Book Title: Panchkarmagranthparishilan
Author(s): Nagin J Shah
Publisher: Jagruti Dilip Sheth Dr

View full book text
Previous | Next

Page 73
________________ પંચકર્મગ્રન્યપરિશીલન યોગસંબંધી વિચાર ગુણસ્થાન અને યોગના વિચારમાં શું અન્તર છે? ગુણસ્થાનના અર્થાત્ અજ્ઞાન તથા જ્ઞાનની ભૂમિકાઓના વર્ણનથી જાણવા મળે છે કે આત્માનો આધ્યાત્મિક વિકાસ ક્યા કેમ થાય છે અને યોગના વર્ણનથી એ જાણવા મળે છે કે મોક્ષનું સાધન ક્યું છે? અર્થાત્ ગુણસ્થાનમાં આધ્યાત્મિક વિકાસના કમનો વિચાર મુખ્ય છે અને યોગમાં મોક્ષના સાધનનો વિચાર મુખ્ય છે. આમ બન્નેનાં મુખ્ય પ્રતિપાદ્ય તત્ત્વો ભિન્ન ભિન્ન હોવા છતાં પણ એકના વિચારમાં બીજાની છાયા અવશ્ય આવી જાય છે, કેમ કે કોઈ પણ આત્મા મોક્ષના અન્તિમ અર્થાત્ અનન્તર યા અવ્યવહિત સાધનને પ્રથમ જ પ્રાપ્ત નથી કરી શકતો કિન્તુ વિકાસના કમાનુસાર ઉત્તરોત્તર સંભવિત સાધનોને સોપાનપરંપરાની જેમ પ્રાપ્ત કરતો છેવટે ચરમ સાધનને પ્રાપ્ત કરે છે. તેથી યોગના મોક્ષસાધનવિષયક વિચારમાં આધ્યાત્મિક વિકાસના કમની છાયા આવી જ જાય છે. તેવી જ રીતે આધ્યાત્મિક વિકાસ ક્યા ક્રમે થાય છે એનો વિચાર કરતી વખતે આત્માના શુદ્ધ, શુદ્ધતર, શુદ્ધતમ પરિણામો જે મોક્ષના સાધનભૂત છે તેમની છાયા આવી જ જાય છે. તેથી ગુણસ્થાનના વર્ણનપ્રસંગે યોગનું સ્વરૂપ સંક્ષેપમાં દર્શાવી દેવું અપ્રાસંગિક નથી. યોગ કોને કહે છે ? આત્માનો જે ધર્મવ્યાપાર મોક્ષનો મુખ્ય હેતુ હોય અર્થાત્ ઉપાદાનકારણ હોય તથા વિલંબ વિના ફળ દેનાર હોય તેને યોગ કહે છે.... આવો વ્યાપાર પ્રણિધાન આદિ શુભ ભાવ યા શુભભાવપૂર્વક કરવામાં આવતી ક્રિયા છે.37 પાતંજલ દર્શનમાં ચિત્તની વૃત્તિઓના નિરોધને યોગ કહ્યો છે. તેની પણ તે જ મતલબ છે, અર્થાત્ એવો નિરોધ મોક્ષનું મુખ્ય કારણ છે, કેમ કે તેની સાથે કારણ અને કાર્યરૂપે શુભ ભાવનો અવશ્ય સંબંધ હોય છે. યોગનો આરંભ ક્યારથી થયો ગણાય? આત્મા અનાદિકાળથી જન્મમૃત્યુના પ્રવાહમાં પડેલો છે અને તેમાં અનેક જાતના વ્યાપારો કરતો રહે છે. તેથી પ્રશ્ન એ પેદા થાય છે કે તેના વ્યાપારને ક્યારથી યોગસ્વરૂપ માનવામાં આવે ? આનો ઉત્તર શાસ્ત્રમાં9 એ આપવામાં આવ્યો છે કે જ્યાં સુધી આત્મા મિથ્યાત્વથી વ્યાપ્ત બુદ્ધિવાળો અને તેથી દિલ્મઢની જેમ ઊલટી દિશામાં ગતિ કરનારો અર્થાત્ આસ્થાથી - લક્ષ્યથી ભ્રષ્ટ હોય ત્યાં સુધી તેનો વ્યાપાર પ્રણિધાન આદિ શુભયોગ 36. મોક્ષે યોગનવ યોજી દ્વત્ર નિરખ્યતે | નક્ષ તેન તન્મય,વ્યાપરતામ્ય તુ |યોગલક્ષણદ્ધાત્રિશિકા. 37. પ્રધાન પ્રવૃત્તિ તથા વિનત્રિધા | सिद्धिश्च विनियोगश्च एते कर्मशुभाशयाः ।।10।। एतैराशययोगैस्तु विना धर्माय न क्रिया । પ્રત્યુત પ્રત્યTયાય સમિશ્નોવિજ્યા તથા 16II એજન. 38. યશ્ચિત્તવૃત્તિનિરોધઃ | પાતંજલયોગસૂત્ર, પાદ | સૂત્ર 2. 39. મુક્યત્વે ચીન્તરક્રવાત નાક્ષેપર્વે ર્શિતમ્ | રામે પુનીવર્તે યત તસ્ય સમવ: 20 न सन्मार्गाभिमुख्यं स्यादावर्तेषु परेषु तु । મિથ્યછિન્નેવુદ્ધીના રિમૂજાનામિાકિનામુ 3. યોગલક્ષણધ્રાäિશિકા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130