________________
પંચકર્મગ્રન્યપરિશીલન ઉક્ત ઉદાહરણો પર ધ્યાન દેવાથી એ સ્પષ્ટ જણાય છે કે આ જન્મમાં જોવામાં આવતી બધી વિલક્ષણતાઓ ન તો વર્તમાન જન્મના કર્મનું જ પરિણામ છે, કે ન તો માતાપિતાના કેવળ સંસ્કારનું પરિણામ છે, કે ન તો કેવળ પરિસ્થિતિનું પરિણામ છે. તેથી આત્માના અસ્તિત્વની મર્યાદાને ગર્ભના આરંભ સમયથી પણ વધારે પાછળ માનવી જોઈએ. તે જ પૂર્વજન્મ છે. પૂર્વજન્મમાં ઈચ્છા યા પ્રવૃત્તિ દ્વારા જે સંસ્કાર સંચિત થયા હોય, તેમના આધારે ઉપર્યુક્ત શંકાઓ તથા વિલક્ષણતાઓનું સુસંગત સમાધાન થઈ જાય છે. જે યુક્તિથી એક પૂર્વજન્મ સિદ્ધ થયો તે જ યુક્તિના બળે અનેક પૂર્વજન્મોની પરંપરા સિદ્ધ થઈ જાય છે, કેમ કે અપરિમિત જ્ઞાનશક્તિ એક જન્મના અભ્યાસનું ફળ ન હોઈ શકે. આ પ્રમાણે આત્મા દેહથી જુદો અનાદિ સિદ્ધ થાય છે. અનાદિ તત્ત્વનો ક્યારેય નાશ થતો નથી એ સિદ્ધાન્તને બધા દાર્શનિકો સ્વીકારે છે. ગીતામાં પણ કહેવામાં આવ્યું છે - ‘નાસતો વિદ્યતે માવો નામાવો વિદ્યતે સત: ' એટલું જ નહિ પણ વર્તમાન શરીરની પછી આત્માનું અસ્તિત્વ માન્યા વિના અનેક પ્રશ્નો ઊકલી પાકતા જ નથી.
ઘણા મનુષ્યો એવા જોવામાં આવે છે કે તેઓ આ જીવનમાં તો પ્રામાણિક જીવન જીવે છે પરંતુ રહે છે ગરીબ અને એવા પણ જોવામાં આવે છે કે જેઓ ન્યાય, નીતિ અને ધર્મનું નામ સાંભળીને ચિડાય છે પરંતુ હોય છે બધી રીતે સુખી. એવી અનેક વ્યક્તિઓ મળી શકે છે જેઓ પોતે દોષી હોય છે પણ તેઓના દોષોનું અર્થાતુ અપરાધોનું ફળ ભોગવી રહ્યા છે બીજા. એક હત્યા કરે છે અને તેના દંડરૂપે ફાંસીએ લટકાવાય છે પકડવામાં આવેલા બીજાને. એક ચોરી કરે છે અને પકડવામાં આવે છે બીજાને. હવે આના ઉપર વિચાર કરવો જોઈએ કે જેમને પોતાની સારી યા બૂરી પ્રવૃત્તિનો બદલો આ જન્મમાં ન મળ્યો તેમની પ્રવૃત્તિ શું એમ જ વિફળ થઈ જશે ? એમ કહેવું કે પ્રવૃત્તિ વિફળ નથી થતી, જો કર્તાને ફળ ન મળ્યું તો પણ તેની અસર સમાજના યા દેશના અન્ય લોકોને તો થાય છે જ - એ પણ યોગ્ય નથી, કેમ કે મનુષ્ય જે કંઈ કરે છે તે બધું કંઈ બીજાઓ માટે કરતો નથી. રાતદિવસ પરોપકાર કરવામાં રત મહાત્માઓની પણ ઇચ્છા બીજાનું ભલું કરવાના નિમિત્તથી પોતાનું પરમાત્મત્વ પ્રગટ કરવાની જ હોય છે. વિશ્વની વ્યવસ્થામાં ઈચ્છાનું બહુ ઊંચું સ્થાન છે. આવી સ્થિતિમાં વર્તમાન દેહની સાથે ઇચ્છાના મૂળનો પણ નારા માની લેવો યુક્તિસંગત નથી. મનુષ્ય પોતાના જીવનની આખરી ઘડી સુધી એવી જ કોશિરા કરતો રહે છે કે જેથી પોતાનું ભલું થાય. એવું નથી કે તેમ કરનારા બધા ભ્રાન્ત જ હોય છે. બહુ આગળ વધેલાં સ્થિરચિત્ત અને શાન્ત પ્રજ્ઞાવાન યોગી પણ આ જ વિચારથી પોતાના સાધનને સિદ્ધ કરવાની ચેષ્ટામાં લાગેલા હોય છે કે આ જન્મમાં નહિ તો બીજા જન્મમાં કોઈ સમયે અમે પરમાત્મભાવને પ્રગટ કરી જ લઈશું. આના સિવાય બધાનાં ચિત્તમાં આ ફુરણા થયા કરે છે કે હું બરાબર કાયમ રહીશ. શરીરનો નાશ થયા પછી ચેતનનું અસ્તિત્વ જ ન માનવામાં આવે તો વ્યક્તિનો ઉદ્દેશ્ય કેટલો સંકુચિત બની જાય અને કાર્યક્ષેત્ર પણ કેટલું અલ્પ રહે ? બીજાના માટે જે કંઈ કરવામાં આવે તે પોતાના માટે કરવામાં આવતાં કામોની બરાબર હોઈ શકે જ નહિ. ચેતનની ઉત્તર મર્યાદાને વર્તમાન દેહના અંતિમ ક્ષણ સુધી જ માની લેવાથી વ્યક્તિને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org