________________
૧૦
પંચકર્મગ્રન્યપરિશીલન વિના તેની પારનું સ્વરૂપ જાણવાની યોગ્યતા યા દષ્ટિ કોઈને કેવી રીતે પ્રાપ્ત થઈ શકે? તેના સિવાય એ પ્રશ્ન પણ થાય છે કે દેખાતી વર્તમાન અવસ્થાઓ જ આત્માનો સ્વભાવ શા માટે નથી ? તેથી અધ્યાત્મશાસ્ત્ર માટે એ આવશ્યક છે કે તે પહેલાં આત્માના દેખાતા સ્વરૂપની ઉપપત્તિ દેખાડીને પછી આગળ વધે. આ જ કામ કર્મશાસ્ત્ર ક્યું છે. દેખાતી બધી અવસ્થાઓને કર્મજન્ય દર્શાવીને તે અવસ્થાઓથી આત્માના સ્વભાવની જુદાઈની તે સૂચના કરે છે. આ દષ્ટિએ કર્મશાસ્ત્ર અધ્યાત્મશાસ્ત્રનો જ એક અંશ છે. જો અધ્યાત્મશાસ્ત્રનો ઉદ્દેશ્ય આત્માના શુદ્ધ સ્વરૂપનું વર્ણન કરવાનો જ માનવામાં આવે તો પણ કર્મશાસ્ત્રને અધ્યાત્મશાસ્ત્રનું પ્રથમ સોપાન માનવું જ પડે છે. તેનું કારણ એ છે કે જ્યાં સુધી અનુભવમાં આવનારી વર્તમાન અવસ્થાઓ સાથે આત્માના સંબંધનો ખરો ખુલાસો ન થાય ત્યાં સુધી દષ્ટિ આગળ કેવી રીતે વધી શકે? જ્યારે એ સમજાઈ જાય છે કે ઉપરનાં બધાં રૂપ માયિક યા વૈભવિક છે ત્યારે એની મેળે આપોઆપ જ જિજ્ઞાસા થાય છે કે આત્માનું સાચું સ્વરૂપ શું છે ? તે સમયે આત્માના કેવળ શુદ્ધ
સ્વરૂપનું પ્રતિપાદન સાર્થક બને છે. પરમાત્માની સાથે આત્માનો સંબંધ દેખાડવો એ પણ અધ્યાત્મશાસ્ત્રનો વિષય છે. આ સંબંધમાં ઉપનિષદોમાં યા ગીતામાં જેવા વિચાર મળે છે તેવા જ કર્મશાસ્ત્રમાં પણ છે. કર્મશાસ્ત્ર કહે છે કે આત્મા એ જ પરમાત્મા છે - જીવ જ ઈશ્વર છે. આત્માનું પરમાત્મામાં મળી જવું એનો અર્થ એ છે કે આત્માનું પોતાના કર્માવૃત પરમાત્મભાવને વ્યક્ત કરીને પરમાત્મરૂપ બની જવું. જીવ પરમાત્માનો અંશ છે એમ કહેવાનો અર્થ કર્મશાસ્ત્રની દષ્ટિએ એ છે કે જીવમાં જેટલી જ્ઞાનકલા વ્યક્ત છે તે પરિપૂર્ણ કિન્તુ અવ્યક્ત (આવૃત) ચેતનાચન્દ્રિકાનો એક અંરા માત્ર છે. કર્મનું આવરણ દૂર થઈ જતાં ચેતના પરિપૂર્ણ રૂપમાં પ્રગટ થાય છે. તેને ઈશ્વરભાવ યા ઈશ્વરત્વની પ્રાપ્તિ સમજવી જોઈએ.
ધન, શરીર આદિ બાહ્ય વિભૂતિઓમાં આત્મબુદ્ધિ રાખવી અર્થાત્ જડમાં અહત્વબુદ્ધિ રાખવી એ બાહ્ય દષ્ટિ છે. આ અભેદભ્રમને બહિરાત્મભાવ સિદ્ધ કરીને તેને છોડવાનો ઉપદેશ કર્મશાસ્ત્ર દે છે. જેમના સંસ્કાર કેવળ બહિરાત્મભાવમય બની ગયા હોય તેમને કર્માસ્ત્રનો ઉપદેરા ભલે ને રુચિ ન હોય પરંતુ તેથી કર્મશાસ્ત્રના ઉપદેશની સચ્ચાઈમાં જરા પણ અન્તર ૫ડી રાતું નથી.
શરીર અને આત્માના અભેદના ભ્રમને દૂર કરાવીને તેમના ભેદજ્ઞાનને (વિવેકખ્યાતિને) કર્મશાસ્ત્ર પ્રગટાવે છે. આ સમયથી અન્તર્દષ્ટિ ખૂલી જાય છે. અન્તર્દષ્ટિ દ્વારા પોતાનામાં વર્તમાન પરમાત્મભાવને જોવામાં આવે છે. પરમાત્મભાવને દેખીને તેને પૂર્ણપણે અનુભવમાં લાવવો એ જ જીવનું શિવ (બ્રહ્મ) થવું છે. આ બ્રહ્મભાવને વ્યક્ત કરાવવાનું કામ કંઈક આગવી નિરાળી રીતે જ કર્મશાસ્ત્ર પોતાના માથે લઈ રાખ્યું છે, કેમ કે તે અભેદભ્રમથી ભેદજ્ઞાનની તરફ ઝુકાવીને પછી સ્વાભાવિક અભેદધ્યાનની ઉચ્ચ ભૂમિકાની તરફ આત્માને ખેચે છે. બસ તેનું કર્તવ્યક્ષેત્ર આટલું જ છે. સાથે સાથે જ યોગશાસ્ત્રના મુખ્ય પ્રતિપાદ્ય અંશનું વર્ણન પણ તેમાં મળી જાય છે. તેથી એ સ્પષ્ટ છે કે કર્મશાસ્ત્ર અનેક પ્રકારના આધ્યાત્મિક શાસ્ત્રીય વિચારોની ખાણ છે. તે જ તેનું મહત્ત્વ છે. ઘણા લોકેને પ્રકૃતિઓની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org