________________
પંચકર્મગ્રન્યપરિશીલન (2) બધાં પ્રાણી સારાં યા બૂરાં કર્મ કરે છે, પરંતુ કોઈ ભૂરાં કર્મનાં ફળને ઇચ્છતું
નથી અને કર્મ પોતે જડ હોવાથી કોઈક ચેતનની પ્રેરણા વિના ફળ દેવામાં અસમર્થ છે. તેથી કર્મવાદીઓએ પણ માનવું જોઈએ કે ઈશ્વર જ પ્રાણીઓ પાસે કર્મફળ ભોગવાવે છે.
. (3) ઈશ્વર એક એવી વ્યક્તિ હોવી જોઈએ જે સદા મુક્ત હોય, અને મુક્ત જીવોની
અપેક્ષાએ પણ જેનામાં કંઈક વિશેષતા હોય. તેથી કર્મવાદનું એ માનવું યોગ્ય નથી કે કર્મથી છૂટા થઈ જતાં બધા જીવો મુક્ત અર્થાત્ ઈશ્વર બની જાય છે. પહેલા આક્ષેપનું સમાધાન - આ જગત કોઈ સમયે નવું ઉત્પન્ન થયું નથી, તે સદાકાળથી જ છે. હા, તેમાં પરિવર્તનો થતાં રહે છે. કેટલાંક પરિવર્તનો એવાં હોય છે કે જેમના થવા માટે મનુષ્ય આદિ પ્રાણીવર્ગના પ્રયત્નની અપેક્ષા દેખાય છે, તથા એવાં પણ પરિવર્તનો હોય છે કે જેમના થવા માટે કોઈના પ્રયત્નની અપેક્ષા હોતી નથી. આવાં પ્રયત્નની અપેક્ષા ન રાખનારાં પરિવર્તનો જડ તત્ત્વોના જાતજાતનાં સંયોગોથી - ઉષ્ણતા, વેગ, ક્રિયા આદિ શક્તિઓથી થતાં રહે છે. ઉદાહરણાર્થ, માટી, પથ્થર આદિ ચીજો એકઠી થવાથી નાના મોટા ટેકરા યા પહાડોનું બની જવું; આમતેમથી પાણીનાં વહેણો સાથે મળવાથી તે બધાંનું નદીના રૂપમાં વહેવું, વરાળનું પાણીના રૂપમાં વરસવું અને પુનઃ પાણીનું વરાળરૂપ બની જવું ઇત્યાદિ. તેથી ઈશ્વરને સૃષ્ટિનો કર્તા માનવાની કોઈ જરૂરત નથી.
બીજા આક્ષેપનું સમાધાન - પ્રાણીઓ જેવું કર્મ કરે છે તેવું ફળ તેમને કર્મ દ્વારા જ મળી જાય છે. કર્મ જડ છે અને પ્રાણી પોતે કરેલા બૂરા કર્મનું ફળ ઇચ્છતું નથી એ ઠીક છે, પરંતુ એ ધ્યાનમાં રાખવું જોઈએ કે જીવના અર્થાત્ ચેતનના સંગથી કર્મમાં એવી શક્તિ પેદા થઈ જાય છે કે જે શક્તિ દ્વારા તે પોતાના સારા-બૂરા વિપાકોને નિયત સમયે જીવ ઉપર પ્રગટ કરે છે. કર્મવાદ એવું તો માનતો જ નથી કે ચેતન સાથેના સંબંધ વિના જ જડ કર્મ ભોગ દેવા સમર્થ છે. તે તો એટલું જ કહે છે કે ફળ દેવા માટે ઈશ્વરરૂપ ચેતનની પ્રેરણા માનવાની કોઈ જરૂરત નથી કેમ કે બધા જીવો ચેતન છે અને તેઓ જેવું કર્મ કરે છે તે કર્મ અનુસાર તેમની બુદ્ધિ તેવી જ બની જાય છે જેથી બૂરા કર્મના ફળની ઈચ્છા ન ધરાવવા છતાં પણ તેઓ એવું કૃત્ય કરી બેસે છે કે જેના કારણે તેમને પોતાના કર્મ અનુસાર ફળ મળી જાય છે. કર્મ કરવું એ એક વાત છે અને ફળને ન ઇચ્છવું એ બીજી વાત છે; કેવળ ઇચ્છા ન હોવાથી જ કરેલા કર્મનું ફળ મળતું રોકાઈ શક્યું નથી. કારણસામગ્રી ભેગી થઈ જતાં કાર્ય આપોઆપ થવા લાગે છે. ઉદાહરણાર્થ – એક વ્યક્તિ તડકામાં ઊભી છે, ગરમ ચીજ ખાય છે અને ઈચ્છે છે કે તરસ ન લાગે, તો શું કોઈ પણ રીતે તરસ રોકી શકાય? ઈશ્વરકર્તુત્વવાદી કહે છે કે ઈશ્વરની ઇચ્છાથી પ્રેરિત થઈને કર્મ પોતપોતાનું ફળ પ્રાણીઓને આપે છે. આની સામે કર્મવાદી કહે છે કે કર્મ કરવાના સમયે પરિણામાનુસાર જીવમાં એવા સંસ્કાર પડી જાય છે કે જેમનાથી પ્રેરિત થઈને ર્તા જીવ કર્મના ફળને આપોઆપ જ ભોગવે છે અને કર્મ તે જીવ ઉપર પોતાનું ફળ પોતે જ પ્રગટ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org