ બે ભેદ છે (1) લબ્ધિપર્યાસ અને (2) રણપર્યાસ.
(ક) 1 - જે જીવો અપર્યાસનામકર્મના ઉદયના કારણે એવી શક્તિવાળા હોય કે જેથી સ્વયોગ્ય પ્રાપ્તિઓને પૂર્ણ ર્યા વિના જ મરી જાય તે લબ્ધિઅપર્યાસ છે.
2 - પરંતુ કરણઅપર્યાસની બાબતમાં એવી વાત નથી, તેઓ પર્યાસનામકર્મના પણ ઉદયવાળા હોય છે. અર્થાત્ ભલે પર્યાસનામકર્મનો ઉદય હો કે અપર્યાપ્તનામ કર્મનો પરંતુ જ્યાં સુધી કરણોની (શરીર, ઇન્દ્રિય આદિ પર્યાસિઓની) સમાપ્તિ ન થાય ત્યાં સુધી તે જીવો ‘કરણઅપર્યાસ’ કહેવાય છે.
(ખ) 1 જેમને પર્યાઞનામકર્મનો ઉદય હોય અને એનાથી જે સ્વયોગ્ય પર્યાસિઓને પૂર્ણ ક્યા પછી જ મરે તે જીવો લબ્ધિપર્યાસ છે.
2 - કરણપર્યાસો માટે એ નિયમ નથી કે તેઓ સ્વયોગ્ય પર્યાસિઓને પૂર્ણ કરીને જ મરે. જે લબ્ધિઅપર્યાસ છે તે પણ રણપર્યાસ હોય છે જ, કેમ કે આહારપર્યાસિ બની ચૂક્યા પછી ઓછામાં ઓછી શરીરપર્યાસિ તો બની જાય છે, ત્યારથી તે જીવો કરણપર્યાસ મનાય છે. એ નિયમ તો છે જ કે લબ્ધિઅપર્યાસ પણ ઓછામાં ઓછી આહાર, શરીર અને ઇન્દ્રિય એ ત્રણ પર્યાસિઓને પૂર્ણ કર્યા વિના મરતા નથી. આ નિયમના અંગે શ્રીમલયગિરિજીએ નન્દીસૂત્રની ટીકા પૃ. 105માં આ પ્રમાણે લખ્યું છે यस्मादागामिभवायुर्बध्वा म्रियन्ते सर्व एव देहिनः तच्चाहारशरीरेन्द्रियपर्याप्तिपर्याप्तानामेव बध्यते इति । અર્થાત્ બધા પ્રાણી આગલા ભવનું આયુ બાંધીને જ મરે છે, બાંધ્યા વિના મરતાં નથી. આયુ ત્યારે બાંધી શકાય છે જ્યારે આહાર, રારીર અને ઇન્દ્રિય એ ત્રણ પર્યાપ્તિઓ પૂર્ણ બની ચૂકી હોય.
આ વાતનો ખુલાસો શ્રીવિનયવિજયજીએ લોકપ્રકારા સર્ગ 3 શ્લોક 31માં આ પ્રમાણે કર્યો છે - જે જીવ લબ્ધિઅપર્યાસ છે તે પણ પહેલી ત્રણ પર્યાપ્તિઓને પૂર્ણ કરીને જ અગ્રિમ ભવની આયુ બાંધે છે. અન્તર્મુહૂર્ત સુધી આયુબન્ધ કરીને પછી તેના જધન્ય અબાધાકાલને, જે અન્તર્મુહૂર્તનો મનાયો છે તેને, વિતાવે છે; ત્યાર પછી મરીને તે ગત્યન્તરમાં જઈ શકે છે. જે અગ્રિમ આયુને બાંધતો નથી અને તેના અબાધાકાળને પૂરો કરતો નથી તે મરી જ રાતો નથી.
દિગમ્બર સાહિત્યમાં ‘કરણઅપર્યાસ’ના બદલે ‘નિવૃત્તિઅપર્યાપ્ત’ રાખ્ત મળે છે. અર્થમાં પણ થોડોક ફરક છે. ‘નિવૃત્તિ’ શબ્દનો અર્થ શરીર જ કરવામાં આવ્યો છે. તેથી શરીરપર્યાસિ પૂર્ણ ન થાય ત્યાં સુધી જ દિગમ્બર સાહિત્ય જીવને નિવૃત્તિઅપર્યાસ કહે છે: શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા પછી દિગમ્બર સાહિત્ય નિવૃત્તિઅપર્યાપ્તનો વ્યવહાર કરવાની
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International