________________
ચતુર્થકર્મગ્રન્યપરિશીલન છે, જે સહેલું નથી. એક વાર આ કાર્યમાં સફળતા પ્રાપ્ત થયા પછી વિકાસગામી આત્માનું ઉપલી કોઈ ભૂમિકાથી પતન થાય તો પણ તે પુનઃ ક્યારેક ને ક્યારેક પોતાના લક્ષ્યને - આધ્યાત્મિક પૂર્ણ સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે. આ આધ્યાત્મિક પરિસ્થિતિનું કંઈક સ્પષ્ટીકરણ અનુભવગત વ્યાવહારિક દષ્ટાન્ત દ્વારા કરી રાકાય છે.
પ્રથમ દષ્ટાન્ત - એક એવું વસ્ત્ર હોય જેમાં મેલ ઉપરાંત ચીકાશ પણ લાગેલી હોય. તેના મેલને ઉપર ઉપરથી દૂર કરવાનું એટલું કઠિન અને શ્રમસાધ્ય નથી જેટલું કઠિન અને શ્રમસાધ્ય તેની ચીકાશ દૂર કરવાનું છે. જો ચીકાશ એક વાર દૂર થઈ જાય તો પછી બાકીનો મળ કાઢવામાં અથવા કોઈક કારણે ફરી લાગેલી રજને દૂર કરવામાં વિશેષ શ્રમ કરવો પડતો નથી અને વસ્ત્રને તેના અસલ સ્વરૂપમાં સહેલાઈથી લાવી શકાય છે. ઉપર ઉપરનો મેલ દૂર કરવા લગાવવું પડતું બળ સામાન્ય છે, તેના સદશ “યથાપ્રવૃત્તિકરણ’ છે. ચીકાશ દૂર કરવા માટે લગાવવું પડતું વિશેષ બળ અને કરવો પડતો વિશેષ શ્રમ તે એના જેવું
અપૂર્વકરણ’ છે જે ચીકાશ સમાન રાગદ્વેષની તીવ્રતમ ગ્રન્થિને શિથિલ કરે છે. બાકી રહેલા મેલને અથવા ચીકાશ દૂર થઈ ગયા પછી ફરીને લાગેલી રજને ઓછી કરવા માટે કરવા પડતા બળપ્રયોગ સમાન “અનિવૃત્તિકરણ” છે. ઉક્ત ત્રણ બળપ્રયોગોમાં પેલો ચીકાશ દૂર કરવાવાળો બળપ્રયોગ જ વિશિષ્ટ છે.
બીજું દૃષ્ટાન્ત - કોઈ એક રાજાએ આત્મરક્ષા માટે પોતાના અંગરક્ષકોને ત્રણ વિભાગોમાં વિભાજિત ર્યા હોય, જે ત્રણમાંથી બીજો વિભાગ બાકીના બે વિભાગો કરતાં વધારે બળવાન હોય, તો તે બીજા વિભાગને જીતવા માટે વિશેષ બળ લગાવવું પડે છે. તેવી જ રીતે દર્શનમોહને જીતતા પહેલાં તેના રક્ષક રાગદ્વેષના તીવ્ર સંસ્કારોને શિથિલ કરવા માટે વિકાસગામી આત્માને ત્રણ વાર બળપ્રયોગ કરવો પડે છે. તે ત્રણમાંથી બીજી વાર કરાતો બળપ્રયોગ જ મુખ્ય છે કેમ કે તેના દ્વારા જ રાગદ્વેષની અત્યન્ત તીવ્રતારૂપ ગ્રન્ચિ ભેદાય છે. જેમ ઉક્ત ત્રણ દળોમાંથી બળવાન બીજા અંગરક્ષક દળને જીતી લેવાતાં પછી તે રાજાનો પરાજય કરવો સરળ થઈ જાય છે તેવી જ રીતે રાગદ્વેષની અતિતીવ્રતાને મિટાવી દીધા પછી દર્શનમોહ ઉપર વિજય મેળવવો સહેલો છે. દર્શનમોહને જીતતાં જ પહેલા ગુણસ્થાનની સમાપ્તિ થાય છે.
આવું થતાં જ વિકાસગામી આત્મા સ્વરૂપનું દર્શન કરી લે છે. અર્થાત્ તેની અત્યાર સુધી પરરૂપમાં સ્વરૂપની જે ભ્રાન્તિ હતી તે દૂર થઈ જાય છે. તેથી તેના પ્રયત્નની ગતિ ઊલટીન રહેતાં સીધી થઈ જાય છે. અર્થાત્ તે વિવેકી બનીને કર્તવ્ય-અકર્તવ્યનો વાસ્તવિક વિભાગ કરી લે છે. આ દશાને જેન શાસ્ત્રમાં અન્તરાત્મભાવ' કહે છે, કેમ કે આ સ્થિતિને પ્રાપ્ત કરીને વિકાસગામી આત્મા પોતાની અંદર વર્તમાન સૂક્ષ્મ અને સહજ શુદ્ધ પરમાત્મભાવને દેખવા લાગે છે, અર્થાત્ અન્તરાત્મભાવ એ આત્મમંદિરનું ગર્ભદ્વાર છે જેમાં પ્રવેશીને તે મંદિરમાં રહેલા પરમાત્મભાવરૂપ નિશ્ચય દેવનું દર્શન કરવામાં આવે છે.
આ દશા વિકાસમની ચોથી ભૂમિકા અથવા ચોથું ગુણસ્થાન છે જેને પામીને આત્મા પહેલવહેલી વાર આધ્યાત્મિક શક્તિનો અનુભવ કરે છે. આ ભૂમિકામાં આધ્યાત્મિક દષ્ટિ
Jain Education International
For Pyate & Personal Use Only
www.jainelibrary.org