________________
ચતુર્થકર્મગ્રન્યપરિશીલન ત્યાગ કરે છે અને સ્વરૂપની અભિવ્યક્તિને અનુકૂળ મનન-ચિન્તન સિવાય બીજા બધા વ્યાપારોનો ત્યાગ કરી દે છે. આ જ અપ્રમત્તસંયત નામનું સાતમું ગુણસ્થાન છે. તેમાં એક તરફ અપ્રમાદજન્ય ઉત્કટ સુખનો અનુભવ આત્માને તે જ સ્થિતિમાં ટકી રહેવા માટે ઉત્તેજિત કરે છે અને બીજી તરફ પ્રમાકજન્ય પૂર્વ વાસનાઓ તેને પોતાની તરફ ખેચે છે. આ ખેંચતાણમાં વિકાસગામી આત્મા ક્યારેક પ્રમાદની તન્દ્રા અને ક્યારેક અપ્રમાદની જાગૃતિ અર્થાત્ છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનમાં અનેક વાર આવતો-જતો રહે છે. વમળ યા વાતચક્રમાં ફસાયેલું તણખલું આમથી તેમ અને તેમાંથી આમ જેવી રીતે ચલાયમાન થતું રહે છે તેવી જ રીતે છઠ્ઠા અને સાતમાં ગુણસ્થાનના સમયે વિકાસગામી આત્મા અનવસ્થિત બની જાય છે.
પ્રમાદ સાથે ચાલતા આ આન્તરિક યુદ્ધ વખતે વિકાસગામી આત્મા જે પોતાનું ચારિત્રબળ વિશેષ પ્રકાશિત કરે તો પછી તે પ્રમાદોને - પ્રલોભનોને પાર કરીને વિશેષ અપ્રમત અવસ્થા પ્રાપ્ત કરી લે છે. આ અવસ્થાને પામીને તે એવી શક્તિવૃદ્ધિની તૈયારી કરે છે કે જેનાથી રોષ રહેલા મોહબળનો નાશ કરી શકાય. મોહ સાથે થનાર ભાવી યુદ્ધ માટે કરવામાં આવતી તૈયારીની આ ભૂમિકાને આઠમું ગુણસ્થાન કહે છે.
પહેલાં ક્યારેય ન થયેલી એવી આત્મશુદ્ધિ આ ગુણસ્થાનમાં થઈ જાય છે જેનાથી કોઈ વિકાસગામી આત્મા તો મોહના સંસ્કારોના પ્રભાવને કમશઃ દબાવતો આગળ વધે છે તથા છેવટે તેને તદ્દન જ ઉપરાન્ત કરી દે છે જ્યારે બીજો કોઈ વિશિષ્ટ આત્મશુદ્ધિવાળો વિકાસગામી આત્મા એવો પણ હોય છે જે મોહના સંસ્કારોને ક્રમશઃ જડમૂળથી ઉખાડતો આગળ વધે છે તથા છેવટે તે બધા સંસ્કારોને સર્વથા નિર્મળ જ કરી નાખે છે. આ રીતે આઠમા ગુણસ્થાનથી આગળ વધનારા અર્થાત્ અન્તરાત્મભાવના વિકાસ દ્વારા પરમાત્મભાવરૂપ સર્વોપરિ ભૂમિકાની નજીક પહોંચનારા આત્માઓ બે શ્રેણિઓમાં વિભક્ત થઈ જાય છે.
એક શ્રેણિવાળા તો એવા હોય છે કે જેઓ મોહને એક વાર સર્વથા દબાવી તો દે છે પણ તેને નિર્મળ નથી કરી શક્તા. તેથી જેવી રીતે કોઈ બંધ ડબા જેવા પાત્રમાં ભરેલી વરાળ ક્યારેક પોતાના વેગથી તે પાત્રને ઉડાડી લઈ ભાગે છે યા નીચે પાડી દે છે અથવા જેવી રીતે રાખ નીચે દબાયેલો અગ્નિ હવાનું ઝકોરું લાગતાં જ પોતાનું કાર્ય કરવા લાગી જાય છે અથવા જેવી રીતે પાણીની હેઠે બેઠેલી મટોડી થોડોક ક્ષોભ પામતાં જ ઉપર આવીને પાણીને ગંદુ કરી નાખે છે તેવી જ રીતે પહેલાં દબાયેલો પણ મોહ આન્તરિક યુદ્ધમાં થાકી ગયેલા તે પ્રથમ શ્રેણિવાળા આત્માઓને પોતાના વેગથી નીચે પાડી દે છે. એક વાર સર્વથા દબાઈ જવા છતાં પણ મોહ જે ભૂમિકા ઉપરથી આત્માને હરાવીને નીચે પાડી દે છે તે જ અગિયારમું ગુણસ્થાન છે. મોહને ક્રમશઃ દબાવતા દબાવતા સર્વથા દબાવી દેવા સુધીમાં ઉત્તરોત્તર અધિકાધિક વિશુદ્ધિવાળી બે ભૂમિકાઓ અવશ્ય પ્રાપ્ત કરવી પડે છે જે નવમું અને દસમું ગુણસ્થાન કહેવાય છે. અગિયારમું ગુણસ્થાન અધઃપતનનું સ્થાન છે, કેમકે તેને પ્રાપ્ત કરનાર આત્મા આગળ વધ્યા વિના એક વાર તો અવય નીચે પડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org