________________
૧૭
પ્રથમકર્મગ્રન્થપરિશીલન
આની સામે એવો તર્ક કરી શકાય કે ‘જડ અને ચેતન એ બે સ્વતન્ત્ર વિરોધી તત્ત્વો માનવાં ઉચિત નથી, પરંતુ કોઈ એક જ પ્રકારના મૂળ પદાર્થમાં જડત્વ અને ચેતનત્વ બન્ને શક્તિઓ માનવી ઉચિત છે. જે સમયે ચેતનત્વશક્તિનો વિકાસ થવા લાગે છે - તેની અભિવ્યક્તિ થાય છે તે સમયે જડત્વશક્તિનો તિરોભાવ હોય છે. બધાં ચેતનાક્તિવાળાં પ્રાણીઓ જડ પદાર્થના વિકાસનાં જ પરિણામો છે. તેઓ જડથી અલગ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતાં નથી, પરંતુ જડત્વરાક્તિનો તિરોભાવ થવાથી જીવધારીરૂપે દેખાવા માંડે છે.’ આવું જ મન્તવ્ય હેગલ આદિ અનેક પશ્ચિમીય વિદ્વાનોનું પણ છે. પરંતુ આ પ્રતિકૂલ તર્કનું નિવારણ અશક્ય નથી.
એ તો જોવામાં આવે જ છે કે કોઈ વસ્તુમાં જ્યારે એક શક્તિનો પ્રાદુર્ભાવ થાય છે ત્યારે તે જ વસ્તુમાં બીજી વિરોધી શક્તિનો તિરોભાવ થઈ જાય છે. પરંતુ જે શક્તિ તિરોહિત થઈ જાય છે તે સદા માટે તિરોહિત થઈ જતી નથી પણ કોઈ વખતે અનુકૂળ નિમિત્ત મળતાં ફરી પાછો તેનો પ્રાદુર્ભાવ થઈ જાય છે. તેવી જ રીતે જે શક્તિ પ્રાદુર્ભૂત થઈ હોય છે તે પણ સઠા માટે પ્રાદુર્ભૂત જ રહેતી નથી પરંતુ પ્રતિકૂળ નિમિત્ત મળતાં જ તેનો પાછો તિરોભાવ થઈ જાય છે. ઉદાહરણાર્થ, પાણીના અણુઓને લો. તેઓ ગરમી મળતાં જ વરાળના રૂપમાં પરિણત થઈ જાય છે, પછી ચૈત્ય આદિ નિમિત્ત મળતાં જ પાણીના રૂપમાં વરસે છે અને અધિક રીતતા મળતાં દ્રવત્વનું રૂપ છોડીને બરફના રૂપમાં ઘનત્વને પામે છે.
આ જ રીતે જડત્વ-ચેતનત્વ બન્ને શક્તિઓને કોઈ એક મૂળ તત્ત્વગત માનવામાં આવે તો વિકાસવાદ જ ટકી શકરો નહિ કેમ કે ચેતનત્વશક્તિના વિકાસના કારણે આજ જેમને ચેતન (પ્રાણી) સમજવામાં આવે છે તેઓ જ બધાં જડત્વશક્તિનો વિકાસ થતાં પાછાં જડ થઈ જશે. જે પાષાણ આદિ પદાર્થ આજ જડરૂપમાં દેખાય છે તેઓ ક્યારેક ચેતન બની જશે અને ચેતનરૂપે દેખાતાં મનુષ્ય, પશુપક્ષી આદિ પ્રાણી ક્યારેક જડરૂપ પણ બની જશે. તેથી એક એક પદાર્થમાં જડત્વ અને ચેતનત્વ બન્ને વિરોધી શક્તિઓને ન માનતાં જડ અને ચેતન બે સ્વતન્ત્ર તત્ત્વોને જ માનવાં બરાબર છે.
(૭) શાસ્ત્ર અને મહાત્માઓનું પ્રામાણ્ય - અનેક પ્રાચીન શાસ્ત્ર પણ આત્માના સ્વતન્ત્ર અસ્તિત્વનું પ્રતિપાદન કરે છે. જે શાસ્ત્રકારોએ ઘણી શાન્તિ અને ગંભીરતા સાથે આત્માના વિષયમાં શોધ કરી છે તેમના શાસ્રગત અનુભવને જો આપણે અનુભવ કર્યા વિના જ ચપળતાથી એમ જ હસી કાઢીએ તો એમાં ક્ષુદ્રતા કોની ? આજકાલ પણ અનેક મહાત્માઓ એવા જોવામાં આવે છે કે જેમણે પોતાનું જીવન પવિત્રતાપૂર્વક આત્માના વિચારમાં જ વિતાવ્યું છે. તેમના શુદ્ધ અનુભવને આપણે જો આપણા પોતાના ભ્રાન્ત અનુભવના બળ ઉપર ન માનીએ તો એમાં ન્યૂનતા આપણી જ છે. પ્રાચીન શાસ્ત્ર અને વર્તમાન અનુભવી મહાત્મા નિઃસ્વાર્થભાવથી આત્માના અસ્તિત્વને દર્શાવી રહ્યા છે.
(ચ) આધુનિક વૈજ્ઞાનિકોની સમ્મતિ - આજકાલ લોકો પ્રત્યેક વિષયનો ખુલાસો કરવા માટે બહુધા વૈજ્ઞાનિક વિદ્વાનોનો વિચાર જાણવા ઇચ્છે છે. એ સાચું છે કે અનેક પશ્ચિમીય ભૌતિકવિજ્ઞાનવિશારદો આત્માને માનતા નથી યા તેના અંગે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org