________________
ચોથું પ્રકરણ
ચતુર્થકર્મગ્રન્થપરિશીલન નામ
પ્રસ્તુત પ્રકરણગ્રન્થનું “ચોથો કર્મગ્રન્થ” એ નામ પ્રસિદ્ધ છે, પરંતુ તેનું અસલ નામ તો “પડશીતિક છે. તે ચોથો કર્મગ્રન્થ” એટલા માટે કહેવાય છે કેમ કે છ કર્મગ્રન્થોમાં તેનો કમ ચોથો છે. અને તેનું ષડશીતિક’ નામ એટલા માટે નિયત છે કેમ કે તેમાં મૂળ ગાથાઓ છારી છે. તે ઉપરાંત આ પ્રકરણગ્રન્થને “સૂક્ષ્માર્થવિચાર” પણ કહે છે, તે એટલા માટે કે ગ્રન્યકારે ગ્રન્થના અન્ત “સુહુમત્યવિયારો' રાબ્દનો ઉલ્લેખ ક્ય છે. આ રીતે જોવાથી એ સ્પષ્ટ જણાય છે કે પ્રસ્તુત પ્રરણગ્રન્થનાં ઉક્ત ત્રણ નામો અન્વર્થક અર્થાત્ સાર્થક છે.
જો કે દબાવાળી જે પ્રતિને શ્રીયુત ભીમસી માણેકે “નિર્ણયસાગર પ્રેસ, મુંબઈથી પ્રકાશિત કરેલ ‘પ્રકરણ રત્નાકર ચતુર્થ ભાગ’માં છાપી છે તેમાં મૂળ ગાથાની સંખ્યા નવ્યારી છે, પરંતુ તે પ્રકાશકની ભૂલ છે કેમ કે તેમાં જે ત્રણ ગાથાઓ બીજા, ત્રીજા અને ચોથા ક્રમ ઉપર ભૂલના રૂપમાં છાપી છે તે વસ્તુતઃ મૂલની નથી પરંતુ પ્રસ્તુત પ્રકરણગ્રન્થના વિષયોનો સંગ્રહ કરતી ગાથાઓ છે. અર્થાત્ આ પ્રકરણગ્રન્થમાં મુખ્ય ક્યા ક્યા વિષયો છે અને પ્રત્યેક મુખ્ય વિષય સાથે સંબંધ ધરાવતા અન્ય કેટલા વિષયો છે. એને દર્શાવતી તે ગાથાઓ છે. તેથી ગ્રન્યકારે ઉક્ત ત્રણ ગાથાઓ સ્વપજ્ઞા ટીકામાં ઉદ્ભત કરી છે, ભૂલની ગાથાઓ તરીકે લીધી નથી અને તેમના ઉપર ટીકા પણ નથી લખી. સંગતિ
પહેલા ત્રણ કર્મગ્રન્થોની સંગતિ સ્પષ્ટ છે. અર્થાત્ પહેલા કર્મગ્રન્થમાં મૂલ તથા ઉત્તર પ્રકૃતિઓની સંખ્યા અને તેમના વિપાકનું વર્ણન છે. બીજા કર્મગ્રન્થમાં પ્રત્યેક ગુણસ્થાનને લઈને તેમાં યથાસંભવ બંધ, ઉદય, ઉદીરણા અને સત્તાગત ઉત્તર પ્રવૃતિઓની સંખ્યા દર્શાવવામાં આવી છે અને ત્રીજા કર્મગ્રન્થમાં પ્રત્યેક માર્ગણાસ્થાનને લઈને તેમાં યથાસંભવ ગુણસ્થાનોના વિષયમાં ઉત્તર કર્મપ્રકૃતિઓના બન્ધસ્વામિત્વનું વર્ણન કરવામાં આવ્યું છે. ત્રીજા કર્મગ્રન્થમાં માર્ગણાસ્થાનોમાં ગુણસ્થાનોને લઈને બન્ધસ્વામિત્વનું વર્ણન કરવામાં આવ્યું છે એ વાત સાચી પરંતુ મૂળમાં ક્યાંય પણ આ વિષયમાં સ્વતંત્રરૂપે એ નથી જણાવવામાં આવ્યું કે ક્યા ક્યા માર્ગણાસ્થાનમાં કેટલા કેટલા અને ક્યા ક્યા ગુણસ્થાનોનો સંભવ છે.
તેથી ચોથા કર્મગ્રન્થમાં આ વિષયનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે અને ઉક્ત જિજ્ઞાસાની પૂર્તિ કરવામાં આવી છે. જેવી રીતે માર્ગણાસ્થાનોમાં ગુણસ્થાનોની જિજ્ઞાસા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org