________________
૫૪
પંચકર્મગ્રન્યપરિશીલન જ તેનો અધિકારી બને છે. અધઃપતન મોહના ઉદ્દેથી થાય છે. તેથી આ ગુણસ્થાનના સમયે મોહની તીવ્ર કાષાયિક શક્તિનો આવિર્ભાવ હોય છે. ખીર આદિ મિષ્ટ ભોજન કર્યા પછી જો વમન થઈ જાય તો મુખમાં એક જાતનો વિલક્ષણ સ્વાદ અર્થાત્ ન અતિ મધુર ન અતિ અલ્લ જેવો અનુભવાય છે. તેવી જ રીતે બીજા ગુણસ્થાનના સમયે આધ્યાત્મિક સ્થિતિ વિલક્ષણ હોય છે, કેમકે તે વખતે આત્મા ન તો તત્ત્વજ્ઞાનની નિશ્ચિત ભૂમિકા ઉપર છે કે ન તો તત્ત્વજ્ઞાનસૂચની નિશ્ચિત ભૂમિકા પર છે. અથવા જેમ કોઈ વ્યક્તિ ચડવાની સીડી ઉપરથી લપસીને જ્યાં સુધી જમીન પર પડી સ્થિર થતો નથી ત્યાં સુધી વચમાં એક વિલક્ષણ અવસ્થાનો અનુભવ કરે છે તેવી જ રીતે સમ્યકત્વથી શ્રુત થઈને મિથ્યાત્વ પ્રાપ્ત કરવા સુધીમાં અર્થાત્ વચમાં આત્મા એક વિલક્ષણ આધ્યાત્મિક અવસ્થાનો અનુભવ કરે છે. આ વાત આપણા આ વ્યાવહારિક અનુભવથી પણ પ્રસિદ્ધ છે કે જ્યારે કોઈ નિશ્ચિત ઉન્નત અવસ્થામાંથી પડીને કોઈ નિશ્ચિત અવનત અવસ્થા પ્રાપ્ત કરવામાં આવે છે ત્યારે વચમાં એક વિલક્ષણ પરિસ્થિતિ ખડી થાય છે. - ત્રીજું ગુણસ્થાન આત્માની તે મિશ્રિત અવસ્થાનું નામ છે જેમાં ન તો કેવળ સમ્યફ દષ્ટિ હોય છે કે ન તો કેવળ મિથ્યા દષ્ટિ હોય છે, પરંતુ આત્મા તેમાં દોલાયમાન આધ્યાત્મિક સ્થિતિવાળો બની જાય છે. તેથી તેની બુદ્ધિ સ્વાધીન ન હોવાના કારણે સદેહરશીલ હોય છે અર્થાત્ તેની સમક્ષ જે કંઈ આવ્યું તે બધું તેને સત્ય લાગે છે. ન તો તે તત્ત્વને એકાન્ત અતસ્વરૂપે જ જાણે છે કે ન તો તે તત્ત્વ-અતત્ત્વનો વાસ્તવિક પૂર્ણ વિવેક કરી શકે છે.
કોઈ ઉત્સાત્તિ કરતો આત્મા પ્રથમ ગુણસ્થાનથી નીકળીને સીધો જ ત્રીજા ગુણસ્થાનને પ્રાપ્ત કરે છે અને કોઈ અવક્રાન્તિ કરતો આત્મા પણ ચતુર્થ આદિ ગુણસ્થાનથી નીચે પડીને ત્રીજા ગુણસ્થાનને પ્રાપ્ત કરે છે. આ રીતે ઉત્ક્રાંતિ કરતા અને અવક્રાતિ કરતા એમ બન્ને પ્રકારના આત્માઓનું આશ્રયસ્થાન આ ત્રીજું ગુણસ્થાન છે. બીજા ગુણસ્થાનથી ત્રીજા ગુણસ્થાનની આ જ વિરોષતા છે.
ઉપર આત્માની જે ચૌદ અવસ્થાઓનો વિચાર કર્યો છે તેમનું તથા તેમની અન્તર્ગત અવાન્તર અવસ્થાઓનું બહુ સંક્ષેપમાં વર્ગીકરણ કરીને શાસ્ત્રમાં શરીરધારી આત્માની ફક્ત ત્રણ અવસ્થાઓ દર્શાવી છે - (1) બહિરાત્મઅવસ્થા (2) અન્તરાત્મઅવસ્થા અને (3) પરમાત્મઅવસ્થા.
પહેલી અવસ્થામાં આત્માનું વાસ્તવિક અર્થાત્ વિશુદ્ધ રૂ૫ અત્યન્ત આછન્ન રહે છે, જેના કારણે આત્મા મિથ્યાધ્યાસવાળો બનીને પૌદ્ગલિક વિલાસોને જ સર્વસ્વ માની લે છે અને તેમની પ્રાપ્તિ માટે સંપૂર્ણ શક્તિનો વ્યય કરે છે.
બીજી અવસ્થામાં આત્માનું વાસ્તવિક સ્વરૂપ પૂર્ણપણે તો પ્રકટ થતું નથી પરંતુ તેના ઉપરનું આવરણ ગાઢ ન હોતાં શિથિલ, શિથિલતર, શિથિલતમ બની જાય છે, જેના કારણે તેની દષ્ટિ પૌદ્ગલિક વિલાસો તરફથી પાછી વળીને શુદ્ધ સ્વરૂપની તરફ લાગી જાય છે. તેથી તેની દષ્ટિમાં શરીર આદિની જીર્ણતા યા નવીનતા એ પોતાની જીર્ણતા યા નવીનતા નથી. આ બીજી અવસ્થા જ ત્રીજી અવસ્થાનું દઢ સોપાન છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org