Book Title: Nijdosh Darshan Thi Nirdosh
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 69
________________ નિજદોષ દર્શનથી નિર્દોષ ! ૧૧૭ ૧૧૮ નિજદોષ દર્શનથી... નિર્દોષ ! દેખાય છે. ભગવાને આ જ શોધખોળ કરી અને તમે જે સારો કહો છો, તે કે તમારી મૂર્ખાઈ મહીં છે, ફૂલીશનેસ છે. સારો સારો કહે પછી આપણે પૂછીએ ત્યારે કહેશે, “મને વિશ્વાસઘાત કર્યો.” ત્યારે તું સારું-સારું કહેતો હતો શું કરવા તે ?! સારો કહે ને દસ વર્ષ પછી કહે કે મને વિશ્વાસઘાત કર્યો એવું બને કે ના બને ? પ્રશ્નકર્તા : બને છે જ ને ! ભાંડે, ઈન્સલ્ટ (અપમાન) કરે તો એનો દોષ નથી, દોષ તમારો જ છે. દ્રષ્ટિ પ્રમાણે સૃષ્ટિ ! પ્રશ્નકર્તા ઃ ક્યારેક એવું પણ બને છે કે એકની એક વ્યક્તિ આજે આપણને સારી લાગે. બીજે દિવસે તિરસ્કારયુક્ત લાગે. ત્રીજે દિવસે એ વ્યક્તિ આપણને મદદકર્તા પણ લાગે. તો એવું શાથી થાય ? દાદાશ્રી : એ વ્યક્તિમાં ફેરફાર દેખાય છે તે આપણો રોગ છે. વ્યક્તિમાં ફેરફાર હોતો જ નથી. માટે ફેરફાર દેખાય છે તે આપણો જ રોગ છે. અને અધ્યાત્મ એ જ કહે છે ને ! અધ્યાત્મ શું કહે છે ? તને જોતાં જ આવડતું નથી. અમથો, વગર કામનો વહુનો ધણી શાનો થઈ બેઠો છું ? એટલે આપણને જોતાં નહીં આવડવાથી આવું બધું થાય છે. બાકી આ ફેક્ટ વસ્તુ નથી. પોતાના માટે સામી વ્યક્તિ શું ધારતી હશે, એ શું ખબર પડે ? તમારા તરફ કોઈ માણસ અભાવ બતાવે તો તમને એના તરફ કેવું લાગે ? પ્રશ્નકર્તા : અભાવ બતાવે તો સારું ન લાગે. દાદાશ્રી : ત્યારે એવું તમે બીજાને અભાવ બતાડો તો શું થાય ? પ્રશ્નકર્તા : એ એક કોયડો છે કે આમનામાં મને સારો ભાવ દેખાય ને આ બીજાનામાં મને ખરાબ ભાવ દેખાય. દાદાશ્રી : ના, એ કોયડો નથી. અમે સમજીએ કે શું છે આ, એટલે અમને કોયડો ના લાગે. એક ભઈ મને રોજ પૂછે કે મને આ માણસમાં અવળા ભાવ કેમ દેખાય છે ? મેં કહ્યું, ‘એ માણસનો દોષ નથી, તમારો દોષ છે.” પ્રશ્નકર્તા : પણ આપણે જો ખરાબ હોઈએ તો બધાંય ખરાબ દેખાવા જોઈએ. દાદાશ્રી : આપણે જ ખરાબ છીએ તેથી જ આ ખરાબ દેખાય છે. આ ખરાબ કોઈ છે જ નહીં. જે ખરાબ દેખાય છે તે તમારી ખરાબીને લીધે ખરાબ દાદાશ્રી : અને એવું જે ખોટું દેખાય છે તે સારું છે, એવું ય ના માનશો. જગ નિર્દોષ, અનુભવમાં.. પ્રશ્નકર્તા : સામો નિર્દોષ દેખાય એ જાગૃતિ સતત રહેવી જોઈએને ? દાદાશ્રી : નિર્દોષ દેખાતાં તમને બહુ વાર લાગશે. પણ તમારે દાદાએ કહ્યું છે, તેથી તમને નિર્દોષ દેખાય વખતે, તો તે કહેવા માત્રથી. પણ તમને એઝેક્ટ (યથાર્થ) ના દેખાય. પ્રશ્નકર્તા : એવો અનુભવ ના થાય અમને ? દાદાશ્રી : અનુભવ ના આવે અત્યારે તમને. પ્રશ્નકર્તા ઃ અમે મનમાં માની લઈએ કે હા, એ નિર્દોષ જ છે તો ? દાદાશ્રી : આ જ્ઞાન થયું પણ એ અનુભવ જ્યારે ત્યારે થશે, પણ અત્યારે તો આમ પહેલાં નક્કી કરી નાખ્યું એટલે આપણને ભાંજગડ નહીંને ! નિર્દોષ છે એવું કહીએ, એટલે આપણું મન બગડે નહીં પછી. કોઈકને દોષિત ઠેરવો કે તમારું મન પહેલું બગડે અને તમને દુ:ખ આપે જ. કારણ કે દોષિત ખરેખર છે જ નહીં. તમારી અક્કલથી જ તમને દોષિત દેખાય છે અને એ જ ભ્રાંતિની જગ્યા છે. હા, હવે તમે મને કહે કહે કરો પણ હું કોની ફરિયાદ સાંભળું ! પ્રશ્નકર્તા: હમણાં આપે શું કહ્યું કે તમે મને કહે કહે કરો.

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77