Book Title: Nijdosh Darshan Thi Nirdosh
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 8
________________ એકાંતે અહંકારી હોય જ. આખો દહાડો માફી માંગ માંગ કર્યા કરવી. આખો દહાડો માફી માંગવાની ટેવ જ પાડી દેવી. જ્ઞાનીની કૃપાથી જ કામ થાય, કંઈ દોડધામ કરવાની નહીં. કૃપા ક્યારે મળે ? જ્ઞાનીની આજ્ઞામાં રહેવાથી. આજ્ઞામાં રહેવાથી સમાધિ થાય. આત્મા ય વીતરાગ છે ને પ્રકૃતિ ય વીતરાગ છે. પણ પ્રકૃતિના દોષ કાઢીએ કે તેનું રિએક્શન આવે. કોઈનો દોષ દેખાય તે આપણો જ દોષ છે. દાદાનો આ સત્સંગ, ત્યાં માર પડે તો ય છોડવો નહીં. સત્સંગમાં મરી જવું પણ બહાર ક્યાંય જવા જેવું નહીં, સત્સંગમાં કોઈના દોષ જોવા નહીં. નહીં તો ‘વજ્રલેપો ભવિષ્યતિ' ! માટે અહીં તરત જ પ્રતિક્રમણ કરી ધોઈ નાખવું. નહી તો નિકાચિત કર્મ થઈ જાય ! જ્ઞાની પુરુષના કોઈ કાળે દોષ જોવાય જ નહીં. જ્ઞાની પુરુષ આગળ બુદ્ધિ વાપરે તો તે પડી જાય, નર્સે જાય. કો'ક વિરલ જ જ્ઞાનીની નજીક રહી તેમનો એકુંય દોષ ના જુએ ! તે જ જ્ઞાનીની સેવામાં નજીક રહી શકે ! બીજાનાં દોષ જોવાથી પોતાના દોષ જોવાની શક્તિ રૂંધાઈ ગઈ છે. કોઈની હોતી જ નથી, ભૂલ ગણવી જ હોય તો ‘વ્યવસ્થિત’ની ગણજો ભૂલ અને ‘વ્યવસ્થિત’ એટલે પોતાનો જ હિસાબ પોતાને ભાગે આવે છે. પોતે ભૂલ કરી છે તેનો દંડ કુદરતી નિમિત્તો દ્વારા પોતાને મળે છે. જ્ઞાનીના પ્રત્યેક કર્મ દિવ્ય કર્મ હોય. બાહ્ય કર્મ તો બધાના જેવાં જ હોય પણ તે સમયે તેમને વર્તતી વીતરાગતા જ નિહાળવા જેવી છે ! પ્રત્યક્ષની વીતરાગતા જોવાથી વીતરાગ થવાય ! મોક્ષાર્થીની લાક્ષણિકતાઓ કઈ ? સરળતા ! ઓપન ટુ સ્કાય ! પોતાના બધા જ દોષો ખુલ્લા કરી નાખે તે ! દોષમાં એકાગ્રતા થવાથી એટલે કે દોષ દેખાયો નહીં. અંધાપો આવ્યો તેથી દોષ વળગ્યો. એ દોષ જોવાથી જાય. આપણે પોતે શુદ્ધાત્મા થઈ ગયા. હવે પુદ્ગલને ચોખ્ખું કરવાનું રહ્યું. તે જોવાથી જ ચોખ્ખું થઈ જાય. અતિક્રમણ જે કરે તેણે પ્રતિક્રમણ કરવાનું. શુદ્ધાત્મા અતિક્રમણ કરતો નથી, તેથી પ્રતિક્રમણ કરવાનું એને રહેતું નથી. આ સિદ્ધાંત લક્ષમાં રાખવાનો. દાદાશ્રી કહે, કે અમારાં પ્રતિક્રમણ દોષ થતાં પહેલાં ચાલુ જ થઈ જાય, એની મેળે ! એ જાગૃતિનું ફળ છે ! આગળની જાગૃતિ તો દોષોને દોષ તરીકે ય જોતું નથી. એ ‘શેય’ ને ‘પોતે’ ‘જ્ઞાતા’. જ્ઞેય છે તો જ્ઞાતાપણું છે ! કોઈને દોષીત પણ નહીં ગણવા ને નિર્દોષ પણ નહીં ગણવા, નિર્દોષ જાણવા ! પોતાની પ્રકૃતિને જોવી, ચંદુભાઈ શું કરી રહ્યાં છે તેને જોવું એ શુદ્ધ ઉપયોગ છે. પ્રકૃતિ કેમ જોવાતી નથી ? આવરણને લીધે. એ આવરણ કઈ રીતે તૂટે ? જ્ઞાની પુરુષ ‘વિધિઓ’ (ચરણ વિધિ) કરાવે, તેનાથી આવરણ તૂટે. જ્ઞાનીને ય સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ દોષો હોય, જે પ્રતિક્રમણથી ચોખ્ખા કરે. પ્રકૃતિના ગુણ-દોષોને જોનારો કોણ ? પ્રકૃતિને પ્રકૃતિ જુએ છે, એ જોનારો છે પ્રકૃતિનો બુદ્ધિ અને અહંકારનો ભાગ ! આમાં આત્મા નિર્લેપ હોય છે. આત્માને સારું-ખોટું હોતું જ નથી. પ્રકૃતિના દોષો દેખાડનારી ઊંચી પ્રકૃતિ કહેવાય કે જે આત્મા પ્રાપ્ત કરાવનારી છે. પ્રકૃતિને નિર્દોષ જુએ છે તે પરમાત્મા ! જોવામાં મુક્તાનંદ ! પણ આત્માને આનંદની ય પડી નથી. એને તો માત્ર જેમ છે તેમ જોવામાં સર્વસ્વ છે ! દોષથી અંતરાય ને અંતરાયથી સંપૂર્ણ આનંદનો અનુભવ અડકે ! પરમ પૂજ્ય દાદાશ્રી એમની દશાનું વર્ણન કરતાં કહે છે કે અમારે તો વાળ જેટલી ય ભૂલ થાય તો તરત ખબર પડી જાય !' તે મહીં કેવી કોર્ટ હશે ?! કેવું જજમેન્ટ હશે ? કોઈની જોડે મતભેદ જ નહીં. ગુનેગાર દેખાય છતાં એની જોડે મતભેદ નહીં ! બાહ્યમાં ગુનેગાર, અંદર તો કંઈ જ ગુનો નથી. તેથી દાદાશ્રી સંપૂર્ણ નિર્દોષ થયા અને આખા જગતને નિર્દોષ જોયું ! જ્ઞાની પુરુષની એક સ્થૂળ કે સૂક્ષ્મ ભૂલ ના હોય ! સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77