________________
ચતુર્થકર્મગ્રન્થપરિશીલન વિષયપ્રવેશ
જિજ્ઞાસુઓ જ્યાં સુધી કોઈ પણ ગ્રન્થના પ્રતિપાદ્ય વિષયનો પરિચય કરી લેતા નથી ત્યાં સુધી તે ગ્રન્થમાં પ્રવૃત્ત થતા નથી. આ નિયમ અનુસાર પ્રસ્તુત ગ્રન્થના અધ્યયનમાં યોગ્ય અધિકારીઓને પ્રવૃત્ત કરવા માટે એ આવશ્યક છે કે શરૂઆતમાં પ્રસ્તુત ગ્રન્થના વિષયનો પરિચય કરાવવામાં આવે. આને ‘વિષયપ્રવેરા’ કહે છે.
વિષયનો પરિચય સામાન્ય અને વિરોષ એમ બે રીતે કરાવી શકાય :
(ક) ગ્રન્થની રચનાનું તાત્પર્ય શું છે, તેનો મુખ્ય વિષય ક્યો છે, તેટલા વિભાગોમાં વિભક્ત છે, પ્રત્યેક વિભાગ સાથે સંબંધ ધરાવતા અન્ય કેટલા અને ક્યા વિષયો છે, ઇત્યાદિનું વર્ણન કરીને ગ્રન્થના શબ્દાત્મક કલેવરની સાથે વિષયરૂપ આત્માના સંબંધનું સ્પષ્ટીકરણ કરી દેવું અર્થાત્ ગ્રન્થના પ્રધાન અને ગૌણ વિષયો ક્યા ક્યા છે તથા ક્યા ક્રમે તેમનું વર્ણન કરવામાં આવ્યું છે એનો નિર્દેશ કરી દેવો એ વિષયનો સામાન્ય પરિચય છે.
(ખ) લક્ષણ દ્વારા પ્રત્યેક વિષયનું સ્વરૂપ દર્શાવવું એ તેનો વિશેષ પરિચય છે.
પ્રસ્તુત ગ્રન્થના વિષયનો પરિચય તો તે તે વિષયના વર્ણનસ્થાનમાં યથાસંભવ મૂલમાં અથવા વિવેચનમાં કરાવી દીધો છે. તેથી અહીં વિષયનો સામાન્ય પરિચય કરાવવો જ આવશ્યક અને ઉપયુક્ત છે.
૪૧
પ્રસ્તુત ગ્રન્થ રચવાનું તાત્પર્ય એ છે કે સાંસારિક જીવોની ભિન્ન ભિન્ન અવસ્થાઓનું વર્ણન કરીને એ દર્શાવવામાં આવે કે અમુક અમુક અવસ્થાઓ ઔપાધિક, વૈભાવિક અથવા ર્મત હોવાથી અસ્થાયી તથા હેય છે, અને અમુક અમુક અવસ્થાઓ સ્વાભાવિક હોવાથી સ્થાયી તથા ઉપાદેય છે. તે ઉપરાંત એ પણ દર્શાવવું છે કે જીવનો સ્વભાવ પ્રાયઃ વિકાસ કરવાનો છે. તેથી તે પોતાના સ્વભાવ અનુસાર કેવી રીતે વિકાસ કરે છે અને તે દ્વારા ઔપાધિક અવસ્થાઓને ત્યાગીને કેવી રીતે સ્વાભાવિક રાક્તિઓનો આવિર્ભાવ કરે છે.
આ ઉદ્દેશ્યને સિદ્ધ કરવા માટે પ્રસ્તુત ગ્રન્થમાં મુખ્યપણે પાંચ વિષયો વર્ણવાયા છે(1) જીવસ્થાન, (2) માર્ગણાસ્થાન, (3) ગુણસ્થાન, (4) ભાવ અને (5) સંખ્યા.
આ પાંચમાંથી પ્રથમ મુખ્ય ત્રણ વિષયોની સાથે અન્ય વિષયોનું વર્ણન કરવામાં આવ્યું છે. જીવસ્થાનમાં (1) ગુણસ્થાન, (2) યોગ, (3) ઉપયોગ, (4) લેશ્યા, (5) બન્ધ, (6) ઉદય, (7) ઉદીરણા, અને (8) સત્તા આ આઠ વિષયોનું વર્ણન છે. માર્ગણાસ્થાનમાં (1) જીવસ્થાન, (2) ગુણસ્થાન, (3) યોગ, (4) ઉપયોગ (5) લેયા અને (6) અલ્પબહુત્વ આ છ વિષયોનું વર્ણન છે. અને ગુણસ્થાનમાં (1) જીવસ્થાન, (2) યોગ, (3) ઉપયોગ, (4) લેયા, (5) બહેતુ, (6) બન્ધ, (7) ઉય, (૪) ઉદીરણા, (9) સત્તા અને (10) અલ્પબહુત્વ આ દસ વિષયો વર્ણવાયા છે. છેલ્લા બે વિષયોનું વર્ણન અર્થાત્ ભાવ અને સંખ્યાનું વર્ણન અન્યાન્ય વિષયના વર્ણનથી મિશ્રિત નથી, અર્થાત્ તે એને લઈને અન્ય કોઈ વિષયનું વર્ણન કરવામાં આવ્યું નથી.
· આ રીતે જોઈએ તો પ્રસ્તુત ગ્રન્થના રાબ્તાત્મક કલેવરના મુખ્ય પાંચ હિસ્સા થઈ જાય છે. પહેલો હિસ્સો બીજી ગાથાથી આઠમી ગાથા સુધીનો છે, જેમાં જીવસ્થાનનું મુખ્ય વર્ણન કરીને તેની સાથે સંબંધ ધરાવનાર ઉક્ત આઠ વિષયોનું વર્ણન કરવામાં આવ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org