________________
પંચકર્મગ્રન્યપરિશીલન પાછલાકર્મગ્રન્યો સાથે ત્રીજા કર્મગ્રન્થની સંગતિ
દુઃખ હેય છે કેમ કે કોઈ તેને ઈચ્છતું નથી. દુઃખનો સર્વથા નાશ ત્યારે જ થઈ શકે જ્યારે તેના મૂળ અસલ કારણનો નાશ કરવામાં આવે. દુ:ખની અસલ જડ છે કર્મ (વાસના). તેથી કર્મનું વિશેષ પરિજ્ઞાન સૌએ કરવું જોઈએ, કેમ કે કર્મનું પરિજ્ઞાન કર્યા વિના ન તો કર્મથી છુટકારો પામી શકાય છે કે ન તો દુઃખથી એટલે જ પ્રથમ કર્મગ્રન્થમાં કર્મના સ્વરૂપનું તથા કર્મના પ્રકારોનું બુદ્ધિગમ્ય વર્ણન કરવામાં આવ્યું છે.
કર્મના સ્વરૂપને અને કર્મના પ્રકારોને જાણ્યા પછી એ પ્રશ્ન થાય છે કે શું કદાગ્રહીસત્યાગ્રહી, અજિતેન્દ્રિય-જિતેન્દ્રિય, અરશાન્ત-શાન્ત, ચપલ-સ્થિર બધા જ પ્રકારના જીવો પોતપોતાના માનસક્ષેત્રમાં કર્મનાં બીજને એકસરખા પરિમાણમાં જ સંગ્રહ કરતા રહે છે અને તેમનાં ફળો ચાખતા રહે છે કે ચૂનાધિક પરિમાણમાં ? આ પ્રશ્નનો ઉત્તર બીજા કર્મગ્રન્થમાં આપ્યો છે. ગુણસ્થાન અનુસાર પ્રાણીઓના ચૌદ વિભાગ કરીને પ્રત્યેક વિભાગની કર્મવિષયક બધ-ઉદય-ઉદીરણા-સત્તા સંબંધી યોગ્યતાનું વર્ણન કરવામાં આવ્યું છે. જેવી રીતે પ્રત્યેક ગુણસ્થાનવાળા અનેક શરીરધારીઓની કર્મબન્ધ આદિ સંબંધી યોગ્યતા બીજા કર્મગ્રન્થ દ્વારા જાણી શકાય છે તેવી જ રીતે એક સારીરધારીની કર્મબન્ધ આદિ સંબંધી યોગ્યતા જે ભિન્ન ભિન્ન સમયે આધ્યાત્મિક ઉત્કર્ષ તથા અપકર્ષ અનુસાર બદલાતી રહે છે તેનું જ્ઞાન પણ બીજા કર્મગ્રન્થ દ્વારા થઈ શકે છે. તેથી પ્રત્યેક વિચારશીલ પ્રાણી પોતાના કે અન્યના આધ્યાત્મિક વિકાસના પરિમાણનું જ્ઞાન કરીને એ જાણી શકે છે કે પોતાનામાં કે અન્યમાં ક્યા ક્યા પ્રકારનાં તથા કેટલાં કર્મનાં બબ્ધ, ઉદય, ઉદીરણા અને સત્તાની યોગ્યતા છે.
ઉક્ત પ્રકારનું જ્ઞાન થયા પછી વળી પાછો પ્રશ્ન થાય છે કે શું સમાન ગુણસ્થાનવાળા ભિન્ન ભિન્ન ગતિના જીવો યા સમાન ગુણસ્થાનવાળા પરંતુ જૂનાધિક ઇન્દ્રિયોવાળા જીવો કર્મબન્ધની સમાન યોગ્યતા ધરાવતા હોય છે કે અસમાન યોગ્યતા ? આ જ રીતે એ પ્રશ્ન પણ થાય છે કે શું સમાન ગુણસ્થાનવાળા સ્થાવર-જંગમ જીવોની કે સમાન ગુણસ્થાનવાળા પરંતુ ભિન્ન ભિન્ન યોગયુક્ત જીવોની કે સમાન ગુણસ્થાનવાળા ભિન્ન ભિન્ન લિંગ(વેદ)ધારી જીવોની કે સમાન ગુણસ્થાનવાળા પરંતુ વિભિન્ન કષાયવાળા જીવોની બન્ધયોગ્યતા એકસરખી હોય છે કે ન્યૂનાધિક ? આ જ રીતે જ્ઞાન, દર્શન, સંયમ આદિ ગુણોની દષ્ટિએ ભિન્ન ભિન્ન પ્રકારના પરંતુ ગુણસ્થાનની દષ્ટિએ સમાન પ્રકારના જીવોની બંધયોગ્યતા અંગે કેટલાય પ્રશ્નો ઊઠે છે. આ પ્રશ્નોના ઉત્તર ત્રીજા કર્મગ્રન્થમાં આપવામાં આવ્યા છે. આ ત્રીજા કર્મગ્રન્થમાં જીવોની ગતિ, ઈદ્રિય, કાય, યોગ, વેદ, ક્યાય આદિ ચૌદ અવસ્થાઓને લઈને ગુણસ્થાનકમથી યથાસંભવ બન્ધયોગ્યતા દર્શાવવામાં આવી છે જે આધ્યાત્મિક દષ્ટિવાળાઓએ બહુ મનન કરવા યોગ્ય છે. બીજાકર્મગ્રન્થના જ્ઞાનની અપેક્ષા
બીજા કર્મગ્રન્થમાં ગુણસ્થાનોને લઈને જીવોની કર્મબન્ધ સંબંધી યોગ્યતા દર્શાવી છે અને ત્રીજા કર્મગ્રન્થમાં માર્ગણાઓમાં પણ સામાન્યપણે બધયોગ્યતા દર્શાવીને પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org