________________
ચતુર્યકર્મગ્રન્યપરિશીલન ગુણસ્થાનનું સ્વરૂપ કંઈક વિસ્તારથી આલેખવામાં આવે છે. સાથે સાથે એ પણ દર્શાવવામાં આવશે કે જેનશાસ્ત્રની જેમ વૈદિક તથા બૌદ્ધ શાસ્ત્રમાં પણ આધ્યાત્મિક વિકાસનું કેવું વર્ણન છે. જો કે એવું કરવામાં કંઈક વિસ્તાર અવશ્ય થઈ જશે તેમ છતાં નીચે લખવામાં આવેલા વિચારથી જિજ્ઞાસુઓની જો થોડી પણ જ્ઞાનવૃદ્ધિ તથા રુચિશુદ્ધિ થઈ તો સમજવામાં આવશે કે આ વિચારલેખન અનુપયોગી નથી જ. ગુણસ્થાનનું વિરોષ સ્વરૂપ
ગુણોનાં (આત્મશક્તિઓના) સ્થાનોને અર્થાત્ વિકાસની ક્રમિક અવસ્થાઓને ગુણસ્થાન કહે છે. જેને શાસ્ત્રમાં ગુણસ્થાન એ પારિભાષિક શબ્દનો અર્થ આત્મિક શક્તિઓના આવિર્ભાવની - અર્થાત્ તે શક્તિઓની શુદ્ધ કાર્યરૂપમાં પરિણત થતા રહેવાની - તરતમભાવાપન્ન અવસ્થાઓ છે. આત્માનું વાસ્તવિક સ્વરૂપ શુદ્ધ ચેતનામય અને પૂર્ણાનન્દમય છે. પરંતુ તેના ઉપર જ્યાં સુધી તીવ્ર આવરણોનાં ગાઢ વાદળોની ઘટા છવાઈ હોય ત્યાં સુધી તેનું અસલ સ્વરૂપે દેખાતું નથી. પરંતુ આવરણો કમશઃ શિથિલ યા નષ્ટ થતાં જ તેનું અસલ સ્વરૂપ પ્રકટ થાય છે. જ્યારે આવરણોની તીવ્રતા છેલ્લી હદની હોય ત્યારે આત્મા પ્રાથમિક અવસ્થામાં - અવિકસિત અવસ્થામાં પડ્યો રહે છે. અને જ્યારે આવરણ સાવ નાશ પામી જાય છે ત્યારે આત્મા ચરમ અવસ્થામાં શુદ્ધ સ્વરૂપની પૂર્ણતામાં વર્તતો થઈ જાય છે. જેમ જેમ આવરણોની તીવ્રતા ઓછી થતી જાય છે તેમ તેમ આત્મા પણ પ્રાથમિક અવસ્થા છોડીને ધરિ ધીરે શુદ્ધ સ્વરૂપને પામતો ચરમ અવસ્થા ભણી પ્રસ્થાન કરે છે. પ્રસ્થાન વખતે આ બે અવસ્થાઓની વચ્ચે તેને અનેક નીચી-ઊંચી અવસ્થાઓનો સામનો કરવો પડે છે. પ્રથમ અવસ્થાને અવિકાસની અથવા અધઃપતનની પરાકાષ્ઠા અને ચરમ અવસ્થાને વિકાસની યા ઉત્ક્રાન્તિની પરાક્ષ8ા સમજવી જોઈએ. આ વિકાસમની મધ્યવર્તિની બધી અવસ્થાઓને અપેક્ષાએ ઉચ્ચ પણ કહી શકીએ અને નીચ પણ અર્થાત્ મધ્યવર્તિની કોઈ પણ અવસ્થા પોતાની ઉપરની અવસ્થાની અપેક્ષાએ નીચ અને પોતાની નીચેની અવસ્થાની અપેક્ષાએ ઉચ્ચ કહી શકાય. વિકાસ ભણી અગ્રેસર થયેલો આત્મા વસ્તુતઃ ઉક્ત પ્રકારની સંખ્યાતીત આધ્યાત્મિક ભૂમિકાઓનો અનુભવ કરે છે. પરંતુ જૈન શાસ્ત્રમાં સંક્ષેપમાં વર્ગીકરણ કરીને તેમના ચૌદ વિભાગ કરવામાં આવ્યા છે જે “ચૌદ ગુણસ્થાન” કહેવાય છે.
બધાં આવરણોમાં મોહનું આવરણ પ્રધાન છે. અર્થાત્ જ્યાં સુધી મોહ બળવાન અને તીવ્ર હોય ત્યાં સુધી બીજાં બધાં આવરણો બળવાન અને તીવ્ર જ રહે છે. તેનાથી ઊલટું, મોહ નિર્બળ થતાં જ અન્ય આવરણોની પણ તેવી જ દશા થઈ જાય છે. તેથી આત્માનો વિકાસ કરવામાં મુખ્ય બાધક મોહની પ્રબળતા અને મુખ્ય સહાયક મોહની નિર્બળતા સમજવી જોઈએ. આ કારણે ગુણસ્થાનોની કલ્પના અર્થાત્ વિકાસકામગત અવસ્થાઓની કલ્પના મોહશક્તિની ઉત્કટતા, મન્દતા તથા અભાવ પર આધાર રાખે છે.
મોહની પ્રધાન શક્તિઓ બે છે. તે બેમાંથી પહેલી શક્તિ આત્માને દર્શન અર્થાત્ સ્વરૂપપરરૂપનો નિર્ણય અથવા જડચેતનનો વિભાગ યા વિવેક કરવા દેતી નથી. અને બીજી શક્તિ આત્માને વિવેક પ્રાપ્ત કરી લીધા પછી પણ તદનુસાર પ્રવૃત્તિ અર્થાત્ અધ્યાસપરિણતિથી છૂટીને સ્વરૂપલાભ કરવા દેતી નથી. વ્યવહારમાં ડગલે ને પગલે એવું જોવામાં આવે છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org