________________
૨૨
પંચકર્મગ્રન્થપરિશીલન
પ્રકારની સૂક્ષ્મ રજનું પટલ કેવી રીતે નાખી દે છે ? આત્મા વીર્યરાક્તિના આવિર્ભાવ દ્વારા આ સૂક્ષ્મ રજના પટલને કેવી રીતે ઉઠાવીને ફેંકી દે છે ? સ્વભાવતઃ શુદ્ધ આત્મા પણ કર્મના પ્રભાવે કેવી કેવી રીતે મલિન જેવો દેખાય છે ? અને બાહ્ય હજારો આવરણો હોવા છતાં પણ આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપથી ચ્યુત કેવી રીતે નથી થતો ? તે પોતાની ઉત્ક્રાન્તિના સમયે પૂર્વબદ્ધ તીવ્ર કર્મોને પણ કેવી રીતે દૂર કરી દે છે ? તે પોતામાં વર્તમાન પરમાત્મભાવને જોવા માટે જે સમયે ઉત્સુક થાય છે તે સમયે તેની અને અન્તરાયભૂત કર્મની વચ્ચે કેવું દ્રન્દ્ર (યુદ્ધ) થાય છે ? છેવટે વીર્યવાન આત્મા કયા પ્રકારનાં પરિણામોથી બળવાન કર્મોને નિર્બળ બનાવીને પોતાના પ્રગતિમાર્ગને નિષ્કંટક કરી દે છે ? આત્મમંદિરમાં વર્તમાન પરમાત્મદેવનો સાક્ષાત્કાર કરાવવામાં સહાયક પરિણામ જેમને ‘અપૂર્વકરણ’ અને ‘અનિવૃત્તિકરણ' કહે તેમનું સ્વરૂપ કેવું છે ? જીવ પોતાની શુદ્ધ પરિણામતરંગમાલાના વૈદ્યુતિક યન્ત્રથી કર્મના પહાડોને કેવી રીતે ચૂર-ચૂર કરી દે છે ? ક્યારેક ક્યારેક ગુલાંટ મારીને કર્મ જ, જે થોડો વખત માટે દબાઈ ગયાં હોય છે તે જ, પ્રગતિશીલ આત્માને કેવી રીતે નીચે પાડી દે છે ? ક્યાં કાં કર્મો બન્ધની અને ઉદયની અપેક્ષાએ પરસ્પર વિરોધી છે ? ક્યા કર્મનો બન્ય કઈ અવસ્થામાં અવયંભાવી છે અને કઈ અવસ્થામાં અનિયત છે ? ક્યા કર્મનો વિપાક કઈ દશા સુધી નિયત છે અને કઈ દશામાં અનિયત છે ? આત્મસંબદ્ધ અતીન્દ્રિય કર્મરજ કેવા પ્રકારની આકર્ષણશક્તિથી સ્થૂળ પુદ્ગલોને ખેંચ્યા કરે છે અને તેમના દ્વારા રારીર, મન, સૂક્ષ્મરારીર આદિનું નિર્માણ કર્યા કરે છે ? ઇત્યાદિ સંખ્યાતીત પ્રશ્નો જે કર્મ સાથે સંબંધ ધરાવે છે તેમનો સયુક્તિક, વિસ્તૃત અને વિશઠ ખુલાસો જૈન કર્યસાહિત્ય સિવાય અન્ય કોઈ પણ દર્શનના સાહિત્ય દ્વારા કરી શકાતો નથી. આ જ કર્મતત્ત્વના વિષયમાં જૈન દર્શનની વિશેષતા છે.
‘કર્મવિષાક’ ગ્રન્થનો પરિચય
જગતમાં જેટલા પ્રતિષ્ઠિત સંપ્રદાયો (ધર્મસંસ્થાઓ) છે તે બધાના સાહિત્યને બે વિભાગોમાં વહેંચી રાાય – (1) તત્ત્વજ્ઞાન અને (2) આચાર અને ક્રિયા.
આ બે વિભાગો એક્બીજાથી તદ્દન જ અલગ નથી. તેમનો સંબંધ તેવો જ છે જેવો શરીરમાં નેત્ર અને હાથપગ આદિ અન્ય અવયવોનો છે. જૈન સંપ્રદાયનું સાહિત્ય પણ તત્ત્વજ્ઞાન અને આચાર એ બે વિભાગોમાં વહેંચાયેલું છે. પ્રસ્તુત ગ્રન્થ પહેલા વિભાગ સાથે સંબંધ ધરાવે છે, અર્થાત્ તેમાં વિધિનિષેધાત્મક ક્રિયાનું વર્ણન નથી પરંતુ તેમાં તો તત્ત્વનું વર્ણન છે. એમ તો જૈનદર્શનમાં અનેક તત્ત્વો પર વિવિધ દૃષ્ટિએ વિચાર કરવામાં આવ્યો છે પરંતુ આ ગ્રન્થમાં તે બધાંનું વર્ણન નથી. તેમાં તો પ્રધાનપણે કર્મતત્ત્વનું વર્ણન છે. આત્મવાદી બધાં દર્શનો કોઈ ને કોઈ રૂપમાં કર્મને માને જ છે, પરંતુ જૈનદર્શન આ સંબંધમાં પોતાની અસાધારણ વિરોષતા ધરાવે છે અથવા તો કહો કે કર્મતત્ત્વના વિચારક્ષેત્રમાં જૈનદર્શનની ખરાખરીનું કોઈ દર્શન નથી, તેથી આ ગ્રન્થને જૈનદર્શનની વિશેષતાનો યા જૈનદર્શનના વિચારણીય તત્ત્વનો ગ્રન્થ કહેવો ઉચિત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org