________________
૩૦
પંચકર્મગ્રપરિશીલન
અન્તે ‘નેયં મ્મસ્થયં સોૐ’ આ અંરા દ્વારા તે નામનું કથન કરી જ દીધું છે. ‘સ્તવ’ રાખ્તની પહેલાં ‘બન્ધોદયસત્ત્વ’ યા ‘કર્મ’ કોઈ પણ શબ્દ રાખવામાં આવે, અર્થમાં કોઈ ક્રક પડતો નથી. પરંતુ આ જગાએ આની ચર્ચા કેવળ એટલા માટે કરવામાં આવી છે કે પ્રાચીન બીજા કર્મગ્રન્થના અને ગોમ્મદ્રસારના બીજા પ્રકરણના નામમાં કંઈ પણ ક્રક નથી. આ નામની એક્તા શ્વેતામ્બર-દિગમ્બર આચાર્યોના ગ્રન્થરચનાવિષયક પારસ્પરિક અનુકરણનું પૂરું પ્રમાણ છે. એ વાત ધ્યાન દેવા યોગ્ય છે કે નામ સર્વથા સમાન હોવા છતાં પણ ગોમ્મદ્રસારમાં તો ‘સ્તવ’ રાબ્દની વ્યાખ્યા તદ્દન વિલક્ષણ છે, પરંતુ પ્રાચીન દ્વિતીય કર્મગ્રન્થમાં તથા તેની ટીકામાં ‘સ્તવ’ શબ્દના તે વિલક્ષણ અર્થનું જરા પણ સૂચન નથી. તેથી એવું જણાય છે કે જો ગોમ્મટસારના બન્ધોદયસત્ત્વયુક્ત નામનો આશ્રય લઈને પ્રાચીન દ્વિતીય કર્મગ્રન્થનું તે નામ રાખવામાં આવ્યું હોત તો તેનો વિલક્ષણ અર્થ પણ તેમાં સ્થાન પામ્યો હોત. તેથી એવું લાગે છે કે પ્રાચીન દ્વિતીય કર્મગ્રન્થની રચના ગોમ્મટસારથી પહેલાં થઈ હરશે. ગોમ્મદ્રસારની રચનાનો સમય વિક્રમની અગિયારમી શતાબ્દી દર્શાવવામાં આવે છે, જ્યારે પ્રાચીન દ્વિતીય કર્મગ્રન્થની રચનાનો સમય તથા તેના કર્તાનું નામ વગેરે અજ્ઞાત છે. પરંતુ પ્રાચીન દ્વિતીય કર્મગ્રન્થની ટીકા રચનાર ‘શ્રી ગોવિન્દ્રાચાર્ય' છે જે પોતે શ્રી દેવનાગના શિષ્ય હતા. શ્રી ગોવિન્દ્રાચાર્યનો સમય પણ સંદેહના પડ નીચે છુપાયેલો છે પરંતુ તેમણે રચેલી ટીકાની હસ્તપ્રત જે વિક્રમ સંવત 1277માં તાડપત્ર પર લખાયેલી છે તે મળે છે. તેથી નિશ્ચિત છે કે શ્રી ગોવિન્દ્રાચાર્યનો સમય વિ.સ. 1277 પહેલાંનો હોવો જોઈએ. જો આ અનુમાનથી ટીકાકારનો સમય બારમી શતાબ્દી માનવામાં આવે તો પણ આ અનુમાન કરવામાં કોઈ આપત્તિ નથી કે મૂલ પ્રાચીન દ્વિતીય કર્મગ્રન્થની રચના તેનાથી સો-બસો વર્ષ પહેલાં જ થઈ હોવી જોઈએ. તેથી એ રાક્ય છે કે કદાચ તે પ્રાચીન દ્વિતીય કર્મગ્રન્થનું જ નામ ગોમ્મટસારમાં લેવામાં આવ્યું હોય અને સ્વતન્ત્રતા દેખાડવા માટે ‘સ્તવ’ શબ્દની વ્યાખ્યા તદ્દન બદલી નાખવામાં આવી હોય. અસ્તુ, આ વિષયમાં કંઈ પણ નિશ્ચિત કરવું એ સાહસ છે. આ અનુમાનસૃષ્ટિ તો વર્તમાન લેખકોની શૈલીનું અનુકરણ માત્ર છે. આ નવીન દ્વિતીય કર્મગ્રન્થના પ્રણેતા શ્રી દેવચન્દ્રસૂરિના સમય આદિને પ્રથમ કર્મગ્રન્થની પ્રસ્તાવનામાંથી જાણી લેવાં.
ગોમ્મદ્રસારમાં ‘સ્તવ’ રાબ્દનો સાંકેતિક અર્થ
આ કર્મગ્રન્થમાં ગુણસ્થાનને લઈને બન્ધ, ઉદય, ઉદીરણા અને સત્તાનો વિચાર કરવામાં આવ્યો છે, તેવી જ રીતે ગોમ્મદ્રસારમાં પણ કરવામાં આવ્યો છે. આ કર્મગ્રન્થનું નામ તો ‘કર્મસ્તવ’ છે પરંતુ ગોમ્મદ્રસારના તે પ્રકરણનું નામ ‘બન્ધોદયસત્ત્વયુક્તસ્તવ’ ‘વધુવ્યસત્તનુાં ઓધારેસે થવું વોખ્ખું' થનથી સિદ્ધ છે (ગોમ્મતસાર, કર્મ. ગાથા 79). બન્ને નામોમાં કોઈ વિરોષ અન્તર નથી કેમ કે ‘કર્મસ્તવ’માં જે ‘કર્મ’ રાબ્દ છે તેની
જગાએ ‘બંધોયસત્ત્વયુક્ત રાખ્ત રાખવામાં આવ્યો છે. પરંતુ ‘સ્તવ’ શબ્દ બન્ને નામોમાં સમાન હોવા છતાં પણ તેના અર્થમાં તદ્દન ભિન્નતા છે. ‘કર્મસ્તવ’માં ‘સ્તવ’ રાબ્દનો અર્થ સ્તુતિ છે જે સર્વત્ર પ્રસિદ્ધ જ છે, પરંતુ ગોમ્મટસારમાં ‘સ્તવ’ રાબ્દનો સ્તુતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org