________________
દ્વિતીયકર્મગ્રન્થપરિશીલન
૩૩
થઈ પૂરો સંન્યાસી બની જાય છે. આ થઈ વિકાસની છઠ્ઠી ભૂમિકા. આ ભૂમિકામાં પણ ચારિત્રશક્તિનો વિપક્ષી (વિરોધી) ‘સંજવલન’ નામનો સંસ્કાર ક્યારેક ક્યારેક ઉધામો કરે છે જેથી ચારિત્રશક્તિનો વિકાસ દખાતો નથી પરંતુ ચાંરિત્રશક્તિની શુદ્ધિ યા સ્થિરતામાં એ પ્રકારનો અંતરાય આવે છે જે પ્રકારનો અંતરાય વાયુના વેગના કારણે દીપની જ્યોતિની સ્થિરતા અને અધિકતામાં આવે છે. આત્મા જ્યારે ‘સંજ્વલન’ નામના સંસ્કારોને દબાવી કે ત્યારે ઉત્ક્રાન્તિપથની સાતમી આદિ ભૂમિકાઓ વટાવીને અગિયારમી-બારમી ભૂમિકા સુધી પહોંચી જાય છે. બારમી ભૂમિકામાં દર્શનરાક્તિ અને ચારિત્રશક્તિના વિપક્ષી સંસ્કાર સર્વથા નષ્ટ થઈ જાય છે જેના પરિણામે બન્ને શક્તિઓ પૂર્ણ વિકસિત થઈ જાય છે. તેમ છતાં તે અવસ્થામાં શરીરનો સંબંધ રહેવાના કારણે આત્માની સ્થિરતા પરિપૂર્ણ થઈ શકતી નથી. ચૌદમી ભૂમિકામાં તે સર્વથા પૂર્ણ બની જાય છે અને શરીરનો વિયોગ થયા પછી તે સ્થિરતા, તે ચારિત્રરાક્તિ પોતાના યથાર્થ રૂપમાં વિકસિત થઈને સદા માટે એક્સરખી રહે છે. આને મોક્ષ કહે છે. મોક્ષ ક્યાંક બહારથી નથી આવતો. તે આત્માની સમગ્ર શક્તિઓનું પરિપૂર્ણ વ્યક્ત થવું એ જ માત્ર છે
मोक्षस्य न हि वासोऽस्ति न ग्रामान्तरमेव च । अज्ञान- हृदयग्रन्थिनाशो मोक्ष इति स्मृतः ॥ શિવગીતા, 13.32
આ જ વિકાસની પરાકાષ્ઠા છે, આ જ પરમાત્મભાવનો અભેદ છે, આ જ ચોથી ભૂમિકામાં (ગુણસ્થાનમાં) દેખેલ ઈશ્વરત્વ સાથેનું તાદાત્મ્ય છે, આ જ વેદાન્તીઓનો બ્રહ્મભાવ છે, આ જ જીવનું શિવ થવું છે, અને આ જ ઉત્ક્રાન્તિમાર્ગનું અન્તિમ સાધ્ય છે. આ સાધ્ય સુધી પહોંચવા માટે આત્માએ વિરોધી સંસ્કારો સાથે લડતા-ઝઘડતા, તેમને દબાવતા, ઉત્ક્રાન્તિમાર્ગની જે જે ભૂમિકાઓમાંથી પસાર થવું પડે છે તે ભૂમિકાઓના ક્રમને જ ‘ગુણસ્થાનક્રમ’ સમજવો જોઈએ. આ તો થયું ગુણસ્થાનોનું સામાન્ય સ્વરૂપ. તે બધાં ગુણસ્થાનોના વિરોષ સ્વરૂપને ઓછાવત્તા વિસ્તાર સાથે આ કર્મગ્રન્થની બીજી ગાથાની વ્યાખ્યામાં લખી દીધું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org