________________
તૃતીયકર્મગ્રન્થપરિશીલન
૩૫
અવસ્થાઓને ‘ગુણસ્થાન’ કહે છે. આ ક્રમિક સંખ્યાતીત અવસ્થાઓને જ્ઞાનીઓએ સંક્ષેપમાં ચૌદ વિભાગોમાં વિભાજિત કરી છે. આ જ ચોઠ વિભાગ જૈન શાસ્ત્રમાં ‘ચૌદ ગુણસ્થાન’ કહેવાય છે.
વૈદિક સાહિત્યમાં આ જાતની આધ્યાત્મિક અવસ્થાઓનું વર્ણન છે. પાતંજલ યોગદર્શનમાં આવી આધ્યાત્મિક ભૂમિકાઓનો મધુમતી, મધુપ્રતીકા, વિશોકા અને
સંસ્કારોષા નામોથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે. યોગવાસિષ્ઠમાં2 અજ્ઞાનની સાત અને જ્ઞાનની સાત એમ ચૌદ ચિત્તભૂમિકાઓનો વિચાર આધ્યાત્મિક વિકાસના આધારે બહુ વિસ્તારથી કરવામાં આવ્યો છે.
(ગ) માર્ગણા અને ગુણસ્થાનોનું પારસ્પરિક અંતર - માર્ગણાઓની કલ્પના કર્મપટલના તરતમભાવ પર આધારિત નથી પરંતુ જે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ભિન્નતાઓ જીવને ઘેરી વળેલી છે તે જ માર્ગણાઓની કલ્પનાનો આધાર છે. તેથી ઊલટું ગુણસ્થાનોની કલ્પના કર્મપટલના, ખાસ કરીને મોહનીય કર્મના, તરતમભાવ અને યોગ અર્થાત્ પ્રવૃત્તિ પર આધારિત છે.
માર્ગણાઓ જીવના વિકાસની સૂચક નથી પણ તેઓ તો જીવનાં સ્વાભાવિક તથા વૈભવિક રૂપોનું અનેક રીતે કરવામાં આવેલું પૃથક્કરણ છે. તેનાથી ઊલટું, ગુણસ્થાન જીવના વિકાસનાં સૂચક છે, તેઓ વિકાસની ક્રમિક અવસ્થાઓનું સંક્ષિપ્ત વર્ગીકરણ છે.
માર્ગણાઓ બધી સહભાવિની છે જ્યારે ગુણસ્થાનો ક્રમભાવી છે. આ કારણે પ્રત્યેક જીવમાં એક સાથે ચોઢે ચૌદ માર્ગણાઓ કોઈ ને કોઈ રીતે મળે છે, અર્થાત્ બધા સંસારી જીવો એક જ સમયે પ્રત્યેક માર્ગણામાં રહેલા મળે છે. તેનાથી ઊલટું, ગુણસ્થાન એક સમયમાં એક જીવમાં એક જ મળે છે - એક સમયમાં બધા જીવો કોઈ એક ગુણસ્થાનના અધિકારી નથી બની શકતા પરંતુ તે જીવોનો કેટલોક ભાગ જ એક સમયમાં એક ગુણસ્થાનનો અધિકારી હોય છે. આ વાતને આ રીતે પણ કહી શકાય કે એક જીવ એક સમયે કોઈ એક જ ગુણસ્થાનમાં રહેલો હોય છે પરંતુ એક જ જીવ એક જ સમયે ચૌદે ચૌદ માર્ગણામાં રહેલો હોય છે.
પૂર્વ પૂર્વનું ગુણસ્થાન છોડીને ઉત્તર ઉત્તર ગુણસ્થાનને પામવું એ આધ્યાત્મિક વિકાસને આગળ વધારવો ગણાય. પરંતુ પૂર્વ પૂર્વ માર્ગણાને છોડીને ઉત્તર ઉત્તર માર્ગણા ન તો પ્રાપ્ત કરી શકાય છે કે ન તો તેમનાથી આધ્યાત્મિક વિકાસ સિદ્ધ થાય છે. વિકાસની તેરમી ભૂમિકાએ (ગુણસ્થાને) પહોંચેલા જીવમાં -કૈવલ્ય પામેલા જીવમાં - પણ કાય સિવાયની બધી માર્ગણાઓ હોય છે પરંતુ ગુણસ્થાન તો એકલું તેરમું જ હોય છે. અંતિમ ભૂમિકાને પ્રાપ્ત કરનાર જીવમાં પણ ત્રણ-ચારને છોડીને બધી માર્ગણાઓ હોય છે જે વિકાસની બાધક નથી પરંતુ ગુણસ્થાન તો એકલું ચૌઠમું જ હોય છે.
1. પાદ 1 સૂ. 36; પાદ 3 સૂ. 48-49નું ભાષ્ય; પાદા સૂ1ની ટીકા. 2. ઉત્પત્તિ પ્રકરણ, સર્ગ 117–118-126, નિર્વાણ 120-126.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org