________________
દ્વિતીયકર્મગ્રન્યપરિશીલન
२९ બન્ધાધિકારમાં ગુણસ્થાનક્રમને લઈને પ્રત્યેક ગુણસ્થાનવર્તી જીવોની બન્ધયોગ્યતાને દર્શાવી છે. આ જ રીતે ઉદયાધિકારમાં તેમની ઉદય સંબંધી યોગ્યતાને, ઉદીરણાધિકારમાં ઉદીરણા સંબંધી યોગ્યતાને અને સત્તાધિકારમાં સત્તા સંબંધી યોગ્યતાને દર્શાવી છે. ઉક્ત ચાર અધિકારોની રચના જે વસ્તુ પર કરવામાં આવી છે તે વસ્તુના - ગુણસ્થાનક્રમના નામનો નિર્દેશ પણ ગ્રન્થના આરંભમાં જ કરી દીધો છે. તેથી આ ગ્રન્થનો વિષય પાંચ વિભાગોમાં વિભાજિત થઈ ગયો છે. સૌપ્રથમ ગુણસ્થાનક્રમનો નિર્દેશ અને પછી ક્રમશઃ પૂર્વોક્ત ચાર અધિકાર. કર્મસ્તવ” નામ રાખવા પાછળનો આશય
આધ્યાત્મિક વિદ્વાનોની દષ્ટિ બધી પ્રવૃત્તિઓમાં આત્માની તરફ રહે છે. તેઓ ભલે ને કોઈ પણ કામ યા પ્રવૃત્તિ કરે પરંતુ તે કરતી વખતે પોતાની સમક્ષ એક એવો આદર્શ સતત ઉપસ્થિત રાખે છે કે જેથી તેમની આધ્યાત્મિક મહત્ત્વાકાંક્ષા ઉપર જગતના આકર્ષણની જરા પણ અસર થતી નથી. તે લોકોને અટલ વિશ્વાસ હોય છે કે બરાબર લક્ષિત દિશા તરફ જે જહાજ ચાલે છે તે ઘણું કરીને વિબ-બાધાઓ-નો શિકાર બનતું નથી'. આ જ વિશ્વાસ કર્મગ્રન્થના રચનાર આચાર્યમાં પણ હતો, તેથી તેમણે ગ્રન્યરચનાવિષયક પ્રવૃત્તિ કરતી વખતે પણ મહાન આદર્શને પોતાની નજર સામે જ રાખવાનું ઇછ્યું. ગ્રન્થકારની દષ્ટિમાં આદર્શ હતો ભગવાન મહાવીરનો. ભગવાન મહાવીરના જે કર્મક્ષયરૂ૫ અસાધારણ ગુણ પર ગ્રન્થકાર મુગ્ધ થયા હતા તે ગુણને તેમણે પોતાની કૃતિ દ્વારા દર્શાવવા ઇચ્છયો. તેથી પ્રસ્તુત ગ્રન્થની રચના તેમણે પોતાના આદર્શ ભગવાન મહાવીરની સ્તુતિના બહાને કરી છે. આ ગ્રન્થમાં મુખ્ય વર્ણન કર્મના બધાદિનું છે. પરંતુ તે કરવામાં આવ્યું છે સ્તુતિના બહાને. તેથી પ્રસ્તુત ગ્રન્થનું અર્થનુરૂપ નામ કર્મસ્તવ રાખવામાં આવ્યું છે. ગ્રન્યરચનાનો આધાર
આ ગ્રન્થની રચના “પ્રાચીન કર્મસ્તવ’ નામના બીજા કર્મગ્રન્થના આધારે કરવામાં આવી છે. તેનો અને આનો વિષય એક જ છે. ભેદ એટલો જ છે કે આનું પરિમાણ પ્રાચીન ગ્રન્થથી અલ્પ છે. પ્રાચીનમાં 55 ગાથાઓ છે જ્યારે આમાં 34 ગાથાઓ છે. જે વાત પ્રાચીનમાં કંઈક વિસ્તારથી કહેવામાં આવી છે તેને આમાં પરિમિત શબ્દો દ્વારા કહી દીધી છે. જો કે વ્યવહારમાં પ્રાચીન કર્મગ્રન્થનું નામ કર્મસ્તવ’ છે, પરંતુ તેની આરંભની ગાથાથી સ્પષ્ટ જણાય છે કે તેનું અસલ નામ તો બધોદયસત્ત્વયુક્તસ્તવ છે. જુઓ નીચે આપેલી પ્રસ્તુત ગાથા -
नमिऊण जिणवरिंदे तिहुयणवरनाणदंसणपईवे ।
बंधु दयसंतजुत्तं वोच्छामि थयं निसामे ह ।।1।। પ્રાચીનના આધારે રચવામાં આવેલા આ કર્મગ્રન્થનું ‘કર્મસ્તવ’ નામ કર્તાએ આ ગ્રન્થના કોઈ પણ ભાગમાં ઉલ્લેખ્યું નથી, તેમ છતાં તેનું નામ કર્મસ્તવ’ હોવામાં કોઈ સંદેહ નથી કેમ કે આ કર્મગ્રન્યના ક્ત શ્રી દેવેન્દ્રસૂરિએ પોતે રચેલા ત્રીજા કર્મગ્રન્થના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org