Book Title: Nijdosh Darshan Thi Nirdosh
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 76
________________ નિજદોષ દર્શનથી. નિર્દોષ ! ૧૩૧ ૧૩૨ નિજદોષ દર્શનથી... નિર્દોષ ! કે એનો શો દોષ ? ‘વ્યવસ્થિત’ છે એ સમજાય. નિમિત્ત છે સમજાય. બધું સમજાઈ જાય. ભગવાનને અનુભવમાં હતું. અમને આ સમજમાં છે. સમજ અમારા જેવી રહેને ! એઝેક્ટ હાજર, શૂટ ઓન સાઈટ સમજ રહે તે અમારું આ કેવળ દર્શન કહેવાય. તમારું કેવળ દર્શન હજી થઈ રહ્યું છે. કેવળજ્ઞાન થાય એવું નથી તો આપણે એને શા માટે બોલાવીએ? જે થાય એવું ના હોય એને કહીએ, ‘પધારો, પધારો' તો શું થાય ? કેવળ દર્શન કંઈ ઓછું પદ કહેવાય ? વર્લ્ડની અજાયબી પદ કહેવાય !!! આ દુષમકાળમાં કેવળ દર્શન તો ગજબનું પદ કહેવાય. સુષમકાળમાં તીર્થંકરના વખતના પદ કરતાં આ પદ ઊંચું કહેવાય. કારણ કે અત્યારે તો ત્રણ ટકાએ પાસ કર્યા હતા, મહાવીર ભગવાનના વખતમાં તેત્રીસ ટકે પાસ કરતા હતા. ‘જગત આખું નિર્દોષ છે” એવું સમજમાં આવી ગયું ! ન દેખે દાદા દોષ કોઈતા ! તમારા દોષો પણ અમને દેખાય પણ અમારી દ્રષ્ટિ શુદ્ધાત્મા તરફ હોય, ઉદયકર્મ તરફ દ્રષ્ટિ ના હોય. અમને બધાના દોષોની ખબર પડી જાય પણ એની અમને અસર થાય નહીં, તેથી જ કવિએ લખ્યું છે કે, ‘માં કદી ખોડ કાઢે નહીં, દાદાને ય દોષ કોઈના દેખાય નહીં.” છે, એ બધા ગુણો આત્માના. અને વ્યવહારમાં આ આપણે કહ્યાં તે લક્ષણ છે એનાં. આપણે કોઈને ધોલ મારીએ અને એ આપણી સામે હસે ત્યારે આપણે જાણીએ છીએ કે આમને સહજ ક્ષમા છે. ત્યારે આપણને સમજાય કે વાત બરાબર છે. તમારી નિર્બળતા અમે જાણીએ છીએ. અને નિર્બળતા હોય જ. એટલે અમારી સહજ ક્ષમા હોય. ક્ષમા આપવી પડે નહીં, મળી જાય, સહજપણે. સહજ ક્ષમાં ગુણ તો છેલ્લી દશાનો ગુણ કહેવાય. અમારે સહજ ક્ષમા હોય. એટલું નહીં પણ તમારા માટે અમને એકધારો પ્રેમ રહે. જે વધ-ઘટે એ પ્રેમ ન હોય, એ આસક્તિ છે. અમારો પ્રેમ વધે-ઘટે નહીં એ જ શુદ્ધ પ્રેમ, પરમાત્મ પ્રેમ છે ! ત્યારે પ્રગટે મુક્ત હાસ્ય ! પ્રશ્નકર્તા : એક અક્ષરેય આપનો પહોંચે તો નિર્દોષતા આવી જાય. દાદાશ્રી : અને અમારો અક્ષરે ય પહોંચતા વાર નથી લાગતી. આ જ્ઞાન જે આપેલું છેને, એટલે એક અક્ષરે ય પહોંચવામાં વાર નથી લાગતી. જગત આખું નિર્દોષ દેખાશે ત્યારે મુક્ત હાસ્ય ઉત્પન્ન થશે. ભાર વગરનું મુક્ત હાસ્ય ઉત્પન્ન થાય જ નહીં એવો નિયમ છે. એક પણ માણસ દોષિત દેખાયને, ત્યાં સુધી હાસ્ય ઉત્પન્ન ના થાય. અને મુક્ત હાસ્યથી માણસ કલ્યાણ કરી નાખે. મુક્ત હાસ્યના એક ફેરો દર્શન કરેને તો ય કલ્યાણ થઈ જાય ! એ તો હવે પોતે તે રૂપ થવું પડશે. પોતે થાય તો બધું રાગે પડી જાય. હંમેશા પર્સનાલીટી જ કંઈ એકલી કામ નથી કરતી. પોતાનું જે ચારિત્ર એ બહુ મોટું કામ કરે. તેથી જ તો શાસ્ત્રકારોએ કહ્યું કે જ્ઞાની પુરુષ એક આંગળી ઉપર આખું બ્રહ્માંડ ઊભું રાખે. કારણ કે ચારિત્રબળ છે. ચારિત્રબળ એટલે શું ? નિર્દોષ દ્રષ્ટિ. નિર્દોષ દ્રષ્ટિ દાદા પાસે સાંભળી અને હજુ પ્રતીતિમાં બેઠી છે. અમને અનુભવમાં હોય. પ્રતીતિ તમને બેઠી છે ખરી, પણ હજુ વર્તનમાં આવતાં વાર લાગેને ? બાકી માર્ગ આ છે. માર્ગ સહેલો છે ને કશો વાંધો આવે એવો નથી. - જય સચ્ચિદાનંદ મને અત્યારે કોઈ ગાળો ભાંડે પછી કહેશે, “સાહેબ, મને માફ કરો.” અરે, ભઈ, માફ અમારે કરવાનું ના હોય. માફ તો અમારા સહજ ગુણમાં જ હોય. સહજ સ્વભાવ જ અમારો વણાઈ ગયેલો કે માફી જ બક્ષે. તું ગમે તે કરું તો ય માફી જ બક્ષે. જ્ઞાનીનો એ સ્વાભાવિક ગુણ થઈ જાય છે. અને તે આત્માનો ગુણ નથી એ, નથી દેહનો ગુણ, એ વ્યતિરેક ગુણો છે બધા. આ ગુણો ઉપરથી આપણે માપી શકીએ કે આત્મા એટલે સુધી પહોંચ્યો. છતાં આ આત્માના ગુણો નથી. આત્માના પોતાના ગુણો તો ત્યાં ઠેઠ જોડે જાય

Loading...

Page Navigation
1 ... 74 75 76 77