________________
પ્રથમકર્મગ્રન્યપરિશીલન
૧૫ વિશેષ સમજીને તેને જુદું નથી ગણતા. પરંતુ પ્રશ્ન એ થાય છે કે વૈદિક દર્શનોમાં કર્મ, જ્ઞાન, યોગ અને ભક્તિ આ ચારેયને મોક્ષનાં સાધન માનવામાં આવ્યાં છે, તો પછી જૈનદર્શનમાં ત્રણ કે બે જ સાધન કેમ કહેવામાં આવ્યાં છે ? આનું સમાધાન આ પ્રમાણે છે - જેન દર્શનમાં જે સમ્યક્યારિત્રને સમ્યક્રક્રિયા કહ્યું છે તેમાં કર્મ અને યોગ બન્ને માર્ગોનો સમાવેશ થઈ જાય છે, કેમ કે સમ્મચારિત્રમાં મનોનિગ્રહ, ઇન્દ્રિયજય, ચિત્તશુદ્ધિ, સમભાવ અને તેમના માટે કરવામાં આવતા ઉપાયોનો સમાવેશ થાય છે. મનોનિગ્રહ, ઈદ્રિજય આદિ સાત્વિક યજ્ઞ જ કર્મમાર્ગ છે અને ચિત્તશુદ્ધિ તથા તેને માટે કરવામાં આવતી પ્રવૃત્તિ જ યોગમાર્ગ છે. આ રીતે કર્મમાર્ગ અને યોગમાર્ગનું મિશ્રણ જ સમ્મચારિત્ર છે. સમ્યગ્દર્શન જ ભક્તિમાર્ગ છે, કેમ કે ભક્તિમાં શ્રદ્ધાનો અંશ પ્રધાન છે અને સમ્યગ્દર્શન પણ શ્રદ્ધારૂપ જ છે. સમ્યજ્ઞાન જ જ્ઞાનમાર્ગ છે. આ રીતે જૈનદર્શનમાં દર્શાવેલાં મોક્ષનાં ત્રણ સાધન અન્ય દર્શનોએ જણાવેલાં બધાં સાધનોનો સમુચ્ચય છે. (9) આત્મા સ્વતન્ન તત્વ છે.
કર્મની બાબતમાં ઉપર જે કંઈ કહેવામાં આવ્યું છે તેની બરાબર સંગતિ ત્યારે થઈ રાકે જ્યારે આત્માને જડથી અલગ તત્ત્વ માનવામાં આવે. આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ નીચે જણાવેલાં સાત પ્રમાણોથી જાણી શકાય છે :
(ક) સ્વસંવેદનરૂપ સાધક પ્રમાણ, (ખ) બાધક પ્રમાણનો અભાવ, (ગ) નિષેધથી નિષેધર્તાની સિદ્ધિ, (ઘ) તર્ક, (ડ) શાસ્ત્ર અને મહાત્માઓનું પ્રામાણ્ય, (૨) આધુનિક વિદ્વાનોની સમ્મતિ અને (છ) પુનર્જન્મ.
(ક) સ્વસવેદનરૂપ સાધક પ્રમાણ - જો કે બધા દેહધારીઓ અજ્ઞાનના આવરણથી ઓછાવત્તા પ્રમાણમાં ઘેરાયેલા છે અને તેથી તેઓ પોતાના જ અસ્તિત્વ અંગે સંદેહ કરે છે તેમ છતાં જે સમયે તેમની બુદ્ધિ થોડી પણ સ્થિર થઈ જાય છે તે સમયે તેમને એ ફુરણા થાય છે કે હું છું.” એવી ફુરણા ક્યારેય થતી નથી કે હું નથી.’ તેનાથી ઊલટું એવો પણ નિશ્ચય થાય છે કે હું નથી એ વાત જ નથી.' આ જ વાત શ્રી શંકરાચાર્યે પણ કહી છે - ‘સર્વો ઢાત્મિતિવં પ્રતિ, ને નામMીતિ ' બ્રહ્મસૂત્ર-શાંકરભાષ્ય 1.1.1. આ નિશ્ચયને જ સ્વસંવેદન (આત્મનિશ્ચય) કહે છે.
(ખ) બાધક પ્રમાણનો અભાવ - એવું કોઈ પ્રમાણ નથી જે આત્માના અસ્તિત્વનો બાધ (નિષેધ) કરતું હોય. આના ઉપર કોઈને આ શંકા થાય કે મન અને ઇન્દ્રિયો દ્વારા આત્માનું ગ્રહણ ન થવું એ જ તેના અસ્તિત્વનો બાધ છે. પરંતુ આ શંકાનું સમાધાન સહજ છે. કોઈ વિષયનું બાધક પ્રમાણ તેને જ માનવામાં આવે છે જે તે વિષયને જાણવાની શક્તિ ધરાવતું હોય અને અન્ય સઘળી સામગ્રી મોજૂદ હોય તેમ છતાં પણ તે તેને ગ્રહણ ન કરી શકે. ઉદાહરણાર્થ, આંખ માટીના ઘડાને દેખી શકે છે પરંતુ જે સમયે પ્રકાશ, સમીપતા આદિ સામગ્રી મોજૂદ હોવા છતાં પણ તે માટીના ઘડાને ન દેખે તે સમયે તેને તે વિષયની બાધક સમજવી જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org