________________
નિજદોષ દર્શનથી... નિર્દોષ !
તે આપણાં દોષે કરીને દેખાય છે. અને દોષિત દેખાય છે એટલે જ કષાય કરે છે. નહીં તો કષાય જ ના કરે ને ? દોષિત દેખાય છે એટલે ખોટું જ દેખાય છે. આંધળે આંધળા અથડાય છે, એના જેવી વાત છે આ. આંધળા માણસ સામસામી ટીચાય તે આપણે જાણીએ ને છેટે રહીને કહીએ કે, ‘આ આંધળા લાગે છે !’ આટલા બધા અથડાય એનું શું કારણ ? દેખાતું નથી. બાકી જગતમાં કોઈ જીવ દોષિત છે જ નહીં. આ તો બધું જે દોષ દેખાય છે તે તમારો છે. તેથી કષાય ઊભા રહ્યા છે.
૧૨૩
બીજાંના દોષ દેખાડે તે કષાયભાવનો પડદો છે. તેથી બીજાના દોષ દેખાય. શીંગડા જેવા કષાયભાવ હોય છે, તે વાળ્યા વળે નહીં.
હવે ક્રોધ-માન-માયા-લોભ ‘ઓછાં કરો, ઓછાં કરો' કહે છે. તે ઓછાં ક્યારે થાય ? એ ઓછાં થતાં હશે ? વાસ્તવિકતાનું જ્ઞાન હોય કે કોઈ દોષિત છે જ નહીં, તો પેલાં ક્રોધ-માન-માયા-લોભને ઓછા કરવાનું જ ના રહ્યું ને ! દોષિત દેખાય એટલે પછી પ્રતિક્રમણ કરવું પડે ને ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : વખતે પાછલાં ક્રોધ-માન-માયા-લોભને લીધે દોષિત દેખાય તો પ્રતિક્રમણ કરવું પડે. એટલે એ પછી ક્રોધ-માન-માયા-લોભ જતાં રહે છે.
ત્યાં કોને વઢશો ?
હમણે ડુંગર ઉપરથી એક ઢેખાળો આટલો ગબડતો ગબડતો આવ્યો ને માથામાં વાગ્યો ને લોહી નીકળ્યું, તે ઘડીએ તમે કોને ગાળો દો છો ? ગુસ્સે કોની ઉપ૨ થાવ છો ?
ડુંગર પરથી આવડો મોટો પથરો પડ્યો હોય પણ પહેલું જોઈ લે કે કોઈએ ગબડાવ્યો કે કેમ ? કોઈ ના દેખાય અગર તો વાંદરે ગબડાવ્યો હોય તો ય કશું નહીં. બહુ ત્યારે એને નસાડી મૂકે. એને શું ગાળો દે ? એનું નામ નહીં, નિશાન નહીં, ક્યાં દાવો માંડે ? નામવાળા ઉપર દાવો મંડાય, પણ
નિજદોષ દર્શનથી... નિર્દોષ !
વાંદરાભાઈનું તો નામ નહીં, કશું નહીં, કેમનો દાવો માંડે ? ગાળો શી રીતે ભાંડે ?!
૧૨૪
આમ તો મૂઢ માર ખાય છે પણ ઘરમાં એક જરાક આટલું ઊંચું-નીચું થઈ ગયું હોય તો કૂદાકૂદ કરી મેલે ! તો ય ભગવાનની ભાષામાં બધા નિર્દોષ છે. કારણ કે ઊંઘતા કરે એમાં એનો શો દોષ ? ઊંઘમાં કોઈ કહે, ‘તમે મારું આ બધું ઘર બાળી મૂક્યું ને બધું મારું નુકસાન કરી નાખ્યું ?” હવે ઊંઘતો બોલે એને આપણે કેમનો ગુનો લગાડીએ ?
દુશ્મત
હવે...
તથી કોઈ પ્રશ્નકર્તા : જગત નિર્દોષ કયા અર્થમાં ?
દાદાશ્રી : ઊઘાડા અર્થમાં ! આ જગતના લોકો નથી કહેતા કે આ અમારો દુશ્મન છે, મને આની જોડે નથી ફાવતું, મારા સાસુ ખરાબ છે. મને બધા નિર્દોષ દેખાય.
પ્રશ્નકર્તા : પણ તમે તો કહો છો કે આપને કોઈ ખરાબ દેખાતો જ
નથી.
દાદાશ્રી : કોઈ ખરાબ છે જ શાનો ? એટલે ખરાબ શું જોવાનું ? આપણે સામાનો સામાન જોવાનો ! દાબડીને શું કરવાની ! દાબડી તો પિત્તળની હોય કે તાંબાની હોય કે લોખંડની ય હોય ! દુશ્મન દેખાય તો દુ:ખ થાયને, પણ દુશ્મન જ ના દેખીએ ને ? અત્યારે તો તમારી દ્રષ્ટિ એવી છે, ચામડાંની આંખ છે. એટલે આ દુશ્મન, આ નથી સારો ને આ સારો કહેશે. આ સારો છે તે બેચાર વર્ષ પછી પાછો એને જ ખરાબ કહો. કહે કે ના કહે ?
પ્રશ્નકર્તા : જરૂર કહે.
દાદાશ્રી : અને મને આ વર્લ્ડમાં કોઈ દુશ્મન નથી દેખાતું. મને નિર્દોષ જ દેખાય છે બધા. કારણ કે દ્રષ્ટિ નિર્મળ થયેલી છે. આ ચામડાની આંખથી ના ચાડ, દામનું બ્રેઈને.