________________
નિજદોષ દર્શનથી.... નિર્દોષ !
નિજદોષ દર્શનથી... નિર્દોષ !
પ્રશ્નકર્તા : બીજાની ભૂલ જ માણસ શોધે છે ને ?
દાદાશ્રી : ભૂલ કોઈની જોવાય નહીં. કોઈની ભૂલ જોશો એ ભયંકર ગુનો છે. તું શું ન્યાયાધીશ ? તને શું સમજણ પડે કે તું ભૂલ જોઉં છું? મોટા ભૂલના જોવાવાળા આવ્યા ? ભૂલ જોઉં છું, તો પછી તું ભાન વગરનો છું. બેભાન છું. ભૂલ હોતી હશે ? બીજાની ભૂલ તો જોવાતી હશે ? ભૂલ જોવી એ ગુનો છે, ભયંકર ગુનો છે. ભૂલ તો આપણી જ દેખાતી નથી. બીજાની શું કરવા ખોળો છો ? ભૂલ તમારી પોતાની જવાની છે, બીજા કોઈની ભૂલ જોવાની નથી.
અને એવી જો ભૂલો જોવામાં આવે, આ પેલાની ભૂલ જુએ, પેલો પેલાની ભૂલ જુએ, તો શું થાય ? કોઈની ભૂલ જ ના જોવાની હોય. છે ય નહીં ભૂલ. જે ભૂલ કાઢેને તે બિલકુલ નાલાયક હોય છે. સામાની સહેજ પણ ભૂલ થાય છે એવું મેં જોયું તો એ મારામાં નાલાયકી હોય છે. એની પાછળ ખરાબ આયો હોય છે. હા, ભૂગ્લ ક્યાંથી લાવ્યા ? પોતપોતાની પ્રકૃતિ પ્રમાણે કામ કરે છે. એમાં ભૂલ ક્યાં આવી ? આ ન્યાયાધીશનું ડીપાર્ટમેન્ટ છે ? સહુ સહુની પ્રકૃતિ પ્રમાણે કામ કરે છે. હું ય મારી પ્રકૃતિ પ્રમાણે કામ કર્યા કરું છું. પ્રકૃતિ તો હોય જ ને !
પ્રશ્નકર્તા : એ જ ભૂલી જાય છે કે આ સામો માણસ કર્તા નથી.
એ ના માને તો ય અમને બિલકુલ વાંધો નથી. અમે કહીએ, આ કરજો અને ના માને તો કંઈ નહીં.
પ્રશ્નકર્તા ઃ આપને કશુંય નહીં ?
દાદાશ્રી : હું જાણું કે એ શેના આધારે બોલે છે ! ઉદયકર્મના આધારે બોલે છે. કંઈ ઓછું મારી આજ્ઞા રોકવાની ઇચ્છા છે ? ઇચ્છા જ ના હોય ને ? એટલે એમને ગુનો ના લાગે. આ ઉદયકમના આધારે બોલે તો એ વાળવું પડે અમારે. જો પ્રકૃતિ વીફરે ત્યાં અમારે છે તે પરહેજ કરી દેવી પડે. પોતાનું અહિત તો સંપૂર્ણ કરે, બીજા બધાનું કરી નાખે. બાકી, સરળ પ્રકૃતિ ભૂલો કરતી હોય, કર્યા જ કરે. એ તો દુનિયામાં બધી પ્રવૃતિઓ જ છે !!!
તને તારી ભૂલો પૂરેપૂરી દેખાય છે ? પ્રશ્નકર્તા : હા, ભૂલો તો દેખાય છે.
દાદાશ્રી : એકુંય ભૂલ દેખાતી નથી તને. અને જેટલા વાળ છે એના કરતાં વધારે ભૂલો છે. એ શી રીતે સમજણ પડે તને ?!
પ્રશ્નકર્તા : એ ભૂલ ખાવી અથવા ન ખાવી એ કર્માધીન છે ને ?
દાદાશ્રી : ઓહોહો ! એ સારી શોધખોળ કરી ! જુઓને બાબા જ છેને, બધાં આવડાં આવડાં બાબા ! બેભાનપણું !! જુઓને, હજુ ભૂલ ખાવી કે ના ખાવી એ કર્માધીન છે કે કેમ હજુ તો આવું બોલે છે !! કૂવામાં કંઈ પડતો નથી. ત્યાં સાચવીને ચાલે છે. સમય આવે તો દોડે, ત્યાં કેમ કર્માધીનપણું બોલતો નથી ? ટ્રેઈન આવે તે ઘડીએ પાટા ઓળંગી જાય કે નહીં ? ત્યાં કેમ કર્માધીન બોલતો નથી.
પોતાના દોષ પોતાને શી રીતે દેખાય ? દેખાય જ નહીં ને ! કારણ કે જ્યાં મોહનું સામ્રાજ્ય હોય, મોહથી ભરેલાં !! હું ફલાણો છું, હું આમ છું, એનો મોહ પાછો !! પોતાના પદનો મોહ હોય ખરો કે ? ના હોય ?
પ્રશ્ન કર્તા : ઘણો હોય !
દાદાશ્રી : હા, એ એની જાગૃતિ રહે તો કશો વાંધો નથી. સામાની ભૂલ જોઈ ત્યાંથી જ સંસાર નવો ઊભો થયો. તે જ્યાં સુધી એ ભૂલ ભાગે નહીં ત્યાં સુધી એનો નિવેડો આવે નહીં. માણસ ગૂંચવાયેલો રહે.
અમને તો ક્ષણવાર પણ કોઈની ભૂલ દેખાઈ નથી અને દેખાય તો અમે મોંઢે કહી દઈએ. ઢાંકવાનું નહીં કે ભઈ, આવી ભૂલ અમને દેખાય છે. તને જરૂર હોય તો સ્વીકારી લેજે, નહીં તો બાજુએ મૂકી દેજે.
પ્રશ્નકર્તા : એ તો એના કલ્યાણ માટે આમ કહો છો. દાદાશ્રી : એ કહીએ ચેતવવા માટે તો ઉકેલ આવે ને ! અને પછી