Book Title: Nijdosh Darshan Thi Nirdosh
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 66
________________ જગત નિર્દોષ ! ભગવાને ભાળ્યું જગ તિર્દોષ ! પ્રશ્નકર્તા : ભગવાન મહાવીરે આખા જગતને નિર્દોષ જોયું. દાદાશ્રી : ભગવાને નિર્દોષ જોયું અને પોતાની નિર્દોષ દ્રષ્ટિથી નિર્દોષ જોયું. એમને કોઈ દોષિત ન લાગ્યો. એવું મેં પણ નિર્દોષ જોયું છે અને મને પણ કોઈ દોષિત દેખાતો નથી. ફૂલહાર ચઢાવે તો ય કોઈ દોષિત નથી ને ગાળો ભાંડે તો ય કોઈ દોષિત નથી. આ તો માયાવી દ્રષ્ટિને લઈને બધા દોષિત દેખાય છે. આમાં ખાલી દ્રષ્ટિનો જ દોષ છે. પ્રશ્નકર્તા : નિર્દોષતા કેવી રીતે પ્રાપ્ત થાય ? દાદાશ્રી : આખા જગતને નિર્દોષ જોશો ત્યારે ! મેં આખા જગતને નિર્દોષ જોયું છે, ત્યારે હું નિર્દોષ થયો છું. હિત કરનારને અને અહિત કરનારને ય અમે નિર્દોષ જોઈએ. કોઈ દોષિત નથી. દોષ એણે કર્યો હોય, તો ય ખરી રીતે એના આગલા અવતારે કર્યો હોય. પણ પછી તો એની ઇચ્છા ના હોય છતાં અત્યારે થઈ જાય. અત્યારે એની ઇચ્છા વગર થઈ જાય છે ને ? ભરેલો માલ છે. એટલે એમાં એનો દોષ નહીંને, એટલે નિર્દોષ ગણ્યો. ૧૧૨ નિજદોષ દર્શનથી... નિર્દોષ ! ઈ દ્રષ્ટિએ જગ દીસે નિર્દોષ ! પુદ્ગલને જોશો નહીં, પુદ્ગલ તરફ દ્રષ્ટિ ના કરશો. આત્મા તરફ જ દ્રષ્ટિ કરજો. કાનમાં ખીલા મારનારા તે પણ ભગવાન મહાવીરને નિર્દોષ દેખાયા. દોષિત દેખાય છે તે જ આપણી ભૂલ છે. એ એક જાતનો આપણો અહંકાર છે. આ તો આપણે વગર પગારના કાજી થઈએ છીએ અને પછી માર ખાઈએ છીએ. મોક્ષે જતાં આ લોકો આપણને ગૂંચવે છે, એવું જે બોલીએ છીએ તે તો વ્યવહારથી આપણે બોલીએ છીએ. આ ઈન્દ્રિય જ્ઞાનથી જે દેખાય છે એવું બોલીએ છીએ. પણ ખરેખર હકીકતમાં તો લોકો ગૂંચવી શકે જ નહીંને ! કારણ કે કોઈ જીવ કોઈ જીવમાં કિંચિત્માત્ર ડખોડખલ કરી શકે જ નહીં એવું આ જગત છે. આ લોકો તો બિચારા પ્રકૃતિ જે નાચ કરાવે તે પ્રમાણે નાચે, એટલે એમાં કોઈનો દોષ છે જ નહીં. જગત આખુંય નિર્દોષ છે. મને પોતાને નિર્દોષ અનુભવમાં આવે છે. તમને એ નિર્દોષ અનુભવમાં આવશે ત્યારે તમે આ જગતથી છૂટ્યા. નહીં તો કોઈ એક પણ જીવ દોષિત લાગશે ત્યાં સુધી તમે છૂટયા નથી. પ્રશ્નકર્તા ઃ આમાં બધાંય જીવ આવી જાય ? માણસો ય નહીં પણ કીડી મંકોડા બધા ય આવી જાય ? દાદાશ્રી : હા. જીવમાત્ર નિર્દોષ સ્વભાવે દેખાવા જોઈએ. પ્રશ્નકર્તા : દાદા, તમે જીવમાત્ર નિર્દોષ છે એમ કહ્યું. હવે નોકરીમાં મેં ક્યાંક ભૂલ કરી અને મારો ઉપરી અમલદાર એમ કહે કે તેં આ ભૂલ કરી. પછી એ મને વઢશે, ઠપકો આપશે. હવે જો હું નિર્દોષ હોઉં તો ખરી રીતે મને ન વઢવું જોઈએ ને ? દાદાશ્રી : કોઈને વઢવાનું આપણે જોવાનું નહીં. આપણને વઢનાર પણ નિર્દોષ છે એવું તમારી સમજમાં હોવું જોઈએ. એટલે કોઈની પર દોષ ના ઢોળાય. જેટલા નિર્દોષ તમને દેખાશે એટલા તમે સમજમાં આવ્યા કહેવાઓ. મને જગત નિર્દોષ દેખાય છે. તમારે એવી દ્રષ્ટિ આવશે. એટલે આ

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77