________________
નિજદોષ દર્શનથી.... નિર્દોષ !
૧૫
૧૦૬
નિજદોષ દર્શનથી... નિર્દોષ !
સારાં જ છે.
પ્રશ્નકર્તા : એટલે પછી વ્યવહારમાં તમે પછી શું કરો ?
દાદાશ્રી : નિર્દોષ છે ને ! મેં તો વ્યવહાર નિર્દોષ જ જોયેલો છે. દોષિત કેમ દેખાય છે ? માટે ધેર આર કૉઝીઝ (ત્યાં કંઈ કારણ છે) નિર્દોષ જ જોયેલું છે બધું. બુદ્ધિથી દોષિત છે જગત અને જ્ઞાનથી જગત નિર્દોષ છે. તને હસબંડ નિર્દોષ નથી દેખાતા ?
પ્રશ્નકર્તા : દેખાય છેને !
દાદાશ્રી : ત્યાર પછી હવે, પછી ભૂલ કાઢીએ એનો શો અર્થ છે ? આ ભૂલ તો ફક્ત આ પૂતળું પેલા પૂતળાની ભૂલો કાઢતું હોય તે આપણે જોયા કરવાનું. તે આ પ્રકૃતિ નિહાળવાની.
ત્યાં સુધી ઉપરી મહીંવાળા ભગવાન ! આમાં બીજા કોઈનું છે જ નહીં, ત્યાં આપણી જ ભૂલોનું ફળ આપણે ભોગવવાનું. માલકી આપણી, ઉપરીય કોઈ નહીં, મહીં બેઠા છે તે ભગવાન જ આપણા ઉપરી. એ શુદ્ધાત્મા એ ભગવાન. ફાઈલ વગરના શુદ્ધાત્મા એ ભગવાન કહેવાય ને ફાઈલવાળા એ શુદ્ધાત્મા, શુદ્ધાત્મા કહેવાય. જુઓને, તમને ફાઈલો છેને, નિરાંતે સમજી ગયાંને તરત કે ફાઈલવાળા શુદ્ધાત્મા એ શુદ્ધાત્મા કહેવાય.
પ્રશ્નકર્તા: તમારી સ્થિતિ પામવી છે, દાદા. બધી ફાઈલો હોય તો ય અડે નહીં.
દાદાશ્રી : એટલે હવે ફાઈલ સુધી આવ્યા છે. હવે ફાઈલનો ઉકેલ લાવી નાખવાનો બસ, એટલે પતી ગયું. બધું કામ પતી જાય છે. નથી હિમાલયમાં તપ કરવા પડ્યાં કે નથી ઉપવાસ કરવા પડ્યા. હિમાલયમાં તો તપ અનંત અવતાર સુધી કરે તોય કશું વળે નહીં. ઊંધે રસ્તે સહેજ જ ઊંધો રસ્તો હોય, પણ તે રસ્તે ગયા તો મૂળ જગ્યા ના આવે. કરોડ વર્ષ ફર્યા કરીએ તો ય ના આવે !
ભિન્નતા એ બોતા જાણપણામાં ! પ્રશ્નકર્તા : પ્રકૃતિનાં ગુણ-દોષ જે જુએ છે તે જોનારો કોણ છે ? દાદાશ્રી : એ જ પ્રકૃતિ છે. પ્રશ્નકર્તા : પ્રકૃતિનો કયો ભાગ જુએ છે ? દાદાશ્રી : એ બુદ્ધિનો ભાગ, અહંકારનો ભાગ. પ્રશ્નકર્તા : તો પછી આમાં મૂળ આત્માનું શું કામ છે ? દાદાશ્રી : મૂળ આત્માને શું ?! એને લેવા-દેવા જ નહીં ને ! પ્રશ્નકર્તા : મૂળ આત્માનું જોવા-જાણવાપણું કઈ રીતના હોય ? દાદાશ્રી : એ નિર્લેપ હોય છે અને આ તો લેપીત છે. પ્રશ્નકર્તા : એટલે સારું-ખોટું જુએ છે એ લેખીતભાગ છે. દાદાશ્રી : હા, એ બધો લેપીતભાગ !
પ્રશ્નકર્તા: આ બુદ્ધિએ પ્રકૃતિનું સારું-ખોટું જોયું, એ જે જુએ છે, જાણે છે એ પોતે છે ?
દાદાશ્રી : પ્રકૃતિનો દોષ જુએ તો એ પ્રકૃતિ થઈ ગઈ. આત્મા નથી ત્યાં આગળ. આત્મા આવો નથી. એને કોઈનો દોષ ના દેખાય.
પ્રશ્નકર્તા: એક-બીજાના દોષની વાત નથી કરતા, પોતે પોતાનાં દોષની વાત કરે છે.
દાદાશ્રી : તે વખતે પ્રકૃતિ જ હોય. પણ એ ઊંચી પ્રકૃતિ, આત્માને પ્રાપ્ત કરાવનારી છે.
પ્રશ્નકર્તા : અને પ્રકૃતિને નિર્દોષ જુએ છે, એ કોણ જુએ છે ? દાદાશ્રી : એ પ્રકૃતિને નિર્દોષ જુએ છે એ જ પરમાત્મા છે, એ જ