________________
નિજદોષ દર્શનથી... નિર્દોષ !
નિજદોષ દર્શનથી... નિર્દોષ !
કુંવારી છે ? પૈણેલી હતી તે તેને ત્યાં જાય પછી સાસરે જતી રહે બેન.
દોષિત દ્રષ્ટિને પણ તું જાણ'! પ્રશ્નકર્તા : એટલે દાદા, દોષિત પણ નહીં ગણવા, નિર્દોષ પણ નહીં ગણવા, નિર્દોષ જાણવા.
દાદાશ્રી : જાણવાનું બધુંય. દોષિત જાણવા નહીં. દોષિત જાણે તે તો આપણી દ્રષ્ટિ બગડી છે અને દોષિત જોડે “ચંદુભાઈ એ કરે છે એ “આપણે” જોયા કરવાનું. ‘ચંદુભાઈને' “આપણે” આંતરવાના નહીં.
પ્રશ્નકર્તા : એ શું કરે છે એ જોયા કરવાનું.
દાદાશ્રી : બસ, જોયા કરો. કારણ કે એ દોષિતની જોડે દોષિત એની મેળે માથાકૂટ કરે છે પણ આ “ચંદુભાઈ ય નિર્દોષ છે અને એ ય નિર્દોષ છે. બે લઢે છે પણ બન્નેય નિર્દોષ છે.
પ્રશ્નકર્તા : એટલે ચંદુભાઈ દોષિત હોય તો ય એને દોષિત ગણવો નહીં. એને દોષિત તરીકે જાણવો ખરો ?
દાદાશ્રી : જાણવો. એ તો જાણવો જ જોઈએ ને ? પ્રશ્નકર્તા : અને સૂક્ષ્મ દ્રષ્ટિથી એ નિર્દોષ જ છે.
દાદાશ્રી : સૂક્ષ્મ દ્રષ્ટિથી એ નિર્દોષ જ છે, પણ ચંદુભાઈનું તમારે જે કંઈ કરવું હોય તે કરવું. બાકી જગતના સંબંધમાં નિર્દોષ ગણવાનું હું કહું છું. ચંદુભાઈને તમારે ટકોર કરવી પડે કે આવું ચાલશો તો નહીં ચાલે. એને શુદ્ધ ફૂડ આપવાનો છે. અશુદ્ધ ફૂડથી આ દશા થઈ છે તે શુદ્ધ ફૂડે કરીને નિવેડો લાવવાની જરૂર.
પ્રશ્નકર્તા ઃ એ કંઈ આડું અવળું કરે તો પ્રતિક્રમણ કરવાનું કહેવું પડે ?
દાદાશ્રી : હા, એ બધું જ કહેવું પડે. ‘તમે નાલાયક છો’ કહીએ. એમે ય કહેવાય. ચંદુભાઈ એકલા માટે બીજાને માટે નહીં. કારણ કે તમારી ફાઈલ
નંબર વન, તમારી પોતાની, બીજાને માટે નહીં.
પ્રશ્નકર્તા ઃ એટલે ફાઈલ નંબર વને દોષિત હોય તો તેને દોષિત ગણવી, એને વઢવું.
દાદાશ્રી : બધું વઢવું, પ્રિયુડીસ હઉ રાખવો એની પર કે તું આવો જ છે, હું જાણું છું. એને વઢવું હઉ કારણ કે આપણે એનો નિવેડો લાવવો છે હવે.
તથી કરવાનું, માત્ર જોવાતું ! પ્રશ્નકર્તા : પણ આ બીજા કોઈ ભાઈ હોય, ફાઈલ ન. દસમી, એને દોષિત નહીં જોવા. એ નિર્દોષ એમ ?
દાદાશ્રી : નિર્દોષ ! અરે, આપણી ફાઈલ નંબર ટુ હઉ નિર્દોષ ! કારણ કે ગુના શા હતા ? કે બધાને દોષિત જોયા અને આ ચંદુભાઈનો દોષ જોયો નથી. એ ગુનાનું રીએક્શન આવ્યું આ. એટલે ગુનેગાર પકડાઈ ગયો. બીજા ગુનેગાર છે જ નહીં.
પ્રશ્નકર્તા : પેલું ઊંધું જોયું છે.
દાદાશ્રી : ઊંધું જ જોયું. હવે છતું જોયું. વાત જ સમજવાની છે. કશું કરવાનું નથી. વીતરાગોની વાત સમજવાની જ હોય, કરવાનું ના હોય, એવાં વીતરાગ ડાહ્યા હતા ! જો કરવાનું હોય તો માણસ થાકી જાય બિચારો !
પ્રશ્નકર્તા : અને કરે તો પાછું બંધન આવે ને ?
દાદાશ્રી : હા. કરવું એ જ બંધન ! કંઈ પણ કરવું એ બંધન. માળા ફેરવી, મેં કર્યું એટલે બંધન. પણ તે બધાને માટે નહીં. બહારનાને માટે હું કહું કે માળા ફેરવજો. કારણ કે એમને ત્યાં એ વેપાર છે એમનો. બેઉના વેપાર જુદા છે.
પ્રશ્નકર્તા : પોતાની પ્રકૃતિ દેખાવા માંડી છે, બધું દેખાય, મન-બુદ્ધિચિત્ત-અહંકાર બધું દેખાય પણ એનો સ્ટડી કેવી રીતે કરવો ? એની આગળ જ્ઞાન કેવી રીતે કામ કરવું જોઈએ ? કેવી જાગૃતિ રહેવી જોઈએ ?