________________
૧૨
પંચકર્મગ્રન્યપરિશીલન ધર્માધર્મ, અદષ્ટ અને સંસ્કાર આ શબ્દોનો પ્રયોગ બીજાં દર્શનોમાં પણ મળે છે, પરંતુ, ખાસ કરીને ન્યાય તથા વૈશેષિક દર્શનમાં તેમનો પ્રયોગ થયેલો છે. દેવ, ભાગ્ય, પુણ્યપાપ આદિ કેટલાય શબ્દો એવા છે જે બધાં દર્શન માટે સાધારણ છે. જેટલાં દર્શન આત્મવાદી છે અને પુનર્જન્મને માને છે તેમને પુનર્જન્મની સિદ્ધિ યા ઉપપત્તિ માટે કર્મ માનવું જ પડે છે. ભલે ને તે દર્શનોની ભિન્ન ભિન્ન પ્રક્રિયાઓના કારણે યા ચેતનના સ્વરૂપ અંગેનો મતભેદ હોવાના કારણે કર્મનું સ્વરૂપ ઓછુંવત્તું જુદું જણાય, પરંતુ એમાં કોઈ સંદેહ નથી કે બધા આત્મવાદીઓએ માયા આદિ ઉપર્યુક્ત કોઈ ને કોઈ નામથી કર્મને અંગીકાર કર્યું જ છે. (3) કર્મનું સ્વરૂપ
મિથ્યાત્વ, ક્યાય આદિ કારણોથી જીવ દ્વારા જે કરાય છે તે જ કર્મ' કહેવાય છે. કર્મનું આ લક્ષણ ઉપર્યુક્ત ભાવકર્મ અને દ્રવ્યકર્મ બન્નેમાં ઘટે છે, કેમ કે ભાવકર્મ આત્માનો યા જીવનો વૈભાવિક પરિણામ છે, તેથી તેનો ઉપાદાનરૂપ કર્તા જીવ જ છે અને દ્રવ્યકર્મ જે કાર્મણજાતિના સૂક્ષ્મ યુગલોનો વિકાર છે તેનો પણ કર્તા નિમિત્તરૂપે જીવ જ છે. ભાવકર્મની ઉત્પત્તિમાં દ્રવ્યકર્મ નિમિત્ત છે અને દ્રવ્યકર્મની ઉત્પત્તિમાં ભાવકર્મ નિમિત્ત છે. આ રીતે તે બન્નેનો પરસ્પર બીજાંકુરની જેમ કાર્યકારણભાવ સંબંધ છે. (4) પુણ્ય-પાપની કસોટી
સામાન્ય જન કહે છે કે દાન, પૂજન, સેવા આદિ ક્રિયાઓ કરવાથી શુભ કર્મનો (પુણ્યનો) બંધ થાય છે અને કોઈને દુઃખ દેવું, બીજાની ઇચ્છાવિરુદ્ધ કામ કરવું આદિથી અશુભ કર્મનો (પાપનો) બંધ થાય છે.' પરંતુ પુણ્ય-પાપનો નિર્ણય કરવાની મુખ્ય કસોટી આ નથી, કેમ કે કોઈને દુઃખ પહોંચાડતો મનુષ્ય પણ પુણ્ય ઉપાર્જન કરી શકે છે. તેવી જ રીતે દાન-પૂજન આદિ કરનારો પણ પુણ્ય ઉપાર્જન ન કરીને કોઈ કોઈ વાર પાપ બાંધી લે છે. એક પરોપકારી ચિકિત્સક જ્યારે કોઈ પર રાસ્ત્રક્રિયા કરે છે ત્યારે પેલા દરદીને પીડા અવશ્ય થાય છે, હિતૈષી માતાપિતા અણસમજુ બાળકને જ્યારે તેની ઈચ્છાવિરુદ્ધ ભણાવવા માટે પ્રયત્ન કરે છે ત્યારે તે બાળકને દુઃખ થાય છે, પરંતુ એટલાથી જ ન તો તે ચિકિત્સક અનુચિત કામ કરનારો મનાય છે કે ન તો હિતૈષી માતાપિતાને દોષી સમજવામાં આવે છે. એથી ઊલટું જ્યારે કોઈ ભોળા લોકોને ઠગવાના ઈરાદે કે કોઈ તુચ્છ આશયથી દાન-પૂજન આદિ ક્રિયાઓ કરે છે ત્યારે તે પુણ્યના બદલે પાપ બાંધે છે. તેથી પુણ્યબંધ યા પાપબંધની ખરી કસોટી કેવળ ઉપર જણાવેલી ક્રિયાઓ નથી પરંતુ તેની યથાર્થ કસોટી કર્તાનો આરાય જ છે. સારા આશયથી જે કામ કરવામાં આવે છે તે પુણ્યનું નિમિત્ત બને છે અને બૂરા આરાયથી જે કામ કરવામાં આવે છે તે પાપનું નિમિત્ત બને છે. પુણ્ય-પાપની આ કસોટી બધાને એકસરખી માન્ય છે, કેમ કે આ સિદ્ધાન્ત સર્વને સ્વીકાર્ય છે કે –
यादृशी भावना यस्य सिद्धिर्भवति तादृशी ।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org