________________
પંચકર્મગ્રન્યપરિશીલન અચાન્ય વિદ્વાન તેમના વ્યાખ્યાનમાં આવ્યા કરતા હતા. એવો કોઈ નિયમ નથી કે જે જે વિષયનો પંડિત હોય તે તેના ઉપર ગ્રન્થ લખે જ, કેટલાંક કારણોથી એવું ન પણ થઈ રાકે. પરંતુ શ્રી દેવેન્દ્રસૂરિનું જેનાગમવિષયક જ્ઞાન હૃદયસ્પર્શી હતું એ વાત અસંદિગ્ધ છે. તેમણે પાંચ કર્મગ્રન્થ - જે નવીન કર્મગ્રન્થના નામથી પ્રસિદ્ધ છે (અને જેમાંનો આ પહેલો કર્મગ્રન્ય છે) તે, સટીક રચ્યા છે. ટીકા એટલી વિશદ અને સપ્રમાણ છે કે તેને જોયા પછી પ્રાચીન કર્મગ્રન્થ યા તેની ટીકાઓ જોવાની જિજ્ઞાસા એક રીતે શાન્ત થઈ જાય છે. તેમણે સંસ્કૃત તથા પ્રાકૃત ભાષામાં રચેલા અનેક ગ્રન્થ એ વાતને સ્પષ્ટ સૂચવે છે કે તેઓ સંસ્કૃત તથા પ્રાકૃત ભાષાના પ્રખર પંડિત હતા.
શ્રી દેવેન્દ્રસૂરિ કેવળ વિદ્વાન જ ન હતા પરંતુ ચારિત્રધર્મમાં પણ ખૂબ દઢ હતા. તેના પ્રમાણમાં યા સમર્થનમાં એટલું જ કહેવું પર્યાપ્ત છે કે તે સમયે ક્રિયાશિથિલતાને જોઈને શ્રી જગચ્ચન્દ્રસૂરિએ મોટા પુરુષાર્થ અને નિઃસીમ ત્યાગથી જે ક્રિયોદ્ધાર ર્યો હતો તેનો નિર્વાહ શ્રી દેવેન્દ્રસૂરિએ જ કર્યો. જો કે શ્રી જગચ્ચન્દ્રસૂરિએ શ્રી દેવેન્દ્રસૂરિ તથા વિજયચન્દ્રસૂરિ બન્નેને આચાર્યપદ પર પ્રતિષ્ઠિત ર્યા હતા તેમ છતાં ગુરુએ આરંભેલા ક્રિયોદ્ધારના દુર્ધર કાર્યને શ્રી દેવચન્દ્રસૂરિ જ સંભાળી રાક્યા. તત્કાલીન શિથિલાચાર્યોનો પ્રભાવ તેમના ઉપર જરા પણ પડ્યો નહિ. એનાથી ઊલટું, શ્રી વિજયચન્દ્રસૂરિ વિદ્વાન હોવા છતાં પણ પ્રમાદની ચુંગાલમાં ફસાઈ ગયા અને શિથિલાચારી બની ગયા 12 પોતાના સહચારીને શિથિલ જોઈ સમજાવવા છતાં પણ તેમના ન સમજવાથી છેવટે શ્રી દેવચન્દ્રસૂરિએ પોતાની ક્રિયારુચિના કારણે તેમનાથી અલગ થઈ જવાનું પસંદ ક્યું. તેથી એ વાત ચોખ્ખી પ્રમાણિત થઈ જાય છે કે શ્રી દેવચન્દ્રસૂરિ અતિ દઢ મનવાળા અને ગુરુભક્ત હતા. તેમનું હૃદય એવું સંસ્કારી હતું કે તેમાં ગુણનું પ્રતિબિંબ તો શીઘ પડી જતું હતું પરંતુ દોષનું પ્રતિબિંબ તો પડતું જ ન હતું, કેમ કે દસમી, અગિયારમી, બારમી અને તેરમી રાતાબ્દીમાં જે શ્વેતામ્બર તથા દિગમ્બર સંપ્રદાયના અનેક અસાધારણ વિદ્વાનો થયા તેમની વિદ્વત્તા, ગ્રન્થનિર્માણપટુતા અને ચારિત્રપ્રિયતા આદિ ગુણોનો પ્રભાવ તો શ્રી દેવચન્દ્રસૂરિના હૃદય પર પડ્યો, પરંતુ તે સમયે જે અનેક શિથિલાચારીઓ હતા તેમની જરા સરખી પણ અસર તેમના ઉપર ન પડી. - શ્રી દેવેન્દ્રસૂરિ શુદ્ધક્રિયાપક્ષપાતી હોવાથી અનેક મુમુક્ષુ જે કલ્યાણાર્થી અને સંવિઝપાક્ષિક હતા તેઓ આવીને તેમની સાથે મળી ગયા હતા. આ રીતે તેમણે જ્ઞાનની જેમ જ ચારિત્રને પણ સ્થિર રાખવામાં અને ઉન્નત કરવામાં પોતાની શક્તિનો ઉપયોગ ર્યો હતો. 12. જુઓ ગુર્વાવલી શ્લોક 122થી તેમનું જીવનવૃત્ત. 13. ઉદાહરણાર્થ, જે દસમી શતાબ્દીમાં થયા હતા તે ગર્ગઋષિના કર્મવિપાકનો સંક્ષેપ તેમણે
કર્યો છે. શ્રી નેમિચન્દ્ર સિદ્ધાન્તચક્રવર્તી, જે અગિયારમી શતાબ્દીમાં થયા હતા તેમના રચેલા ગોમ્મદસારમાંથી શ્રુતજ્ઞાનના પદમૃત આદિ વીસ ભેદો તેમણે પ્રથમ કર્મગ્રન્થમાં દાખલ કર્યા જે ભેદો શ્વેતામ્બરીય અન્ય ગ્રન્યોમાં આજ સુધી જોવામાં આવ્યા નથી. શ્રી મલયગિરિસૂરિ જે બારમી શતાબ્દીમાં થયા હતા તેમના ગ્રન્યનાં તો વાક્યોનાં વાક્યો તેમણે રચેલી ટીકા આદિમાં જોવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org