________________
૧૮
પંચકર્મગ્રન્યપરિશીલન સંદિગ્ધ છે. પરંતુ એવા પણ ધુરંધર વૈજ્ઞાનિકો છે કે જેમણે પોતાની આખી જિંદગી ભૌતિક સંશોધનમાં વિતાવી છે, તેમ છતાં તેમની દષ્ટિ ભૂતોથી પર એવા આત્મતત્ત્વ તરફ પણ ગઈ છે. તે વૈજ્ઞાનિકોમાંથી સર ઑલીવર લૉજ અને લૉર્ડ કેલવિનનાં નામો વૈજ્ઞાનિક જગતમાં મશહૂર છે. આ બન્ને વિદ્વાનો ચેતન તત્વને જડ તત્ત્વથી જુદું માનવાના પક્ષમાં છે. તેમણે જડવાદીઓની યુક્તિઓનું ખૂબ સાવધાનીથી અને વિચારસરણીથી ખંડન કર્યું છે. તેમનું મન્તવ્ય છે કે ચેતનના સ્વતંત્ર અસ્તિત્વ વિના જીવધારીઓના દેહની વિલક્ષણ રચના કોઈ પણ રીતે બની શકે નહિ. તેઓ અન્ય ભૌતિકવાદીઓની જેમ મસ્તિષ્કને જ્ઞાનનું મૂળ સમજતા નથી, પરંતુ તેને તો જ્ઞાનના આવિર્ભાવનું સાધન માત્ર સમજે છે.*
ડૉ. જગદીશચન્દ્ર બોઝ, જેમણે આખાય વૈજ્ઞાનિક જગતમાં નામ કાઢ્યું છે તેમની શોધથી ત્યાં સુધીનો નિશ્ચય થઈ ગયો કે વનસ્પતિમાં પણ સ્મરણશક્તિ વિદ્યમાન છે. બોઝ મહાશયે પોતાના આવિષ્કારોથી સ્વતંત્ર આત્મતત્ત્વ માનવા માટે વૈજ્ઞાનિક જગતને મજબૂર કરી દીધું છે.
(૭) પુનર્જન્મ - નીચે અનેક પ્રશ્ન એવા છે કે જેમનું પૂરું સમાધાન પુનર્જન્મ માન્યા વિના થઈ શકતું નથી. ગર્ભના આરંભથી લઈને જન્મ સુધી બાળકને જે જે કષ્ટ ભોગવવાં પડે છે તે બધાં તે બાળક્ના કર્મનું ફળ છે કે તેના માતાપિતાના કર્મનું ફળ છે ? તે કોને બાળકના આ જન્મના કર્મનું ફળ કહી શકાય નહિ, કેમ કે તેણે ગર્ભાવસ્થામાં તો સારુંબૂરું કંઈ પણ કામ કર્યું નથી. જો માતાપિતાના કર્મનું ફળ છે એમ કહીએ તો પણ અસંગત જણાય છે, કેમ કે માતાપિતા સારું કે બૂરું કંઈ પણ કરે તેનું ફળ કારણ વિના બાળકને શા માટે ભોગવવું પડે ? બાળક જે કંઈ સુખ-દુઃખ ભોગવે છે તે એમ જ કારણ વિના જ ભોગવે છે એમ માનવું એ તો અજ્ઞાનની પરાકાષ્ઠા છે, કેમ કે કારણ વિના કોઈ કાર્યનું હોવું અસંભવ છે. જે કહેવામાં આવે કે માતાપિતાના આહારવિહારની, વિચારવ્યવહારની અને શારીરિકમાનસિક અવસ્થાઓની અસર બાળક ઉપર ગર્ભાવસ્થાથી જ પડવી શરૂ થઈ જાય છે તો પણ એ પ્રશ્ન તો રહે છે જ કે બાળકને એવા માતાપિતાનો સંયોગ કેમ થયો? અને એનું સમાધાન શું છે કે ક્યારેક ક્યારેક બાળકની યોગ્યતા માતાપિતાથી તદ્દન જુદા જ પ્રકારની હોય છે. એવાં અનેક ઉદાહરણો જોવામાં આવે છે કે માતાપિતા તદ્દન અભણ હોય છે અને તેમનો પુત્ર પૂરો શિક્ષિત બની જાય છે. વિરોષ તો શું? ત્યાં સુધી જોવામાં આવે છે કે કોઈ કોઈ માતાપિતાની રુચિ જે વાત ઉપર બિલકુલ નથી હોતી તેમાં બાળક સિદ્ધહસ્ત બની જાય છે. તેનું કારણ કેવળ આસપાસની પરિસ્થિતિ જ માની શકાતી નથી, કેમકે સમાન પરિસ્થિતિ અને બરાબર દેખભાળ હોવા છતાં પણ અનેક વિદ્યાર્થીઓમાં વિચાર અને વ્યવહારની ભિન્નતા જોવામાં આવે છે. જો કહેવામાં આવે કે 8. આ બન્ને ચૈતન્યવાદીઓના વિચારની છાયા સંવત 1961ના જ્યેષ્ઠ મહિનાના તથા 1962ના
માર્ગશીર્ષ મહિનાના અને 1965ના ભાદ્રપદ માસના વસન્ત’ પત્રમાં પ્રકાશિત થઈ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org