________________
પ્રથમકર્મગ્રન્યપરિશીલન (5) સાચી નિર્લેપતા
સામાન્ય લોકો એ સમજી લે છે કે અમુક કામ ન કરવાથી પોતાને પુણ્ય-પાપનો લેપ નહિ લાગે. તેથી તેઓ તે કામ કરવાનું છોડી દે છે, પરંતુ બહુધા તેમની માનસિક ક્રિયા છૂટતી નથી. તેથી તેઓ ઇચ્છા છતાં પણ પુણ્ય-પાપના લેપથી પોતાને બચાવી રાતા નથી. તેથી વિચારવું જોઈએ કે સાચી નિર્લેપતા શું છે ? લેપ (બન્ધ) માનસિક ક્ષોભને અર્થાત્ કષાયને કહેવામાં આવે છે. જો ક્યાય ન હોય તો ઉપર જણાવેલી કોઈ પણ ક્રિયા આત્માને બંધનમાં રાખવા માટે સમર્થ નથી. તેથી ઊલટું, જો કષાયનો વેગ અંદર વર્તમાન છે તો ઉપરથી હજાર પ્રયત્નો કરવામાં આવે તો પણ કોઈ પોતાને બંધનમાંથી છોડાવી શકતો નથી. ક્લાયરહિત વીતરાગ બધી જગાએ જલમાં કમલની જેમ નિર્લેપ રહે છે, પરંતુ કષાયવાળો આત્મા યોગનો સ્વાંગ રચીને પણ તલભાર શુદ્ધિ કરી શકતો નથી. તેથી કહેવાય છે કે આસક્તિ છોડીને જે કામ કરવામાં આવે છે તે બન્ધક બનતું નથી. કહેવાનો આશય એ છે કે સાચી નિર્લેપતા માનસિક ક્ષોભના ત્યાગમાં છે. આ જ શિક્ષા યા બોધ કર્મશાસ્ત્રમાંથી મળે છે અને આ વાત અન્યત્ર પણ કહેવામાં આવી છે
मन एव मनुष्याणां कारणं बन्धमोक्षयोः । बन्धाय विषयाऽऽसंगि मोक्षे निर्विषयं स्मृतम् ।।
- મચુપનિષદ્દ (6) કર્મનું અનાઠિત્વ
વિચારશીલ મનુષ્યના મનમાં પ્રશ્ન ઊઠે છે કે કર્મ સાદિ છે કે અનાદિ ? તેના ઉત્તરમાં જેનદર્શનનું કહેવું છે કે કર્મ કર્મવ્યક્તિની અપેક્ષાએ સાદિ છે અને કર્મપ્રવાહની અપેક્ષાએ અનાદિ છે. એ તો સૌનો અનુભવ છે કે પ્રાણી સૂતા-જાગતા, ઊઠતા-બેસતા, હરતા-ફરતા કોઈ ને કોઈ જાતની હલનચલન ક્રિયા કરે જ છે. હલનચલનનું હોવું જ કર્મબંધનું મૂળ છે. તેથી એ સિદ્ધ છે કે કર્મ વ્યક્તિશઃ સાદિ જ છે. પરંતુ કર્મનો પ્રવાહ
ક્યારે શરૂ થયો? એને કોઈ દર્શાવી શકતું નથી. ભવિષ્યની જેમ ભૂતકાળનો વિસ્તાર અનન્ત છે. અનન્તનું વર્ણન અનાદિ યા અનન્ત શબ્દ સિવાય બીજી કોઈ રીતે કરવું અસંભવ છે. તેથી કર્મના પ્રવાહને અનાદિ કહ્યા વિના બીજી કોઈ ગતિ જ નથી. કેટલાક લોકો અનાદિત્વની અસ્પષ્ટ વ્યાખ્યાની ઉલઝનથી ગભરાઈને કર્મપ્રવાહને સાદિ દર્શાવવા લાગે છે, પરંતુ તેઓ પોતાની બુદ્ધિની અસ્થિરતાથી કલ્પિત દોષની આશંકા કરીને તેને દૂર કરવાના પ્રયત્નમાં એક મોટા દોષનો સ્વીકાર કરી લે છે. તે એ કે કર્મપ્રવાહ જો આદિમાન હોય તો પહેલાં જીવ અત્યન્ત શુદ્ધ-બુદ્ધ જ હોવો જોઈએ, તો પછી તેનું લિત થઈ જવાનું કારણ શું? અને જો સર્વથા શુદ્ધ-બુદ્ધ જીવ પણ લિપ્ત થઈ જતો હોય તો મુક્ત થયેલા જીવ પણ કર્મલિત થશે, એવી સ્થિતિમાં મુક્તિને સુખ સંસાર જ કહેવો જોઈએ. કર્મપ્રવાહના અનાદિત્યને અને સંસારમાં મુક્ત જીવના પુનઃ પાછા ન ફરવાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org