________________
४२
.
પંચકર્મગ્રન્યપરિશીલન છે. બીજો હિસ્સો નવમી ગાથાથી ચુંમાળીસમી ગાથા સુધીનો છે, જેમાં મુખ્યપણે માર્ગણાસ્થાનને લઈને તેની સાથે સંબંધ ધરાવનાર છ વિષયોનું વર્ણન કરવામાં આવ્યું છે. ત્રીજો હિસ્સો પિસ્તાળીસમી ગાથાથી ત્રેસઠમી ગાથા સુધીનો છે, જેમાં મુખ્યપણે ગુણસ્થાનને લઈને તેના આશ્રયથી ઉક્ત દસ વિષયોનું વર્ણન કરવામાં આવ્યું છે. ચોથો હિસ્સો ચોસઠમી ગાથાથી સિત્તેરમી ગાથા સુધીનો છે, જેમાં કેવળ ભાવોનું જ વર્ણન છે. પાંચમો હિસ્સો ઈકોતેરમી ગાથાથી છાશીમી ગાથા સુધીનો છે, જેમાં કેવળ સંખ્યાનું જ વર્ણન છે. સંખ્યાના વર્ણનની સાથે જ ગ્રન્ય સમાપ્ત થાય છે. - જીવસ્થાન આદિ ઉક્ત મુખ્ય તથા ગૌણ વિષયોનું સ્વરૂપ પહેલી ગાથાના ભાવાર્થમાં લખી દીધું છે, તેથી પુનઃ અહીં લખવાની જરૂરત નથી, તેમ છતાં એ લખી જણાવવું આવશ્યક છે કે પ્રસ્તુત ગ્રન્થ રચવાનો ઉદ્દેશ્ય જે ઉપર જણાવ્યો છે તેની સિદ્ધિ જીવસ્થાન આદિ ઉક્ત વિષયોના વર્ણનથી કેવી રીતે થઈ શકે છે. - જીવસ્થાન, માર્ગણાસ્થાન, ગુણસ્થાન અને ભાવ એ સાંસારિક જીવોની વિવિધ અવસ્થાઓ છે. જીવસ્થાનના વર્ણનથી એ જાણી શકાય છે કે જીવસ્થાનરૂપ ચૌદ અવસ્થાઓ જાતિસાપેક્ષ છે અર્થાત્ શારીરિક રચનાના વિકાસ પર તેમજ ઇન્દ્રિયોની ચૂનાધિક સંખ્યા પર નિર્ભર છે. તેથી આ બધી ચૌદ અવસ્થાઓ કર્મક્ત યા વૈભવિક છે અને આ કારણે જ છેવટે હેય છે. માર્ગણાસ્થાનના બોધથી એ જ્ઞાન થઈ જાય છે કે બધી માર્ગણાઓ જીવની સ્વાભાવિક અવસ્થારૂપ નથી. કેવલજ્ઞાન, કેવલદર્શન, ક્ષાયિક સમ્યત્વ, ક્ષાયિક ચારિત્ર અને અનાહારત્વ સિવાયની બીજી બધી માર્ગણાઓ ઓછેવત્તે અંશે અસ્વાભાવિક છે. તેથી સ્વરૂપની પૂર્ણતાના ઇચ્છુક જીવો માટે છેવટે તે હેય છે. ગુણસ્થાનના પરિજ્ઞાનથી એ જ્ઞાત થઈ જાય છે કે ગુણસ્થાન એ તો આધ્યાત્મિક ઉત્સાત્તિ કરતા આત્માની ઉત્તરોત્તર વિકાસ સૂચક ભૂમિકાઓ છે. પૂર્વ પૂર્વ ભૂમિકાના સમયે ઉત્તર ઉત્તર ભૂમિકા ઉપાદેય હોવા છતાં પણ પરિપૂર્ણ વિકાસ થઈ જવાથી તે બધી ભૂમિકાઓ આપોઆપ છૂટી જાય છે. ભાવોની જાણકારીથી એ નિશ્ચય થઈ જાય છે કે ક્ષાયિક ભાવોને છોડીને બીજા બધા ભાવો, ભલે ને ઉત્ક્રાન્તિકાળમાં ઉપાદેય કેમ ન હોય, પણ છેવટે તો હેય જ છે. આ રીતે જીવનું સ્વાભાવિક સ્વરૂપ શું છે અને અસ્વાભાવિક રૂપ શું છે એનો વિવેક કરવા માટે જીવસ્થાન આદિ ઉક્ત વિચાર, જે પ્રસ્તુત ગ્રન્થમાં કરવામાં આવ્યો છે તે, આધ્યાત્મિક વિદ્યાના અભ્યાસીઓ માટે અત્યન્ત ઉપયોગી છે.
આધ્યાત્મિક ગ્રન્થ બે પ્રકારના છે. એક તો એવા છે જે ફક્ત આત્માના શુદ્ધ સ્વરૂપનું જ વર્ણન કરે છે, જ્યારે બીજા અશુદ્ધ તથા મિશ્રિત સ્વરૂપનું વર્ણન કરે છે. પ્રસ્તુત ગ્રન્થ બીજી કોટિનો છે. અધ્યાત્મવિદ્યાના પ્રાથમિક અને માધ્યમિક અભ્યાસીઓ માટે આ બીજી કોટિના ગ્રન્થો વિશેષ ઉપયોગી છે, કેમ કે તે અભ્યાસીઓની દષ્ટિ વ્યવહારપરાયણ હોવાના કારણે આવા ગ્રન્યો દ્વારા જ ક્રમશઃ કેવળ પારમાર્થિક સ્વરૂપગ્રાહિણી બનાવી શકાય.
આધ્યાત્મિક વિદ્યાના પ્રત્યેક અભ્યાસીની એ સ્વાભાવિક જિજ્ઞાસા હોય છે કે આત્મા કેવી રીતે અને ક્યા કમે આધ્યાત્મિક વિકાસ કરે છે તથા આત્માને વિકાસના સમયગાળામાં કેવી કેવી અવસ્યાઓનો અનુભવ થાય છે. આ જિજ્ઞાસાની પૂર્તિની દષ્ટિએ જોઈએ તો અન્ય વિષયોની અપેક્ષાએ ગુણસ્થાનનું મહત્ત્વ અધિક છે. આ ખ્યાલથી અહીં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org