Book Title: Nijdosh Darshan Thi Nirdosh
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 75
________________ નિજદોષ દર્શનથી... નિર્દોષ ! જ્ઞાનમાં આવી ગયેલું છે કે નિર્દોષ છે, છતાં બોલાય છે. વર્તનમાં બોલાય છે. એટલે આ ટેપરેકર્ડ કહીએ છીએ એને !! ટેપરેકર્ડ થઈ ગઈ, એને શું થાય ? પણ ટેપરેકર્ડ ઇફેક્ટિવ છે ને બધી એટલે પેલાને તો એમ જ થાય ને કે હમણે આ દાદા જ બોલ્યા. પ્રશ્નકર્તા : અને એ બોલતી ઘડીએ આ ભૂલ કહેવાય, એવું અંદર હોય ખરું ? ૧૨૯ દાદાશ્રી : હા. બોલતી ઘડીએ, ઓન ધી મોમેન્ટ (તત્ક્ષણ) ખબર હોય. આ ખોટું થઈ રહ્યું છે, આ ખોટું બોલાય છે. પ્રશ્નકર્તા : એ બરોબર છે પણ પેલા સંતની આ ભૂલ કહેવાય, એવું જે બોલાઈ રહ્યું છે તે વખતે એવી ખબર હોયને કે એમની આ અપેક્ષાએ આવી ભૂલ કહેવાય ? દાદાશ્રી : હા. કઈ અપેક્ષાએ એમની ભૂલ કહેવાય એ જાણીએ, પણ એ માન્યતા તો પહેલાની હતી ને ! આ બધું એ પહેલાનું જ્ઞાન હતું. એટલે આજની ટેપરેકર્ડ નથી આ. પ્રશ્નકર્તા : એટલે પહેલાનું જ્ઞાન આ ટેપમાં, બોલવામાં હેલ્પ કરે છે ? દાદાશ્રી : હા. અને હજુ તો એ અત્યારે બોલી જ રહ્યું છે. પણ લોક તો એમ જ જાણે ને કે આજે દાદા બોલ્યા, હમણે દાદા બોલ્યા પણ હું જાણું કે આ પહેલાનું છે. એટલે તો ય અમને ખેદ તો થયા કરે ને ! આવું ના નીકળવું જોઈએ. એક અક્ષરેય નીકળવો ના જોઈએ. પ્રશ્નકર્તા : હવે આવું જો જેમ છે તેમ ના બોલો, તો સાંભળનારા બધા ગેરમાર્ગે દોરાય, એવું બને ને ? દાદાશ્રી : સાંભળનારાઓ ? પણ એ બુદ્ધિનો ડખો જ ને ! વીતરાગતાને ડખો નહીં ને કશો !! પ્રશ્નકર્તા : પણ સાંભળનારાઓ તો બુદ્ધિને આધીન જ હોય છેને ? નિજદોષ દર્શનથી... નિર્દોષ ! દાદાશ્રી : હા. પણ મારી બુદ્ધિમાં આ સાંભળનારને નુકસાન થશે એટલે નુકસાન ને નફો, પ્રોફીટ એન્ડ લોસ જોયાને ? પ્રોફીટ એન્ડ લોસ તો બુદ્ધિ દેખાડે કે સામાને નુકસાન થશે ! છતાં અત્યારે અમે આ સંતનું બોલ્યા પણ આજે આ કામનું નથી. પણ તે દહાડે અમે એવું નહોતા માનતા કે આ જગત આખું નિર્દોષ છે. ૧૩૦ પ્રશ્નકર્તા : તે વખતે બુદ્ધિનો ડખો હતો, એવું થયુંને ? દાદાશ્રી : હા. તે દહાડે બુદ્ધિનો ડખો હતો. ‘એટલે આ ડખા જાય નહીંને, જલ્દી? પ્રશ્નકર્તા : એટલે બધું વર્તન પહેલાંના જ જ્ઞાનને લઈને છેને ? દાદાશ્રી : પહેલાં બુદ્ધિ જ્યાં સુધી હતીને, ત્યાં સુધી આ કોચેલું. પણ બુદ્ધિ ગયા પછી કોચે નહીંને ! નહીં તો બુદ્ધિ દરેકને કોચ્યા કરે. બુદ્ધિ હંમેશા ય જ્યાં સુધી છે ત્યાં સુધી કમ્પેર એન્ડ કોન્ટ્રાસ્ટ ચાલ્યા જ કરે. પ્રશ્નકર્તા : અને સિદ્ધાંત મૂક્યો છેને કે આ નિર્દોષ છે. દાદાશ્રી : એટલે છે નિર્દોષ ને શા માટે આવું થાય છે ? અમે આ ઊઘાડું કહીએ છીએ કે જગત આખું નિર્દોષ છે. અને એક બાજુ આ શબ્દો આવા નીકળે છે. આશ્ચર્યકારી અજાયબ અક્રમ જ્ઞાતીતું પદ ! આ તો બધુ સાયન્સ છે. આ ધર્મ નથી. ધર્મ તો બધા બહાર ચાલે છે ને એ બધા ધર્મ કહેવાય. એ રિલેટીવ ધર્મો છે. રિલેટીવ એટલે નાશવંત ધર્મો અને આ તો ‘રિયલ’ તરત મોક્ષફળ આપનારો તરત જ મોક્ષનો સ્વાદ ચખાડી દે. આવો મોક્ષમાર્ગ ચાખ્યો, સ્વાદમાં આવી ગયો, અનુભવમાં આવી ગયો. ‘જગત આખું નિર્દોષ છે’ એવું તમને સમજવામાં આવ્યું, જ્યારે ભગવાન મહાવીરને એ અનુભવમાં હતું. કોઈ વખત તમને સમજણ ના પડે ને કોઈક વખત ભાંજગડ થઈ જાય તો ય પણ તે તરત પાછું જ્ઞાન હાજર થઈ જાય

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77