________________
નિજદોષ દર્શનથી.... નિર્દોષ !
૧૨૭
૧૨૮
નિજદોષ દર્શનથી. નિર્દોષ !
કોઈનો દોષ તો કાઢવા જેવો જગતમાં છે જ નહીં. અમે ક્યારેય કોઈનો દોષ કાઢીએ નહીં. કોઈનો દોષ હોતો ય નથી. ભગવાને ય નિર્દોષ જોયાં છે. તે વળી આપણે દોષ કાઢનારા કોણ ? એમનાથી ડાહ્યા વળી પાછાં ? ભગવાન કરતાં ડાહ્યા ?! ભગવાને ય નિર્દોષ જોયાં છે.
જગતમાં કોઈને દોષિત જોયું નથી, એનું નામ મહાવીર અને મહાવીરનો ખરો શિષ્ય કોણ કે જેને લોકોના દોષ દેખાતા ઓછા થવા માંડ્યા છે. સંપૂર્ણ દશાએ ના થાય, પણ દોષ દેખાતા ઓછા થવા માંડ્યા છે.
અભેદ દ્રષ્ટિ છતાં થાય વીતરાગ. આ તમને દોષિત દેખાય છે એનું શું કારણ છે કે તમારી દ્રષ્ટિ વિકારી થયેલી છે. મારા-તારાની બુદ્ધિવાળી છે. આ મારું ને આ તારું એવા મારાતારાના ભેદવાળી છે ! જ્યાં સુધી દોષિત દેખાય છે ત્યાં સુધી કશું જ પામ્યો નથી. અમને કોઈની જોડે જુદાઈ નથી. અભેદ દ્રષ્ટિ થઈ એ ભગવાન કહેવાય. આ અમારું ને આ તમારું એ સામાજિક ધર્મો હોય બધા. આ સામાજિક ધર્મોએ તો ગૂંચવાડો ઊભો કર્યો છે ને ધર્મ પાળતા જાય ને ચિંતા વધતી જાય.
ગચ્છમતતી જે લ્પતા.. બાકી આ કૃપાળુદેવે કહ્યું છે કે ‘ગચ્છમતની જે કલ્પના તે નહીં સવ્યવહાર.”
વીતરાગનું વિજ્ઞાન નથી. ત્યાં ધર્મ છે જ નહીં, અભેદતા છે જ નહીં.
આ ફલાણા સંપ્રદાયનો હો કે આ ફલાણા સંપ્રદાયનો હો, પણ કોઈની ટીકા નહીં. ભગવાન શું કહે છે ? નિષ્પક્ષપાતીને આપણે પૂછીએ કે સાહેબ આપનું શું કહેવું છે ? આ લોકો અમને અંધા લાગે છે. ત્યારે કહે, એ તમારી દ્રષ્ટિમાં ગમે તે ખરું, પણ એ એમની જગ્યાએ સાચા છે. ત્યારે કહે, ચોર ચોરી કરે છે તે ? તે એ એની જગ્યાએ સાચા છે. તમે શા માટે ડહાપણ કરો છો ? તમે ફક્ત એને નિર્દોષ દ્રષ્ટિથી જુઓ. તમારી પાસે જો નિર્દોષ દ્રષ્ટિ હોય તો એનાથી તમે જુઓ. નહીં તો બીજું જોશો નહીં ! અને બીજું જોશો તો માર્યા જશો. જેવું જોશો એવું થઈ જશે. જેવું જોશો એવા તમે થઈ જશો. શું ખોટું કહે છે ? આ વીતરાગો ડાહ્યા છે કે, આ તમને લાગે છે ને !
અહીં તો આ વૈષ્ણવ ધર્મના લોકો વીતરાગનો ધર્મ પામવા આવ્યા છે, તે એમને લાગ્યું કે આવા વીતરાગો હતા ! ત્યારે મેં કહ્યું, આવાં વીતરાગો હતા. ત્યારે કહે, આવું તો સાંભળ્યું જ ન હોતું મેં. તેથી આ દેરાસરમાં પેસે છેને, સીમંધર સ્વામીના દર્શન કરે છેને, ઉલ્લાસભેર !
પ્રશ્નકર્તા : આ તો તમે બહુ ભારે કહ્યું, જેવું જોશો તેવું થઈ જશો.
દાદાશ્રી : હા. એવું જોશો તો તમે તે રૂપ થઈ જશો. એટલે મેં બીજુ કોઈ દહાડોય જોયું નથી. દોષિત જોવાય જ નહીં. સ્વરૂપ જે ઊંધું દેખાય છે, આપણે એને ફેરવી નાખવું જોઈએ કે આમ કેમ દેખાયું ?
આજનું દર્શન તે ગત ભવતી રેકર્ડ ! અમને જગત આખું નિર્દોષ દેખાય છે. પણ તે શ્રદ્ધામાં છે. શ્રદ્ધામાં એટલે દર્શનમાં અને અનુભવમાં આવ્યું છે કે નિર્દોષ જ છે. છતાં વર્તન, જે છૂટતું નથી હજુ !!!
અત્યારે કોઈ ફલાણા સંતની અવળી વાત આવી. એ ગમે તેવાં હોય તો પણ તમારે તો એ નિર્દોષ જ દેખાવા જોઈએ. છતાં અમે પેલું બોલીએ કે આ આવાં છે, આવાં છે એ ના બોલાય. અમારી શ્રદ્ધામાં એ નિર્દોષ છે,
કલ્પના તે કલ્પના જ નહીં, પણ એ જ છે તે આવરણ સ્વરૂપે થઈ પડ્યું. છતાંય ભગવાને એને ધર્મ કહ્યો. એ એની જગ્યાએ ધર્મમાં જ છે. તમે ડહાપણ ના કરશો એ જે કરી રહ્યો છે, એ એની જગ્યાએ ધર્મમાં જ છે. માટે તમે ડાહ્યા ના થશો. તારું ખોટું છે, એવું કોઈનેય ક્યારેય ના કહેવાય. એનું નામ નિષ્પક્ષપાતી.
‘તારું ખોટું છે” આ તો શેને માટે આપણે કહીએ છીએ કે તમને સમજવા માટે, આ બીજા લોકોની વાત કરીએ છીએ. બીજા લોકોની ટીકા કરવા માટે વાત નહીં કરવાની. ટીકા હોય જ નહીં કોઈ જગ્યાએ અને જો ટીકા છે તો