________________
નિજદોષ દર્શનથી... નિર્દોષ !
ભગવાન મહાવીરે કહ્યું કે આખું જગત નિર્દોષ છે, જે કંઈ ભૂલ હતી તે મારી જ હતી અને તે પકડાઈ ગઈ. અને તે મને ય પકડાઈ ગઈ મારી ભૂલ. અને હવે તમને શું કહું છું ? તમારી ભૂલ પકડો. હું બીજું કશું કહેતો જ નથી કંઈ. જે પતંગનો દોરો મારી પાસે છે તેવો પતંગનો દોરો તમારી પાસે
છે. શુદ્ધાત્માનું જ્ઞાન પોતે પ્રાપ્ત કર્યું એટલે પતંગનો દોરો હાથમાં રહ્યો. પતંગનો દોરો હાથમાં ના હોય અને ગુલાંટ ખાય ને બૂમાબૂમ કરીએ, કૂદાકૂદ કરીએ, એમાં કશું વળે નહીં. પણ હાથમાં દોરો હોય તો ખેંચીએ તો ગુલાંટ ખાતો બંધ થઈ જાય કે ના થઈ જાય ? તે દોરો મેં તમારા હાથમાં આપેલો
છે.
૧૨૧
એટલે તમારે આ નિર્દોષ જોવાનું છે. નિર્દોષ દ્રષ્ટિથી આમ શુદ્ધાત્મા જોઈને એને નિર્દોષ બનાવવો. એ થોડીવાર પછી પાછું મહીંથી બૂમાબૂમ કરશે. ‘આ આવું આવું કરે છે, એને શું નિર્દોષ જુઓ છો ?” એટલે એક્ઝેક્ટલી
નિર્દોષ જોવાનો અને જેમ છે તેમ એક્ઝેક્ટલી નિર્દોષ જ છે.
કારણ કે આ જગત જે છે ને, તે તમને દેખાય છે એ બધું તમારું પરિણામ દેખાય છે, કૉઝીઝ નથી દેખાતા. હવે પરિણામમાં કોનો દોષ ? પ્રશ્નકર્તા : કૉઝીઝનો દોષ.
દાદાશ્રી : કૉઝીઝના કરનારાનો દોષ. એટલે પરિણામમાં દોષ કોઈનો
ના હોય. તે જગત પરિણામ સ્વરૂપ છે. આ તો એક મેં તમને નાનામાં નાનુ સરવૈયું કાઢતા શીખવ્યું. બીજા બહુ સરવૈયા છે બધા. કેટલાંય સરવૈયા ભેગાં થયાં ત્યારે મેં એક્સેપ્ટ કર્યું, જગત નિર્દોષ છે એવું. નહીં તો એમ ને એમ એક્સેપ્ટ થાય કંઈ ? આ કંઈ ગપ્પુ છે ?
તમે તમારી પ્રતીતિમાં લઈ જજો કે આ જગત નિર્દોષ છે, એમ સો ટકા છે, નિર્દોષ જ છે. દોષિત દેખાય છે એ જ ભ્રાંતિ છે. અને તેથી આ જગત ઊભું થયું છે બસ, ઊભું થવાના કારણમાં બીજું કોઈ કારણ નથી. જ્ઞાનદ્રષ્ટિથી જોવા જતાં જગત નિર્દોષ છે અને અજ્ઞાનતાથી જગત દોષિત દેખાય છે. જગત જ્યાં સુધી દોષિત દેખાય છે ત્યાં સુધી ભટક ભટક કરવાનું. અને જ્યારે જગત
૧૨૨
નિર્દોષ દેખાશે ત્યારે આપણો છૂટકારો થશે.
જાણ્યું તો એનું નામ...
નિજદોષ દર્શનથી... નિર્દોષ !
જાણ્યું તો એનું નામ કહેવાય કે ક્યારેય ઠોકર ના વાગે. ગજવું કપાય તો ય ઠોકર ના વાગે. અને તમાચો મારે તો ય ઠોકર ના વાગે, એનું નામ જાણ્યું કહેવાય. આ તો ‘હું જાણું છું, હું જાણું છું”, ગા ગા કરશે. એટલે હળદરની ગાંઠે ગાંધી થઈ બેઠાં છે. બાકી જાણ્યું તો એનું નામ કહેવાય કે અહંકાર નામે ય ના રહે. ગજવું કાપી લે, તમાચા મારે તો ય અસર ના થાય, ત્યારે એનું નામ જાણ્યું કહેવાય. આ તો ગજવું કાપી લેને તો ‘મારું ગજવું કાપી લીધું', પોલીસવાળાને બોલાવો ! તે બૂમાબૂમ કરી મૂકે. અલ્યા શેનાં આધારે કપાયું તેની તને શી ખબર છે ? જ્ઞાની પુરુષ જાણે છે કે શેના આધારે કપાયું છે. ગજવું કાપનારો એમને ગુનેગાર ના દેખાય અને આમને તો ગજવાં કાપનારો ગુનેગાર દેખાય છે. જે ગજવું કાપનારો નિર્દોષ છે છતાં તમને ગુનેગાર દેખાય છે, માટે તમે હજુ તો કેટલાંય અવતાર ભટકશો. જે દેખવાનું તે ના દેખ્યું ને ઊંધું જ દેખ્યું ! જે ગુનેગાર નથી તેને ગુનેગાર દેખ્યો. જો આ ઊંધું જ્ઞાન શીખી લાવ્યા છે !!
છતાં એ જે ધરમ કરે છે, ક્રિયાકાંડ કરે છે એ ખોટું નથી. પણ ખરી વાત, ખરી હકીકત તો જાણવી પડશે ને ? પેલો ગજવું કાપનાર તમને ગુનેગાર દેખાય ને ? એ તો બધા પોલીસવાળાને ય ગજવું કાપનારો ગુનેગાર દેખાય છે અને મજૂરોને ય એવું જ દેખાય છે, તો એમાં તમે શું નવું જ્ઞાન લાવ્યા ? એ તો નાના છોકરાં ય જાણે છે કે આ ગજવું કાપ્યું છે ! માટે ‘આ ગુનેગાર છે’ એવું નાના છોકરાં ય કહે, બૈરા ય કહે ને તમે ય કહો. તો તમારામાં અને બધાનામાં ફેર શો છે ? ‘હું જાણું છું, હું જાણું છું” કહો છો. પણ લોકો કહે છે એવું જ જ્ઞાન તમારી પાસે છે ને ? એને જ્ઞાન કહેવાય જ કેમ ? બીજું નવું જ્ઞાન તમારી પાસે છે જ ક્યાં તે ? ‘જ્ઞાન’ એવું ના હોય ને ?
દોષ દેખાડે, કષાય ભાવ !
એક ક્ષણવાર કોઈ જીવ દોષિત થયો નથી. આ જે દોષિત દેખાય છે