________________
નિજદોષ દર્શનથી... નિર્દોષ !
નિજદોષ દર્શનથી... નિર્દોષ !
આબરૂ જતી રહેશે. અલ્યા, આબરૂ હતી જ ક્યાં છે ? આબરૂદાર તો કોનું નામ કે મનુષ્યમાંથી ફરી ચારપગો ના થાય, એનું નામ આબરૂદાર !
અલ્યા, આટલો બધો પાકો માણસ તું. ભગવાન પાસે “હું અનંત દોષનું ભાજન છું” એમ બોલે અને અહીં બહાર બે જ ભૂલ છે એમ બોલે !! આપણે કહીએ, ‘ભગવાન પાસે બોલતો હતોને ?” ત્યારે કહે, ‘એ તો ત્યાં બોલવાનું હોય, અહીં નહીં.’ એનાં કરતાં તો તડબૂચાં સારાં, એનામાં એટલા દોષ ના હોય ! અલ્યા, ભગવાન પાસે જુદું બોલે છે અને અહીં જુદું બોલે છે ? હજુ તો કેટલા ચક્કર ફરીશ તું ?
જરા ક્રોધ ખરો ને જરા લોભ ખરો, બે ભૂલનો માલિક ! ભગવાન અહીં ફરતા હતા, તે એમની પાસે પાંચ લાખ ભૂલો હતી ને આ બે ભૂલનો માલિક ! ભગવાન દેહધારી હતાને ત્યાં સુધી બે-પાંચ લાખ ભૂલો પડી રહેતી હતી ને આ ભૂલ વગરનો (!)
એ જો પોતાના દોષ દેખાય નહીં, તો કોઈ દિ' તરવાની વાત કરવી નહીં, એવી આશા ય રાખવી નહીં. મનુષ્ય માત્ર અનંત ભૂલનું ભાજન છે અને જો એને પોતાની ભૂલ નથી દેખાતી તો એટલું જ છે કે એને ભયંકર આવરણ વર્તે છે. આ તો ભૂલ દેખાતી જ નથી.
હવે ભૂલો દેખાય છે થોડી ઘણી ? ભૂલો દેખાય છે કે નથી દેખાતી ? પ્રશ્નકર્તા : હવે દેખાય છે.
નર્યો ભૂલનો ભંડાર એટલે જીવડું થઈ જાયને પછી ? નહીં તો પોતે શિવ છે. જીવ-શિવનો ભેદ કેમ લાગે છે ? આ તો ભૂલને લઈને છે. આ ભૂલ ભાંગે તો ઉકેલ આવે.
દીઠા તહીં તિજદોષ તો... - પહેલું વાક્ય કહે છે કે હું તો દોષ અનંતનું ભાન છું કરણાળ.' અને છેલ્લું એક વાક્ય કહે છે કે “દીઠા નહીં નિજદોષ તો તરીએ કોણ ઉપાય !'
| ‘અનંત દોષનું ભાજન છું” એવું મને ય સમજાય છે પણ દેખાતો એક્ય નથી. માટે તરવાનો ઉપાય છે કંઈ ? કેમ દેખાતો નથી ? પોતાના દોષ ક્યારે દેખાય ? કે જગતને જેમ જેમ નિર્દોષ જોતો જાય, તેમ તેમ પોતાના દોષ દેખાતા જાય. જગતના દોષો કાઢે છે ત્યાં સુધી પોતાનો એક અક્ષરેય દોષ જડે
નહીં.
જગતના દોષ કાઢે ખરું કોઈ? પારકાંના દોષ કાઢવામાં હોશિયાર હોય છે બહુ ? એસ્પર્ટ હોય છે, નહીં ?
ત જોવાય દોષ કોઈતા ! પ્રશ્નકર્તા : મને સામા માણસના ગુણો કરતાં દોષો વધારે દેખાય છે એનું શું કારણ ?
દાદાશ્રી : આખા જગતના લોકોને અત્યારે એવું થઈ ગયું છે. દ્રષ્ટિ જ બગડી ગઈ છે. એના ગુણ જુએ નહીં, દોષ ખોળી કાઢે તરત ! અને દોષ જડે ય ખરાં અને પોતાના દોષ જડે નહીં ને ?
પ્રશ્નકર્તા : સામાના દોષ દેખાય તે દોષ પોતાનામાં હોય ?
દાદાશ્રી : ભૂલનો સ્વભાવ કેવો છે કે દેખાય એ જતી રહે ને પાછી બીજે દહાડે પાછી આટલી જ આવે. નર્યો ભૂલોનો જ ભંડાર છે ! આ તો ભંડાર જ ભૂલનો છે. પછી વઢી પડે છે ને તે વઢ્યા પછી નિકાલ કરતાં ય નથી આવડતો. અલ્યા, વઢી પડે છે ? તે વિદ્યાને હવે એનો નિકાલ તો કર ! જેમ થાળી આપણે બગાડી હોય તો ધોતા ના આવડે પછી ? પણ આ તો વઢી પડ્યો પછી એનો નિકાલ કરતાં ય ના આવડે. પછી મોઢું ચઢાવીને ફર્યા કરે ! મેચક્કર, મોટું શું કરવા ચઢાવે છે તે ?
દાદાશ્રી : એવો કોઈ કાયદો નથી, છતાં એવાં દોષો હોય. આ બુદ્ધિ શું કરે છે ? પોતાના દોષો ઢાંક ઢાંક કરે ને બીજાનાં જુએ. આ તો અવળા માણસનું કામ. જેની ભૂલ ભાંગી ગઈ હોય તે બીજાની ભૂગ્લો ના જુએ. એ કુટેવ જ ના હોય. સહેજે નિર્દોષ જ જુએ. જ્ઞાન એવું હોય કે સહેજે ભૂલ ના જુએ.