Book Title: Nijdosh Darshan Thi Nirdosh
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 70
________________ નિજદોષ દર્શનથી... નિર્દોષ ! ૧૧૯ દાદાશ્રી : હા, પણ આવી બધી વાત કરો છો, ફલાણો આમ કરતો હતો, ફલાણો આમ કરતો હતો, એવું તમને સમજણ પડી કે આ બધું ખોટું છે ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : આ ટાઈમ બધો નકામો ગયો. બધું નિર્દોષ છે એવું સમજ્યા કે ઉકેલ આવી ગયો. પ્રશ્નકર્તા : આપણું કોઈ ગજવું કાપે તો તરત આપણે એમ કહીએ કે આ મારા કર્મનો ઉદય થયો, તો તરત તે માણસ નિર્દોષ દેખાય. દાદાશ્રી : એટલું જો જ્ઞાનમાં આવી ગયું, આ મારા જ કર્મનો ઉદય છે, તો એ નિર્દોષ દેખાય તે બરાબર, એ અનુભવપૂર્વકનું કહેવાય. પ્રશ્નકર્તા : એ અનુભવપૂર્વકનું કહેવાય ? દાદાશ્રી : હા. પ્રશ્નકર્તા : આપણો કર્મનો દોષ છે એમ દેખાય તો ? દાદાશ્રી : હા, એ જ કે આ મારા જ કર્મનો ઉદય છે, એનો દોષ નથી આ. આ છે તે જાગૃતિ કહેવાય. અને એમ ને એમ તમે બોલો કે જગત આખું નિર્દોષ છે, એ હજુ તમને પૂરું અનુભવમાં નથી આવ્યું. એટલે આ અમુક બાબતમાં તમારું આવું ડીસાઈડ (નક્કી) થઈ જાય. અને અમુક બાબતો એવી રહેશે કે જેમાં ડીસીઝન (નિર્ણય) નહીં થાય એટલે તમારે માની જ લેવાનું. પછી છે તે ટાઈમ આવશે ત્યારે એ ડીસાઈડ થઈ જશે. આપણે જવાબ જાણતા હોય તો પછી હિસાબ લખતાં લખતાં આવી ગયાં એટલે ખબર પડી જાય. જવાબ જાણતા હોય તો સારુંને ?! પ્રશ્નકર્તા : હા. હવે કોઈ પણ આપણને ફળ મળે કે કોઈ પણ કાર્ય થાય, પ્લસ કે માઈનસ (અધિક કે ઓછું) પણ એ આપણાં કર્મના આધીન ૧૨૦ નિજદોષ દર્શનથી... નિર્દોષ ! જ છે, એવું માની લેવામાં આવે દાદાશ્રી : હા, બીજું કશું છે જ નહીં. આપણું જ છે બધું. માઈનસ કહો તો ય આપણું અને પ્લસ કહો તો ય આપણું. પણ વ્યવહારમાં આપણે પેલાને કહેવું જોઈએ કે ભઈ, તમે સારું કામ કરી બતાવ્યું એવું બોલવું જોઈએ અને ખરાબ કર્યું હોય તો એને એમ ન કહેવું જોઈએ કે તમે ખરાબ કર્યું ! પ્રશ્નકર્તા : તો એને શું કહેવાનું ? દાદાશ્રી : એને કશું જ નહીં કહેવાનું. એના પ્રત્યે મૌન રહેવાનું. કારણ કે સારું ના કહીએ તો એને એન્કરેજમેન્ટ (પ્રોત્સાહન) ના મળે. એના મનમાં એમ થાય કે આ શેઠ તો કશું બોલતા જ નથી. એ તો એમ જ જાણે છે ને કે ‘મેં કર્યું આ !’ આપણા કર્મના ઉદયે એ કરે છે, એવું એ જાણતો નથી. એ તો કહેશે મેં મહેનત કરીને કર્યું છે આ.' તો આપણે ‘હા’ પાડવી પડે. અંતિમ દ્રષ્ટિએ જગ નિર્દોષ ! પ્રશ્નકર્તા : હવે કોઈ માણસ એવો નાલાયક દેખાતો નથી ને પહેલાં મને નાલાયક સિવાય કોઈ દેખાતું ન હોતું. દાદાશ્રી : છે જ નહીં. એ તપાસ કર્યા પછી તો મેં કહ્યું કે આખું જગત મને નિર્દોષ દેખાય છે. પ્રશ્નકર્તા ઃ શુદ્ધાત્મા ના જોઈએ ત્યારે જ દોષિત દેખાયને ? દાદાશ્રી : દોષિત ક્યારે દેખાય કે શુદ્ધાત્મા ના જોઈએ એટલે દોષિત દેખાય ને બીજું એનું સરવૈયું નથી કાઢ્યું એણે. એક્ઝેક્ટલી (વાસ્તવિકમાં) જો સરવૈયું કાઢીએ તો એ પોતે જ કહે, દોષ જોનારો જ કહે, ભઈ મારી જ ભૂલ છે આ તો. એટલે આમ એકલું શુદ્ધાત્મા જોવાથી ય કંઈ મટે નહીં. એ તો આગળ ને આગળ જ ચાલ્યા કરે. એટલે પદ્ધતિસર નિકાલ થવો જોઈએ. એટલે સરવૈયામાંથી નિકાલ થવો જોઈએ કે કઈ રીતે દોષ નથી એનો. હા એનો દોષ છે નહીં અને આ દેખાય છે કેમ ?

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77