________________
પ્રથમકર્મગ્રન્થપરિશીલન
ગ્રન્થકારનું જીવન
(1) સમય - પ્રસ્તુત ગ્રન્થના ર્તા શ્રી દેવેન્દ્રસૂરિનો સમય વિક્રમની તેરમી શતાબ્દીનો અન્ત અને ચૌદમી શતાબ્દીનો આરંભ છે. તેમનો સ્વર્ગવાસ વિ.સં.1337માં થયાનો ઉલ્લેખ ગુર્વાવલીમાં ‰ સ્પષ્ટ છે પરંતુ તેમનાં જન્મ, દીક્ષા, સૂરિપદ આદિના સમયનો ઉલ્લેખ ક્યાંય મળતો નથી, તેમ છતાં એવું જણાય છે કે 1285માં શ્રી જગચ્ચન્દ્રસૂરિએ તપાગચ્છની સ્થાપના કરી ત્યારે તે દીક્ષિત હરો કેમ કે ગચ્છસ્થાપના પછી શ્રી જગચ્ચન્દ્રસૂરિએ જ શ્રી દેવેન્દ્રસૂરિને અને વિજયચન્દ્રસૂરિને સૂરિપદ આપ્યાનું વર્ણન ગુર્નાવલીમાં10 છે. એ તો માનવું જ પડે છે કે સૂરિપદ ગ્રહણ કરતી વખતે શ્રી દેવેન્દ્રસૂરિ વય, વિદ્યા અને સંયમમાં સ્થવિર હરો. અન્યથા આટલા ગુરુતર પદનો અને ખાસ કરીને નવીન પ્રતિષ્ઠિત કરવામાં આવેલા તપાગચ્છના નાયકત્વનો ભાર તેઓ કેવી રીતે સંભાળી શકે ?
૫
તેમનું સૂરિપદ વિ.સં.1285 પછી થયું. સૂરિપદનો સમય આનુમાનિક વિ.સં.1300 માની લઈએ તો પણ કહી રાકાય કે તપાગચ્છની સ્થાપનાના સમયે તેઓ નવદીક્ષિત હરશે. તેમનું કુલ આયુષ્ય 50 કે 52 વર્ષનું માની લઈએ તો એ સિદ્ધ છે કે વિ.સં.1275 આસપાસ ક્યારેક તેમનો જન્મ થયો હરો. વિ.સં. 1302માં તેમણે ક્યારેક ઉજ્જયિનીમાં શ્રેષ્ઠિવર જિનચન્દ્રના પુત્ર વીરધવલને દીક્ષા આપી જે આગળ ઉપર વિદ્યાનન્દસૂરિ નામથી વિખ્યાત થયા. તે સમયે દેવેન્દ્રસૂરિની ઉંમર 25-27 વર્ષની માનવામાં આવે તો ઉક્ત અનુમાનની - 1275 આસપાસ ક્યારેક તેમનો જન્મ થયો હોવાના અનુમાનની પુષ્ટિ થાય છે. અસ્તુ. જન્મનો, દીક્ષાનો તથા સૂરિપદનો સમય નિશ્ચિત ન હોવા છતાં પણ એ વાતમાં કોઈ સંદેહ નથી કે તેઓ વિક્રમની તેરમી રાતાબ્દીના અન્તમાં તથા ચૌદમી રાતાબ્દીના આરંભમાં પોતાના અસ્તિત્વથી ભારતવર્ષની, અને ખાસ કરીને ગુજરાત તથા માલવાની શોભા વધારી રહ્યા હતા.
(2) જન્મભૂમિ, જાતિ આદિ - શ્રી દેવેન્દ્રસૂરિનો જન્મ ક્યા દેશમાં, કઈ જાતિમાં અને કયા પરિવારમાં થયો હતો એનું કોઈ પ્રમાણ આજ સુધી મળ્યું નથી. ગુર્વાવલીમાં તેમના જીવનનું વૃત્તાન્ત છે પરંતુ તે બહુ જ સંક્ષિપ્ત છે. તેમાં સૂરિપદ ગ્રહણ કર્યા પછીની વાતોનો ઉલ્લેખ છે, અન્ય વાતોનો ઉલ્લેખ નથી. તેથી તેના આધારે તેમના જીવનના સંબંધમાં જ્યાં પણ જે ઉલ્લેખ થયો છે તે અધૂરો જ છે તેમ છતાં ગુજરાત અને માલવામાં તેમનો અધિક વિહાર એ અનુમાન તરફ દોરી જાય છે કે તે ગુજરાત ચા માલવામાંથી કોઈ ઢેરામાં જન્મ્યા હશે. તેમની જાતિ, માતાપિતા અંગે તો સાધનના અભાવમાં કોઈ જાતના અનુમાનને અવકાશ જ નથી.
(3) વિદ્વત્તા અને યાત્રિતત્પરતા - શ્રી દેવેન્દ્રસૂરિજી જૈનસાસ્ત્રના પૂરા વિદ્વાન હતા એમાં તો કોઈ સંદેહ નથી જ કેમ કે એ વાતની સાક્ષી તેમના ગ્રન્થો પૂરી રહ્યા છે. આજ સુધી તેમણે રચેલો એવો કોઈ ગ્રન્થ જોવામાં નથી આવ્યો કે જેમાં તેમણે સ્વતન્ત્રપણે ષડ્ગર્શન પર પોતાના વિચાર પ્રગટ કર્યા હોય. પરંતુ ગુર્વાવલીના વર્ણનમાંથી જાણવા મળે કે તેઓ પદ્દર્શનના માર્મિક વિદ્વાન હતા અને તેથી મન્ત્રીશ્વર વસ્તુપાળ તથા 9. જુઓ શ્લોક 174.
10. જુઓ શ્લોક 107.
11. જુઓ શ્લોક 107થી આગળ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org