Book Title: Nijdosh Darshan Thi Nirdosh
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 68
________________ નિજદોષ દર્શનથી... નિર્દોષ ! ૧૧૫ ૧૧૬ નિજદોષ દર્શનથી. નિર્દોષ ! છેલ્લા પચ્ચીસસો વર્ષમાં નથી. છેલ્લા પચીસસો વર્ષોનાં જે કર્મો છે, એમાં આ શીલવાન થઈ શકે જ નહીં માણસ. શીલ આવે ખરું પણ પૂર્ણતા ના આવે. પ્રશ્નકર્તા : પણ શીલની દિશામાં તો જવાય ? નથી, વાધે ય દોષિત નથી.’ એટલે આ જવાબ ઉપરથી આખી રકમ ખોળી કાઢવાની છે. આ જવાબ શો કે આ જગત આખું નિર્દોષ સ્વરૂપ છે. જીવમાત્ર નિર્દોષ છે. દોષિત દેખાય છે તે પોતાની પેલી અજ્ઞાનતાથી. બોલો, હવે કેટલી ભૂલમાં હશો તમે ? પ્રશ્નકર્તા : ઘણી ભૂલમાં. દાદાશ્રી : જ્યારે જગત નિર્દોષ દેખાશે, તમારું ગજવું કાપતો હોય એ જ માણસ તમને નિર્દોષ દેખાય ત્યારે જાણવું કે કરેક્ટનેસ (યથાર્થતા) પર આવ્યું. દાદાશ્રી : હા, જવાય. પ્રશ્નકર્તા : તો એ જવા માટે શું કરવું ? મારો એક મોટામાં મોટો મૂંઝવતો પ્રશ્ન છે. એને માટે શું કરવું ? એ ખબર નથી પડતી. દાદાશ્રી : ટૂંકા વાક્યથી કામ લેવું કે કોઈ દુશ્મનના તરફ ભાવ પણ ન બગડે અને બગડ્યો હોય તો પ્રતિક્રમણથી સુધારી લો. બગડી જવો એ વસ્તુ નબળાઈને લઈને બગડી જાય. તો પ્રતિક્રમણથી સુધારી લો એને ! એમ કરતાં કરતાં એ વસ્તુ સિદ્ધ થશે. અને બીજું આ જગતમાં કોઈ દોષિત છે જ નહીં. ખરેખર દરેક જીવ નિર્દોષ જ છે, જગતમાં. દોષિત દેખાય છે, તે જ ભ્રાંતિ છે. કોઈ દોષિત નથી. એ ‘ના’ લક્ષમાં રહેવું જોઈએ. પ્રશ્નકર્તા: પણ એ બુદ્ધિથી સમજવું બહુ અઘરું છે. દાદાશ્રી : બુદ્ધિ સમજવા દે જ નહીં આ. કોઈ દોષિત નથી એ બુદ્ધિ સમજવા દે જ નહીં. પ્રશ્નકર્તા: તો એને માટે શું કરવું ? દાદાશ્રી : આ વાક્ય તો તમારા અનુભવમાં આવે તો અનુભવ જ તમને કહી આપશે. પહેલું આ વાક્ય શરૂઆત કરો. તો પછી એનો અનુભવ તમને કહી આપશે. એટલે પછી બુદ્ધિ ટાઢી પડી જશે. આ છે જ્ઞાનની પારાશીશી ! એક રકમ આપ ધારશો ? સ્કુલમાં ભણતી વખતે એરિથમેટીકમાં (અંકગણિત) શીખવાડે છે ને માસ્તરો, કે કંઈ ના ફાવે તો સપોઝ (ધારો કે) ૧OO એવું કહે છે ને ? નથી કહેતા, ૧૦૦ ધારો તો જવાબ આવશે. ત્યારે વળી આપણા મનમાં એમ થાય છે કે માસ્તરે ૧O ઉપર કંઈ જાદુ કર્યો લાગે છે. તો આપણે કહીએ કે ના હું તો સવાસો ધારું. ત્યારે કહે, તારે ધારવા હોય તો ધારને ! એવી ધારણાથી જવાબ આવે એવો છે. એવી એક રકમ હું ધારવાની કહું તમને ? આ જગતમાં કોઈ દોષિત જ નથી. જગત આખું ય નિર્દોષ છે. તમને દોષ દેખાય છે ? પ્રશ્નકર્તા : જોઈએ તો દેખાય. દાદાશ્રી : ખરેખર દોષ છે નહીં. છતાં દોષ દેખાય છે, એ જ આપણી અણસમજણ છે. લોકોના કિંચિત્માત્ર દોષ દેખાય છે એ આપણી અણસમજણ છે. આ રકમ ધારે અને એ રકમ ધારીને જવાબ લાવે તો જવાબ આવી જાય એવો છે. કોઈ દોષિત છે જ નહીં જગતમાં. તમારા દોષથી જ તમને બંધન છે. બીજા કોઈના દોષ છે જ નહીં. કોઈ તમારું નુકસાન કરે, કોઈ ગાળો આ જગતના સરવૈયા રૂપે તમે પૂછો કે આ જગતનું સરવૈયું શું છે? ત્યારે કહે, “કોઈ પણ માણસ દોષિત છે જ નહીં જગતમાં. મનુષ્યો ય દોષિત

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77