________________
ચતુર્થંકર્મગ્રન્થપરિશીલન
૩૯
થાય છે તેવી જ રીતે જીવસ્થાનોમાં ગુણસ્થાનોની અને ગુણસ્થાનોમાં જીવસ્થાનોની પણ જિજ્ઞાસા થાય છે. એટલું જ નહિ પણ જીવસ્થાનોમાં યોગ, ઉપયોગ આદિ અન્યાન્ય વિષયોની અને માર્ગણાસ્થાનોમાં જીવસ્થાન, યોગ, ઉપયોગ આદિ અન્યાન્ય વિષયોની તથા ગુણસ્થાનોમાં યોગ, ઉપયોગ આદિ અન્યાન્ય વિષયોની પણ જિજ્ઞાસા થાય છે. આ બધી જિજ્ઞાસાઓની પૂર્તિ કરવા માટે ચોથા કર્મગ્રન્થની રચના કરવામાં આવી છે. તેથી આ કર્મગ્રન્થમાં મુખ્યપણે જીવસ્થાન, માર્ગણાસ્થાન અને ગુણસ્થાન એ ત્રણ અધિકાર રાખવામાં આવ્યા છે અને પ્રત્યેક અધિકારમાં ક્રમશઃ આઠ, છ તથા દસ વિષયોનું વર્ણન કરવામાં આવ્યું છે જેમનો નિર્દેશ પહેલી ગાથાના ભાવાર્થમાં પૃષ્ઠ 2 પર તથા પાદટીપમાં સંગ્રહગાથાઓ દ્વારા કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પ્રસંગવરા આ ગ્રન્થમાં ગ્રન્થકારે ભાવોનો અને સંખ્યાઓનો પણ વિચાર કર્યો છે.
આ પ્રશ્ન તો થઈ જ શક્તો નથી કે ત્રીજા કર્મગ્રન્થની સંગતિ અનુસાર માર્ગણાસ્થાનોમાં માત્ર ગુણસ્થાનોનું પ્રતિપાદન કરવું આવશ્યક હોવા છતાં પણ જેવી રીતે અન્યાન્ય વિષયોનું આ ચતુર્થ કર્મગ્રન્થમાં અધિક વર્ણન કરવામાં આવ્યું છે તેવી જ રીતે બીજા પણ નવા નવા કેટલાય વિષયોનું વર્ણન આ ચતુર્થ કર્મગ્રન્થમાં કેમ કરવામાં નથી આવ્યું ? કેમ કે કોઈ પણ એક ગ્રન્થમાં બધા વિષયોનું વર્ણન અસંભવ છે. તેથી કેટલા અને ક્યા વિષયોનું ક્યા ક્રમે વર્ણન કરવું એ ગ્રન્થકારની ઇચ્છા પર નિર્ભર છે. અર્થાત્ એ બાબતમાં ગ્રન્થકાર સ્વતન્ત્ર છે. એ બાબતે નિયોગ-પર્યનુયોગ કરવાનો કોઈને અધિકાર નથી.
પ્રાચીન અને નવીન ચતુર્થ કર્મગ્રન્થ
‘ષડશીતિક’ એ મુખ્ય નામ બન્નેનું સમાન છે, કેમ કે ગાથાઓની સંખ્યા બન્નેમાં એકસરખી છાસી જ છે. પરંતુ નવીન ગ્રન્થકારે ‘સૂક્ષ્માર્થવિચાર’ એવું નામ આપ્યું છે અને પ્રાચીનની ટીકાના અન્ને ટીકાકારે પ્રાચીનનું નામ ‘આગમિકવસ્તુવિચારસાર' આપ્યું છે. નવીનની જેમ પ્રાચીનમાં પણ મુખ્ય અધિકાર જીવસ્થાન, માર્ગણાસ્થાન અને ગુણસ્થાન એ ત્રણ જ છે. ગૌણ અધિકારો પણ જેમ નવીનમાં ક્રમરાઃ આઠ, છ અને દસ છે તેમ પ્રાચીનમાં પણ તે પ્રમાણે તેટલા જ છે. ગાથાઓની સંખ્યા સરખી હોવા છતાં પણ નવીનમાં એ વિશેષતા છે કે તેમાં વર્ણનરૌલી સંક્ષિપ્ત કરીને ગ્રન્થકારે બે વધુ વિષયોનું વિસ્તારપૂર્વક વર્ણન કર્યું છે. પહેલો વિષય છે ‘ભાવ’ અને બીજો છે ‘સંખ્યા’. આ બન્ને વિષયોનું સ્વરૂપ નવીનમાં સવિસ્તર નિરૂપાયું છે જ્યારે પ્રાચીનમાં તો બિલકુલ નથી. તે સિવાય પ્રાચીન અને નવીનનું વિષયસામ્ય અને ક્રમસામ્ય પૂરેપૂરું છે. પ્રાચીન પર ટીકા, ટિપ્પણી, વિવરણ, ઉદ્ધાર, ભાષ્ય આદિ વ્યાખ્યાઓ નવીનની અપેક્ષાએ અધિક છે. હા, નવીન પર ગુજરાતી ટખાઓ લખાયા છે જ્યારે પ્રાચીન પર ગુજરાતી ટખાઓ લખાયા નથી.
આ સંબંધમાં વિરોષ જાણકારી માટે અર્થાત્ પ્રાચીન અને નવીન પર કઈ કઈ વ્યાખ્યાઓ છે ? તે વ્યાખ્યાઓ કઈ કઈ ભાષામાં છે અને કોની રચનાઓ છે ? વગેરેની જાણકારી માટે પહેલા કર્મગ્રન્થના આરંભમાં કર્મવિષયક સાહિત્યનું આપવામાં આવેલું કોક જોઈ લેવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org