________________
પંચકર્મગ્રન્યપરિશીલન બધી જ ઇન્દ્રિયો ભૌતિક છે. તેમની ગ્રહણશક્તિ બહુ પરિમિત છે. તે ઇન્દ્રિયો ભૌતિક પદાર્થોમાંથી પણ સ્થૂળ નિકટવર્તી અને નિયત વિષયોને ઉપર-ઉપરથી જાણી શકે છે. સૂક્ષ્મદર્શક યત્ર આદિ સાધનોની તે જ દશા છે. તે સાધનો આજ સુધી ભૌતિક પ્રદેશમાં જ કાર્યકારી સિદ્ધ થયાં છે. તેથી તેમનું અભૌતિક અર્થાત્ અમૂર્ત આત્માને ન જાણી શકવું એને બાધ ન કહી શકાય. મન ભૌતિક હોવા છતાં પણ ઇન્દ્રિયોનો દાસ બની જાય છે – એકની પાછળ એક એમ અનેક વિષયોમાં વાંદરાઓની જેમ દોડતું રહે છે - ત્યારે તેનામાં રાજસ અને તામસ વૃત્તિઓ પેદા થાય છે. સાત્ત્વિક ભાવ પ્રગટ થઈ શકતો નથી. આ જ વાત ગીતામાં (અધ્યાય બીજો શ્લોક 67) પણ કહેવામાં આવી છે
इन्द्रियाणां हि चरतां यन्मनोऽनुविधीयते ।
तदस्य हरति प्रज्ञा वायु वमिवाम्भसि ॥ તેથી ચંચળ મનમાં આત્માની ફુરણા પણ થતી નથી. એ તો દેખીતી વાત છે કે પ્રતિબિમ્બ ગ્રહણ કરવાની શક્તિ જે દર્પણમાં વર્તમાન છે તે દર્પણ પણ જ્યારે મલિન થઈ જાય છે ત્યારે તેમાં કોઈ પણ વસ્તુનું પ્રતિબિમ્બ પડતું નથી. ઝિલાતું નથી. તેથી એ વાત સિદ્ધ છે કે બાહ્ય વિષયો પાછળ ભટકનારા અસ્થિર મનથી આત્માનું ગ્રહણ ન થવું એ આત્માના અસ્તિત્વનો બાધ નથી, પરંતુ તે તો મનની અરાપ્તિ માત્ર છે.
આ પ્રમાણે વિચાર કરવાથી એ પ્રમાણિત થાય છે કે મન, ઇન્દ્રિયો, સૂક્ષ્મદર્શક યત્ન આદિ બધાં સાધનો ભોતિક હોવાથી આત્માનો નિષેધ કરવાની શક્તિ તેમનામાં હોતી જ નથી.
(ગ) નિષેધથી નિષેધકર્તાની સિદ્ધિ - કેટલાક લોકો કહે છે કે અમને આત્માનો નિશ્ચય થતો નથી, ઊલટું ક્યારેક ક્યારેક તો આત્માના અભાવની ફુરણા થઈ આવે છે કેમ કે કોઈક વખત મનમાં એવી કલ્પના થવા લાગે છે કે હું નથી ઇત્યાદિ. પરંતુ તે લોકોએ જાણવું જોઈએ કે તેમની આ કલ્પના જ આત્માના અસ્તિત્વને સિદ્ધ કરે છે, કેમ કે જો આત્મા જ ન હોય તો આવી કલ્પનાનો પ્રાદુર્ભાવ કેવી રીતે થાય? જે નિષેધ કરે છે તે પોતે જ આત્મા છે. આ વાતને શંકરાચાર્યે પોતાના બ્રહ્મસૂત્રભાષ્યમાં પણ કહી છે
| ‘ય જીવ હિ નિરાકર્તા તવ દ તસ્ય સ્વરૂપમ્ ' 2.3.1.7. (ઘ) તક - તર્ક પણ આત્માના સ્વતંત્ર અસ્તિત્વની પુષ્ટિ કરે છે. તે કહે છે કે જગતમાં બધા પદાર્થોનો વિરોધી કોઈ ને કોઈ દેખાય છે. અન્ધકારનો વિરોધી પ્રકાશ, ઉષ્ણતાની વિરોધી શીતળતા, સુખનું વિરોધી દુઃખ. આ જ રીતે જડ પદાર્થનું વિરોધી પણ કોઈ તત્ત્વ હોવું જોઈએ. જે તત્ત્વ જડનું વિરોધી છે તે જ ચેતન યા આત્મા છે. 7. આ તર્ક નિર્મુલ યા અપ્રમાણ નથી, ઊલટું આ જાતનો તર્ક શુદ્ધ બુદ્ધિનું ચિહ્ન છે. ભગવાન
બુદ્ધ પણ પોતાના પૂર્વજન્મમાં અર્થાત્ સુમધ નામના બ્રાહ્મણના જન્મમાં આવો જ તર્ક કર્યો હતો, જેમ કે ‘યથા હિ તો ટુવસ પટપર્વમૂત યુવું નામ , પર્વ અવે મતિ तप्पटिपखेन विभवेनापि भवितब्बं यथा च उण्हे सति तस्स वूपसमभूतं सीतंऽपि अत्थि, एवं रागादीनं अग्गीनं वूपसमेन निब्बानेनाऽपि भवितब्बं ।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org