________________
પ્રથમ પ્રકરણ પ્રથમકર્મગ્રન્થપરિશીલન
કર્મવાદ કર્મવાદ માને છે કે સુખ-દુઃખ, સંપત્તિ-વિપત્તિ, ઊંચ-નીચ આદિ જે અનેક અવસ્થાઓ દેખાય છે તે અવસ્થાઓની ઉત્પત્તિનાં કાલ, સ્વભાવ, પુરુષાર્થ આદિ જુદાં જુદાં કારણોની જેમ કર્મ પણ એક કારણ છે. પરંતુ અન્ય દર્શનોની જેમ કર્મવાદપ્રધાન જેનદર્શન ઈશ્વરને ઉક્ત અવસ્થાઓની યા સૃષ્ટિની ઉત્પત્તિનું કારણ નથી માનતું. બીજાં દનોમાં કોઈક સમયે સૃષ્ટિની ઉત્પત્તિ થઈ હોવાનું મનાયું છે, તેથી તે દર્શનોમાં સૃષ્ટિની ઉત્પત્તિની સાથે કોઈ ને કોઈ રીતે ઈશ્વરનો સંબંધ જોડી દેવામાં આવ્યો છે. ન્યાયધનમાં કહેવામાં આવ્યું છે કે સારાં-નરસાં કર્મોનું ફળ ઈશ્વરની પ્રેરણાથી મળે છે - તરિતવાતુ: . ગૌતમસૂત્ર, 4.1.21.
વૈશેષિકદર્શનમાં ઈશ્વરને સૃષ્ટિકર્તા માનીને તેના સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. જુઓ પ્રરાસ્તપાદભાષ્ય, પૃ. 48.
યોગદર્શનમાં ઈશ્વરરૂ૫ અધિષ્ઠાન દ્વારા પ્રકૃતિનો પરિણામ અર્થાત્ જડ જગતનો ફેલાવો મનાયો છે. જુઓ યોગસૂત્રના સમાધિપાદના 24મા સૂત્ર ઉપરનું ભાષ્ય તથા ટીકા.
શ્રી શંકરાચાર્યે પણ પોતાના બ્રહ્મસૂત્રભાષ્યમાં ઉપનિષદ્દના આધારે જગાએ જગાએ બ્રહ્મને સૃષ્ટિનું ઉપાદાનકારણ સિદ્ધ છે, જેમકે વેતનમેલામતિ બ્રહ્મ ક્ષીરવિદેવદિવાનપેક્ષ્ય વાહીસાધન સ્વયં પરમાનં નાત: રિમિતિ સ્થિતિમ્ !' બ્રહ્મસૂત્રભાષ્ય 2.1.26. 'तस्मादशेषवस्तुविषयमेवेदं सर्वविज्ञानं सर्वस्य ब्रह्मकार्यतापेक्षयोपन्यस्यते इति द्रष्टव्यम् ।' બ્રહ્મસૂત્રભાષ્ય, અ.2 પા.3 અ.1 સૂત્ર 6. ‘મતઃ શ્રુતિપ્રામાયમાત્ ત્રા
રામિદમ્તોત્પત્તિમે નજ્ઞાતિનિતિ નિશીયન્ત બ્રહ્મસૂત્રભાષ્ય, અ.2 પા.3 અ.1 સૂત્ર7.
પરંતુ જીવો પાસે ર્મફળ ભોગવાવવા માટે જૈનદર્શન ઈશ્વરને કર્મનો પ્રેરક માનતા નથી. કેમ કે કર્મવાદનું મન્તવ્ય છે કે જેમ જીવ કર્મ કરવામાં સ્વતંત્ર છે તેમ તેનું ફળ ભોગવવામાં પણ સ્વતંત્ર છે. કહ્યું પણ છે કે “ઃ મેવાનાં મો વર્મની ચા સંત નિર્વતા
હૃત્નિ નન્યનક્ષ: diા આમ જેનદન ઈશ્વરને સૃષ્ટિનો અધિષ્ઠાતા પણ નથી માનતું કેમ કે તેના મતે સૃષ્ટિ અનાદિ-અનન્ત હોવાથી તે ક્યારેય અપૂર્વ ઉત્પન્ન નથી થઈ તથા તે સ્વયં જ પરિણમનશીલ છે એટલે તેને ઈશ્વરના અધિષ્ઠાનની અપેક્ષા નથી. કર્મવાદ પર થતા મુખ્ય આક્ષેપો અને તેમનું સમાધાન
ઈશ્વરને કર્તા યા પ્રેરક માનનારા કર્મવાદ ઉપર નીચે જણાવેલા ત્રણ આક્ષેપો કરે છે. (1) ઘડિયાળ, મકાન આદિ નાની મોટી ચીજો જો કોઈ વ્યક્તિ દ્વારા નિર્માણ પામે છે
તો સંપૂર્ણ જગત, જે કાર્યરૂપ જણાય છે, તેને પણ ઉત્પન્ન કરનારો કોઈ અવશ્ય હોવો જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org