________________
પ્રથમર્મગ્રન્યપરિશીલન કર્મશાસ્ત્રમાં શારીર, ભાષા, ઈન્દ્રિય આદિ પર વિચાર
શરીર જે તત્તવોથી બને છે તે તત્ત્વો, શરીરના સૂક્ષ્મ સ્થૂલ આદિ પ્રકાર, શરીરની રચના, તેનો વૃદ્ધિમ, હૂાસક્રમ આદિ અંશોને લઈને શરીરનો વિચાર શરીરશાસ્ત્રમાં કરવામાં આવે છે. તેના કારણે શરીરશાસ્ત્રનું વાસ્તવિક ગૌરવ છે. તે ગૌરવ કર્મશાસ્ત્રને પણ મળેલું છે કેમ કે તેમાં પણ પ્રસંગવશ એવી અનેક વાતોનું વર્ણન કરવામાં આવ્યું છે જે વાતો શરીરશાસ્ત્ર સાથે સંબંધ ધરાવે છે. શરીર અંગેની આ વાતો પુરાતન પદ્ધતિએ કહેવામાં આવી છે એ સાચું, પરંતુ તેથી તેમનું મહત્ત્વ ઓછું નથી કેમ કે બધાં વર્ણનો સદા નવાં નથી રહેતાં. આજ જે વિષય નવો જણાય છે તે જ થોડા દિવસો પછી પુરાણો થઈ જાય છે. વસ્તુતઃ કાળ વીતવાથી કશામાં પુરાણાપણું નથી આવતું. પુરાણાપણું તો આવે છે તેનો વિચાર ન કરવાથીસામયિક પદ્ધતિએ વિચાર કરતાં પુરાતન શોધોમાં પણ નવીનતા જેવું આવી જાય છે. તેથી અતિપુરાતન કર્મશાસ્ત્રમાં પણ શરીરની રચના, તેનો પ્રકાર, તેની મજબૂતાઈ અને તેનાં કારણભૂત તત્ત્વો પર જે કંઈ ઓછોવત્તો વિચાર મળે છે તે તે શાસ્ત્રની યથાર્થ મહત્તાનું ચિહ્ન છે.
આ જ રીતે કર્મશાસ્ત્રમાં ભાષા અંગે તથા ઇન્દ્રિયો અંગે પણ મનોરંજક અને વિચારણીય ચર્ચા મળે છે. ભાષા ક્યાં તત્ત્વોથી બને છે ? તેને બનવા માટે કેટલો સમય લાગે છે ? તેની રચના માટે પોતાની વીર્યશક્તિનો પ્રયોગ આત્મા કેવી રીતે અને ક્યા સાધન દ્વારા કરે છે ? ભાષાની સત્યતા-અસત્યતાનો આધાર ક્યો છે ? ક્યા ક્યા પ્રાણી ભાષા બોલી શકે છે ? કઈ કઈ જાતિના પ્રાણીમાં ક્યા ક્યા પ્રકારની ભાષા બોલવાની શક્તિ છે ? ઇત્યાદિ અનેક પ્રશ્ન ભાષા સાથે સંબંધ ધરાવે છે. તેમનો મહત્ત્વપૂર્ણ અને ગંભીર વિચાર કર્મશાસ્ત્રમાં વિશદ રીતે કરાયેલો મળે છે.
તેવી જ રીતે ઇન્દ્રિયો કેટલી છે ? કેવી છે? તેમના કેવા ક્વા ભેદ છે તથા તેમની કેવી કેવી શક્તિઓ છે ? ક્યા ક્યા પ્રાણીને કેટલી કેટલી ઇન્દ્રિયો પ્રાપ્ત છે? બાહ્ય અને આભ્યન્તરિક ઇન્દ્રિયોનો પરસ્પર શું સંબંધ છે ? ઈન્દ્રિયોનો કેવો કેવો આકાર છે? ઇત્યાદિ અનેક જાતના ઈન્દ્રિયો સાથે સંબંધ ધરાવતા વિચાર કર્મશાસ્ત્રમાં મળે છે.
એ સાચું છે કે આ બધા વિચાર કર્મશાસ્ત્રમાં સંકલનાબદ્ધ નથી મળતા, પરંતુ ધ્યાનમાં રાખવું જોઈએ કે તે શાસ્ત્રનો મુખ્ય પ્રતિપાદ્ય અંશ તો કોઈ બીજો જ છે. તે અંશના વર્ણનમાં શારીર, ભાષા, ઇન્દ્રિય આદિના વિચાર તો પ્રસંગવશ કરવા પડે છે. તેથી જેવી જોઈએ તેવી સંકલના ન પણ હોય, તેમ છતાં તેના કારણે કર્મશાસ્ત્રની કોઈ ત્રુટિ સિદ્ધ થતી નથી, ઊલટું તેને તો અનેક શાસ્ત્રોના વિષયોની ચર્ચા કરવાનું ગૌરવ પ્રાપ્ત છે. કર્મશાસ્ત્ર અધ્યાત્મશાસ્ત્ર છે
અધ્યાત્મશાસ્ત્રનો ઉદ્દેશ્ય આત્મા સાથે સંબંધ ધરાવતા વિષયો પર વિચાર કરવાનો છે. તેથી તેને આત્માના પારમાર્થિક સ્વરૂપનું નિરૂપણ કરતાં પહેલાં તેના વ્યાવહારિક સ્વરૂપનું પણ કથન કરવું પડે છે. એવું ન કરવાથી એ પ્રશ્ન સહજ જ ઊઠે છે કે મનુષ્ય, પશુપક્ષી, સુખી-દુઃખી આદિ આત્માની દેખાતી અવસ્થાઓનું સ્વરૂપ બરાબર જાણ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org