________________
પંયકર્મગ્રન્યપરિશીલન આવ્યું છે. ત્રણ પ્રવાસીઓ ક્યાંક જઈ રહ્યા હતા. વચ્ચે ભયાનક જંગલમાં ચોરોને દેખતાં જ ત્રણમાંથી એક તો પાછો જ ભાગી ગયો. બીજો ચોરોના ડરથી ક્યાંય ભાગી તો ન ગયો પણ ચોરો વડે પકડાઈ ગયો. ત્રીજો તો અસાધારણ બળ અને કૌશલથી તે ચોરોને હરાવી આગળ વધ્યો. માનસિક વિકારોની સાથે આધ્યાત્મિક યુદ્ધ કરવામાં જે જયપરાજય થાય છે તેનો ઓછોવત્તો ખ્યાલ ઉક્ત દાનથી આવી શકે છે.
પ્રથમ ગુણસ્થાનમાં રહેનાર વિકાસગામી એવા અનેક આત્માઓ હોય છે જેમણે રાગ-દ્વેષના તીવ્રતમ વેગને થોડોક દબાવી રાખેલો હોય છે પરંતુ મોહની પ્રધાન શક્તિને અર્થાત્ દર્શનમોહને શિથિલ ર્યો હોતો નથી તેથી તેઓ જો કે આધ્યાત્મિક લક્ષ્યના સર્વથા અનુકુલગામી નથી હોતા તેમ છતાં તેમનો બોધ અને તેમનું ચરિત્ર અન્ય અવિકસિત આત્માઓની અપેક્ષાએ સારાં જ હોય છે. જો કે આવા આત્માઓની આધ્યાત્મિક દષ્ટિ સર્વથા આત્મોન્મુખ ન હોવાના કારણે વસ્તુતઃ મિથ્યા દષ્ટિ, વિપરીત દષ્ટિ યા અસત્
अडवी भवो मणूसा जीवा कम्मट्टिई पहो दीहो । गंठी य भयट्ठाणं रागद्दोसा य दो चोरा ।। भग्गो ठिइपरिवुड्ढी गहिओ पुण गंठिओ गओ तइओ। सम्मत्तपुरं एवं जोएज्जा तिण्णि करणाणि ॥
વિશેષાવયભાષ્ય, 1211-1214 ગાથા यथा जनास्त्रयः केऽपि महापुरं यियासवः । प्राप्ताः क्वचन कान्तारे स्थानं चौरैः भयंकरम् ॥ तत्र द्रुतं द्रुतं यान्तो ददृशुस्तस्करद्वयम् । तदृष्ट्वा त्वरितं पश्चादेको भीतः पलायितः ।। गृहीतश्चापरस्ताभ्यामन्यस्त्वगणय्य तौ । भयस्थानमतिक्रम्य पुरं प्राप पराक्रमी ॥ दृष्टान्तोपनयश्चात्र जना जीवा भवोऽटवी । पन्थाः कर्मस्थितिम्रन्थि देशस्त्विह भयास्पदम् ।। रागद्वेषौ तस्करौ द्वौ तद्भीतो वलितस्तु सः । ग्रन्थिं प्राप्यापि दुर्भावाद् यो ज्येष्ठस्थितिबन्धकः ॥ चौररुद्धस्तु स ज्ञेयस्तादृग् रागादिबाधितः । ग्रन्थि भिनत्ति यो नैव न चापि वलते ततः ।। स त्वभीष्टपुरं प्राप्तो योऽपूर्वकरणाद् द्रुतम् । रागद्वेषावपाकृत्य सम्यग्दर्शनमाप्तवान् ।
લોકપ્રકાશ, સર્ગ 3, શ્લોક 619-625
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org